Book Title: Adhyatmopnishat Prakaranam Savrutti
Author(s): Sheelchandrasuri, Trailokyamandanvijay
Publisher: Jain Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 8
________________ પણ, ક્યારેક, તારવવામાં આવેલો જોવા મળે છે. ક્ષયોપશમની મર્યાદા જ તેમાં કારણ હશે. આમ છતાં, તેમણે ગ્રંથનો સ્વાધ્યાય કરવા-કરાવવાનો ઉદ્યમ શુદ્ધ બુદ્ધિએ કર્યો તે માટે તેમને વંદન જ કરીશું. કોઈકે વળી પોતાના વિવરણમાં, પ્રસ્તુત કે અપ્રસ્તુત અને જરૂરી કે બિનજરૂરી, પણ જે – જ્યાંથી જડ્યાં તેવાં અવતરણો જ ઠાલવી દીધાં છે ! શબ્દનું કે કોઈ વાર વિષયનું સામ્ય અન્યત્ર જોવા મળે એટલે ત્યાંથી તે વાક્ય, પંક્તિ, પદ્ય ઉઠાવીને વિવરણમાં ગોઠવી દેવાય ! ભલે પછી તેનો મૂળ રચના સાથે સંદર્ભ કે સંબંધ ન મળતો હોય ! વિવરણનું કદ વધારવાનો આનાથી વધુ સારો ને સહેલો રસ્તો બીજો કયો હોઈ શકે ? પ્રસ્તુત વિવરણ, ઘણી બધી રીતે, એ બધાં વિવરણો કરતાં જુદું પડે છે. ઉપાધ્યાયજી મહારાજની ખ્યાતિ ન્યાયવિશારદ તરીકેની છે. અને તેમના ગ્રંથોમાં તર્ક અને ન્યાયની વાતો, યુક્તિઓનું હમેશાં પ્રાધાન્ય તથા પ્રાચુર્ય હોય છે; તેથી આ વિવરણ તર્કશાસ્ત્રના દૃષ્ટિકોણથી જ મહદંશે લખાયું છે. પરંતુ તેમ કરવામાં પણ શ્લોકોના અર્થનું સંકલન કે સંગતિ કરવાનું કામ ટીકાકારે સુપેરે કરી બતાવ્યું છે તે અભ્યાસુ જનો અવશ્ય જોઈ શકશે. વિજયનેમિસૂરિજી મહારાજે વીસમી સદીમાં જૈન મુનિઓમાં પ્રાચીન અને નવીન ન્યાયના ગ્રંથોના અધ્યયનની પ્રથાનો આરંભ કરાવેલો. પોતે ન્યાય ભણ્યા, પોતાના તમામ શિષ્યોને ન્યાય ભણાવ્યો; સાથે સાથે શ્રીહરિભદ્રસૂરિ, હેમચન્દ્રાચાર્ય અને યશોવિજયજીના ન્યાય-વ્યાકરણના અનેક ગ્રંથોનું અધ્યયન-સંપાદન-પ્રકાશન પણ તેમણે તથા તેમના શિષ્ય પરિવારે કર્યું. વીસમી સદીમાં આપણે ત્યાં ઠોસ, પદ્ધતિસરના શાસ્ત્રાભ્યાસનો પાયો, આમ, નેમિસૂરિ મહારાજે નાખી આપ્યો. તેમણે ઘણા ગ્રંથો રચ્યા, ટીકાગ્રંથો સજર્યા. તેમના શિષ્યોમાં પણ એ પ્રવૃત્તિ ચાલુ રહી. તેમણે રચેલ વિવિધ ટીકાગ્રંથો પૈકી એક ગ્રંથ તે આ - “અધ્યાત્મોપનિષદ્-વિવરણ”. કોઈ પણ કારણસર આ વિવરણ અધૂરું રહી ગયું છે. ત્રણ અધિકારોનું વિવરણ મળ્યું છે, ચોથો અધિકાર બાકી રહી ગયો છે. તે અધિકાર પર શબ્દાર્થ-વિવેચનાત્મક ટીકા લખીને પૂર્તિ કરી શકાય, પણ તેમ કરવું યોગ્ય નથી લાગ્યું. એટલે જેટલું વિવરણ ઉપલબ્ધ છે તેટલું જ અહીં પ્રગટ કરવામાં આવ્યું છે. આ વિવરણની વિશેષતાઓ વિશે કશું લખવું જરૂરી નથી લાગતું. વિવરણને જ બોલવા દેવું છે. મુનિ શ્રીરૈલોક્યમંડનવિજયજીની ગતિ ન્યાયના પદાર્થોમાં સારી છે. તેથી આ વિવરણના સંપાદનનું કાર્ય તેમને સોંપ્યું છે. આ દ્વારા તેમનો શાસ્ત્રબોધ વિશદ થાય છે, અને ગ્રંથકાર તથા વિવરણકાર મહાપુરુષો પ્રત્યેની ભક્તિ પણ સુદઢ થાય છે, તે મોટો લાભ છે. અસ્તુ. સં. ૨૦૭૧, આસો શુદિ-૨ વડોદરા -શીલચન્દ્રવિજય

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 118