________________ 34 ઓહનિજજુત્તિ-(૧૩) જગ્યાએ સાધુ. શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાનો લોપ કરવાથી, આચાર્ય અને સાધુને સંસાર રૂપી દંડ થાય છે. બીજા ગામના લોકોએ વિચાર્યું કે રાજા માટે સુંદરમાં સુંદર મહેલ જેવું બનાવીએ, કેમકે રાજાના ગયા પછી મુખીના કામમાં જ આવશે” રાજા આવ્યો, તે મકાન જોઈ ખુશ ખુશ થઇ ગયો, અને ગામ લોકોનો કર માફ કર્યો અને મુખીનો દરજ્જો વધારી, બીજા ગામનો પણ સ્વામિ બનાવ્યો. આ પ્રમાણે જે શ્રી તીર્થંકર ભગવંતની આજ્ઞા પ્રમાણે વર્તે છે તે સમુદ્ર તરી જાય છે. તીર્થંકરની આજ્ઞામાં આચાર્યની આજ્ઞા આવી જાય છે. [137-154] શ્રાવકાર - ગ્લાનને માટે રસ્તામાં રોકાય, પણ ભિક્ષા માટે વિહારમાં વિલંબ ન કરવો. તેનાં દ્વાર :- ગોકુલ, ગામ, સંખડી સંશી, દાન, ભદ્રક, મહાનિનાદ. આ બધાના કારણે જવામાં વિલંબ થાય. ગોકુલ - રસ્તામાં જતાં ગોકુલ આવે ત્યાં દૂધ વગેરે વાપરીને તરત ચાલવામાં આવે તો રસ્તામાં ઠલ્લા વગેરે થાય, તેથી સંયમ વિરાધના થાય અને શંકા રોકે તો મરણ થાય. માટે ગોકુલમાં ભિક્ષા માટે ન જવું. ગામ-ગામ - ગામ સમૃદ્ધ હોય તેમાં ભિક્ષાનો સમય થયો ન હોય, એટલે દૂધ વગેરે ગ્રહણ કરે તો ઠલ્લા આદિના દોષો થાય. સુખડી - સમય ન હોય તો રાહ જુએ તેમાં સ્ત્રી આદિના સંઘટ્ટાદિ દોષો થાય, સમય થયે આહાર લાવે ઘણું વાપરે તો બિમારી આવે. ઠલ્લા વગેરે થાય તેમાં આત્મવિરાધના-સંયમવિરાધનાથાય. વિહારમાં વિલંબ થાય. સંશી - (શ્રાવક) આગ્રહ કરે, ગોચરીનો સમય ન થયો હોય તેથી દૂધ આદિ ગ્રહણ કરે તેમાં ઠલ્લા આદિના દોષો થાય. દાન શ્રાવક - ઘી વગેરે ખૂબ વહોરાવી દે, જો વાપરે તો. બિમારી, ઠલ્લા વગેરેના દોષો થાય. પરઠવે તો સંયમવિરાધના. ભદ્રક - કોઈ સ્વભાવથી સાધુ તરફ ભાવવાળો ભદ્રક હોય, તેની પાસે જવા માટે વિલંબ કરે, પછી તે લાડવા આદિ વહોરાવે. તે વાપરે તો બિમારી ઠલ્લા આદિ દોષો થાય. પરઠવે તો સંયમવિરાધના. મહાનિનાદ - (વસતિવાળાં પ્રસિદ્ધ ઘરો) ત્યાં જવા માટે ગોચરીનો સમય થયો ન હોય, એટલે રાહ જુએ. સમય થયે તેવા ઘરોમાં જાય, ત્યાંથી નિગ્ધ આહાર મળે તે વાપરે, તેમાં ઉપર મુજબ દોષો થાય. એવી રીતે માર્ગમાં અનુકુળ ગોકુળ ગામ-જમણ-ઉત્સવ સગા વગેરે શ્રાવક ઘરોમાં ભિક્ષા માટે ફરવાથી થતો ગમનનવિઘાત વગેરે દોષ બતાવ્યો, ત્યાંથી નિધુ સારું સારું લાવી વધારે આહાર વાપર્યો હોય તેથી ઉંઘ આવે. ઉંઘી જાય તો સૂત્ર અને અર્થનો પાઠ ન થાય, તેથી સૂત્ર અને અર્થ, વિસ્મરણ થઈ જાય. ન ઉંઘે તો અજીરણ થાય, માંદગી આવે. આ બધા દોષોથી બચવા માટે માર્ગમાં આવતાં ગોકુલ આદિમાંથી છાશ ભાત. ગ્રહણ કરે. તો ઉપલા લાનત્વાદિ, અને આજ્ઞા ભંગાદિ દોષોનો ત્યાગ કર્યો ગણાય. પોતે જે ગામ પાસે આવ્યો, તે ગામમાં ભિક્ષાવેળા થઈ ન હોય અને બીજું ગામ દૂર હોય અથવા નજીક રહેલું ગામ નવું વસેલું હોય, ખાલી થઇ ગયું હોય, સીપાઈઓ આવ્યા. હોય, બળી ગયું હોય, કે-પ્રત્યનકો હોય તો, આવાં કારણે ગામ બહાર રાહ પણ જુએ. ભિક્ષાવેળા થાય એટલે ઉપર કહેલ ગામ ગોકુલ સંખડી શ્રાવક વગેરેને ત્યાં જઈ દૂધ વગેરે પણ લાવી વાપરીને આગળ વિહાર કરે. તપેલા લોઢા ઉપર જેમ પાણી વગેરેનો ક્ષય થઈ જાય છે તેમ સાધુ રૂક્ષ સ્વભાવના હોઈ તેમના કોઠામાં ઘી-દુધ આદિ ક્ષીણ થઈ જાય છે. આ પ્રમાણે કારણે દોષો ગુણ રૂપ થાય છે. હવે ગામમાં ગયા પછી ખબર પડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org