Book Title: Adhyatmopnishat Prakaranam Savrutti
Author(s): Sheelchandrasuri, Trailokyamandanvijay
Publisher: Jain Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 6
________________ ‘ઉપનિષત્’ શબ્દ આવે એટલે સહેજે વેદ અને પુરાણ સાથે જોડાયેલા ઉપનિષદો યાદ આવી જાય. બૃહદારણ્યક, શ્વેતાશ્વતર, ઈશાવાસ્ય, કેટલા બધા ઉપનિષદો ! કેવું અદ્ભુત ભર્યું છે એમાં તત્ત્વજ્ઞાન ! કેટકેટલા ઋષિશ્રેષ્ઠોએ પોતાના તપોબળ દ્વારા જે મંત્રોનાં દર્શન કર્યાં હશે, તે મંત્રોનો, તે દર્શનનો શબ્દદેહ એટલે આ ઉપનિષદો ! આવાં આર્ષ દર્શન વગર જે ગ્રંથો લખાયા તે ગમે તેટલા પાંડિત્યપૂર્ણ હોય તોય તેને ઉપનિષદનો દરજ્જો નથી મળ્યો. ન જ મળે. ઉપનિષદનો એક માત્ર અનુબંધ આર્ય દર્શન સાથે છે. એવાં દર્શન થકી જે શબ્દો લાધ્યા તે મંત્ર ગણાયા, અને જે વાક્યો લાધ્યાં તે મહાવાક્ય કહેવાયાં. એ શબ્દોમાં અને વાક્યોમાં વૈરાગ્યનો, તત્ત્વજ્ઞાનનો, અધ્યાત્મનો અને ભારતીય સંસ્કૃતિનો અક્ષય ઝરો નિરંતર વહી રહ્યો છે. ઉપાધ્યાયજી મહારાજે પ્રસ્તુત ગ્રંથને ઉપનિષત્ શબ્દથી ઓળખાવ્યો છે ત્યારે સહેજે સમજાય છે કે આ ગ્રંથ, તેમના દ્વારા થયેલું સર્જન નથી, પણ તેમને લાધેલું આર્ષ દર્શન છે. યશોવિજયજી એક એવા પુરુષ છે કે એક શબ્દ પણ વણજોઈતો, બિનઉપયોગી, અનુચિત રીતે કદી પણ ન પ્રયોજે. શબ્દ એ તેમને મન કામધેનુ અને કલ્પતરુ છે. મંત્રરૂપ અને બ્રહ્મસ્વરૂપ છે. તેનો અયોગ્ય ઉપયોગ તેમને કદી ન પાલવે. 44 અને તેમણે ઠેર ઠેંર વેરેલા સંકેતો તો જુઓ ! ‘અસ્માસ્મા પરિલિતતત્ત્વોપનિષદ્રાં', ‘‘અનુભવ વાડત્ર સાક્ષી ન:”, “બ્રહ્મવિતાં વનસપિ, બ્રહ્મવિજ્ઞાસાનનુભવામ:”, “વર્શનપક્ષોઽયમમ્મામ્”, ઇત્યાદિ. આ સંકેતો અધ્યાત્મસારમાં વેરાયેલા ભલે હોય, પરંતુ તેનો તંતુ તો, અગાઉ સૂચવ્યું છે તેમ એક તરફ 'જ્ઞાનસાર સુધી, તો બીજી તરફ આ અધ્યાત્મોપનિષત્ સુધી સંધાયેલો જ છે. જૈન પરંપરામાં ઉપનિષત્સંજ્ઞા ધરાવતી ગ્રંથ-રચનાઓ લગભગ નથી. નિગમમતના આચાર્યોએ રચેલાં 'નિગમશાસ્ત્રો જો કે ઉપનિષદના નામે ઓળખાય છે ખરાં. પરંતુ આગમ-પરંપરામાં તે નિગમોનો ઝાઝો આદર થયો જણાતો નથી, અને તેથી તેમનો પ્રચાર પણ નથી. એ સંજોગોમાં આવા મહાપુરુષની આવી રચના એક અજોડ અને મહત્ત્વપૂર્ણ રચના બની રહે છે. જો કે તાજેતરમાં આપણે ત્યાં જથ્થાબંધ પ્રકરણો અથવા સંયોજનાત્મક ગ્રંથો છપાઈ ચૂક્યાં છે, જેને ‘ઉપનિષત્’ એવું નામ તેમના સંયોજકે-સંપાદકે આપેલ છે. પોતાની સામાન્ય અને આધુનિક રચનાઓને તથા સંકલનોને ‘ઉપનિષત્' જેવું ગંભીર નામ આપી દેવું, એ વાસ્તવમાં તો એક અપરાધ જ બની રહે. આ પ્રકારના શબ્દનો આવો યથેચ્છ તેમજ અનુચિત ઉપયોગ, એ શબ્દને છીછરો બનાવી મૂકે છે, અને તેના મૂળ પદાર્થ પ્રત્યે વિદ્વાનોના ચિત્તમાં વિચિત્ર વિકલ્પો પ્રેરે છે. ના, શબ્દ-પ્રયોગની છૂટનો આવો દુરુપયોગ ન થવો જોઈએ. આપણે ત્યાં એક મહત્ત્વપૂર્ણ સૂત્ર આવે છે : “ શઃ સમ્યક્ જ્ઞાત: સુપ્રયુ સ્વર્વો તો ચ ામધુન્ મતિ ।” આ સૂત્રને શબ્દસેવીઓએ હમેશાં યાદ રાખવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 118