Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ ટી. આર. દોશી
હ.
ગોંડલગચ્છના અનસ્ત સિતારા સંતોના શિરતાજ, પ્રાણ પરિવારના સાધ્વીજીઓના પ્રાણ સમાન હજારો ભક્તોના શ્રદ્ધાના કેન્દ્રસ્થાન, તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. એ પોતાના સાધક જીવનમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાથી સ્વયંની આત્મસાધનાને પરિપક્વ બનાવી, તેની સાથે જ ૧૪૫ મુમુક્ષુઓના દીક્ષાદાતા બનીને રત્નત્રયની આરાધનાના પ્રેરક બન્યા હતા.
સાધક જેમ જેમ અધ્યાત્મ સાધનામાં ગહનતમ ઊંડાણમાં જતો જાય છે, તેમ તેમ તેમનું અંતર કરૂણાભાવથી દ્રવિત થાય છે અને તેના પરિણામે તેવા સાધકો કેટલા ય જીવદયા, માનવસેવા જેવી પ્રવૃત્તિઓનો પણ ઉપદેશ આપે છે. પૂ. તપસ્વી ગુરુદેવના જીવનમાં પણ આવી જ ઘટના ઘટિત થઈ.
અનેક ભક્તોએ પૂ. ગુરુદેવની શ્રદ્ધા – ભક્તિથી તેઓના જ પુણ્યનામથી ટ્રસ્ટનો પ્રારંભ કર્યો. પૂ. ગુરુદેવની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં જ આ ટ્રસ્ટના માધ્યમથી અનેક માનવસેવાની પ્રવૃત્તિઓ, મેડિકલ સહાય, ગૌશાળા જેવી પ્રવૃત્તિઓ ચાલુ જ હતી. જે આજે પણ ટ્રસ્ટી વયોવૃદ્ધ સુશ્રાવક શ્રી રતિભાઈ દોશી તથા શ્રી ટી. આર. દોશી કરી રહ્યા છે, તે ઉપરાંત પૂ. ગુરુદેવને જ્ઞાનારાધનાનું અદમ્ય આકર્ષણ હતું. તેથી જ ગુરુ પ્રાણ આગમ બત્રીસીના પ્રથમ પ્રકાશનમાં તેઓશ્રીની પ્રેરણાથી ચાર આગમના શ્રુતાધાર બની પ્રકાશન કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. પૂ. ગુરુદેવની ભાવનાને લક્ષમાં રાખીને આજે આગમ બત્રીસીના પુનઃ પ્રકાશનમાં પણ ટ્રસ્ટીગણ લાભ લઈ રહ્યા છે. તેઓને ધન્યવાદ.
ટ્રસ્ટીઓ સદાય પૂ. ગુરુદેવના આદર્શોને લક્ષમાં રાખી, તેઓએ ચીંધેલા રાહે જ કાર્યશીલ રહે એ જ ભાવના...
ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM
7