________________
પ્રસ્તાવના
વૃત્તિની રચના થયેલી છે. એટલે વર્તમાન પાઠપંરપરાને લગભગ વૃત્તિસંમત પાઠપરંપરા કહી શકાય. વૃત્તિની રચના થયે લગભગ ૧૧૦૦ વર્ષો થયાં છે. એટલે ૧૧૦૦ વર્ષોથી તો આ એક જ પાઠપરંપરા આપણી સામે વધારે પ્રચલિત જણાય છે.
પરંતુ ચૂર્ણકાર પાસે જે પ્રાચીન પાઠપરંપરા હતી તે અનેક સ્થળે ઘણી જ જુદી હતી એમ લાગે છે. ખાસ કરીને બીજા શ્રુતસ્કંધના દસમાં અધ્યયનથી આ વાતનો સ્પષ્ટ અનુભવ થાય છે.
આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનાં ઘણું સૂત્રોમાં લગભગ પ્રત્યેક પદની વ્યાખ્યા ચૂર્ણિકાર તથા વૃત્તિકારે આપેલી છે, ચૂર્ણિકારને મળેલા પાઠથી કવચિત્ કવચિત વૃત્તિકારે જુદા પાઠની પણ વ્યાખ્યા કરેલી છે. વળી ચૂર્ણકારથી વૃત્તિકાર કવચિત્ જુદી વ્યાખ્યા પણ કરે છે, છતાં પણ પ્રથમ શ્રતસ્કંધમાં ચાઈ અને વૃત્તિ પરસ્પર નિકટ દેખાય છે.
પરંતુ બીજા શ્રુતસ્કંધમાં આ ચિત્ર ઘણું બદલાઈ જાય છે. ચૂર્ણિ અને વૃત્તિ બંને સંક્ષિપ્ત છે. જે છે તેમાં પણ જેમ જેમ આગળ જઈએ તેમ ચૂણિકારને મળેલા પાઠથી વૃત્તિકારને મળેલો પાઠ થોડા-વધતા અંશે જુદો પડી જાય છે. બીજા શ્રુતસ્કંધના દસમા અધ્યયનથી પંદરમા અધ્યયન સુધી તો ચૂણિસંમત અને વૃત્તિસંમત પાઠો વચ્ચે ઘણું જ ઘણું અંતર જોવામાં આવે છે. ૧૧ મું અને ૧૨ મું અધ્યયન ચૂણિમાં આગળ-પાછળ છે એ વાત અમે જણાવી ગયા છીએ. ચૂણિ પ્રમાણે ૧૨ મું અધ્યયન સત્તિા ઘણું જ સંક્ષિપ્ત છે, અને “સાધુ તત વિતત આદિ વાદ્યો સાંભળવા ન જાય' એટલું જ તેનું તાત્પર્ય છે. ૧૧ મા વસત્તિમાં “વપ્ર આદિ વિવિધ સ્થાનોમાં રૂ૫ જોવાની દૃષ્ટિથી સાધુ ન જાય” એ જાતનું વિસ્તૃત વર્ણન ચૂર્ણિ પ્રમાણે છે. પરંતુ વૃત્તિકારે “તત વિતત આદિ વાવો અને વપ્ર આદિ (સ્થાનો) સાંભળવા ન જાય' એ રીતે બધાયનો ૧૧ મા કરિશ્ન અધ્યયનમાં સમાવેશ કર્યો છે અને અર્થઘટન પણ તે રીતે કર્યું છે. અમે આ બધી વાતો તે તે સ્થળે ટિપણમાં ચૂર્ણિના તથા વૃત્તિના પાઠો વિસ્તારથી આપીને સ્પષ્ટ કરેલી છે.
આચારાંગની ચૂલાઓમાં આચારનું વર્ણન છે અને પાંચમી ચૂલા નિશીથમાં તે તે આચારના ભંગને લગતાં પ્રાયશ્ચિત્તોનું વર્ણન છે, એટલે એ વાત તો નિશ્ચિત છે કે આચારાંગમાં વર્ણવેલા તે તે આચારોનો ઉલ્લેખ પ્રસંગવશાત નિશીથમાં પણ આવે જ. એ રીતે જોતાં દસમાથી ચૌદમા અધ્યયન સુધી એવાં અનેક અનેક સૂત્રો અને તેની વ્યાખ્યા આચારાંગચૂર્ણિમાં અને નિશીથ ચૂર્ણિમાં અમુક અંશે પરસ્પર સમાનપ્રાયઃ મળે છે, પરંતુ વૃત્તિસંમત સૂત્રો તેનાથી ઘણી જ વાર જુદો પડી જાય છે. ઉદાહરણ તરીકે—
जे भिक्खू विरूवरूवाणि महामहाणि तंजहा- बहुरयाणि बहुणडाणि बहुसढाणि बहुमिलक्खूणि રધુવંસવાડિયાદ છતિ આ પ્રમાણે નિશીથમાં સૂત્ર છે. આચારાંગચૂણિ પ્રમાણે પણ તે મિનરલૂ
"इह च प्रायः सूत्रादर्शेषु नानाविधानि सूत्राणि दृश्यन्ते, न च टीकासंवादी एकोऽप्यादर्शः समुपलब्धः । अत एकमादर्शमङ्गीकृत्यास्माभिर्विवरणं क्रियत इति, एतदवगम्य सूत्रविसंवादर्शनाच्चित्तव्यामोहो ન વિધેય તિ” –સૂત્રતાત્તિ પૃ. ૩૩૬. નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિ મહારાજ પણ પ્રતિઓની વિષમતાનો આ રીતે ઉલેખ કરે છે– "वाचनानामनेकत्वात् पुस्तकानामशुद्धितः। સૂત્રાણાતિમી મનમેલી ડુત્ર” – ચાનીવૃત્તિના પ્રારંભમાં. यस्य ग्रन्थवरस्य..." । 'कालादिदोषात् तथा दुर्लेखात् खिलतां गतस्य कुधियः कुर्वन्तु किं માદશાઃ -સમવાયશિત્તિના પ્રારંભમાં "अज्ञा वयं शास्त्रमिदं गभीरं प्रायोऽस्य कूटानि च पुस्तकानि । सूत्रं व्यवस्थाप्यमतो विमृश्य व्याख्यानજવિત પ નૈવ ”—-અન્નચ્ચારતના પ્રારંભમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org