Book Title: Adhyatmopnishat Prakaranam Savrutti Author(s): Sheelchandrasuri, Trailokyamandanvijay Publisher: Jain Granth Prakashan Samiti View full book textPage 4
________________ અધ્યાત્મોપનિષત્ : ઉપાધ્યાયજીનું આર્ષ દર્શન ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ, તેમણે રચેલા અદ્ભૂત ગ્રંથો થકી જગપ્રસિદ્ધ છે. એમના ગ્રંથો એ એમના ક્ષયોપશમનો, એમના સ્વાધ્યાયનો, એમની તાત્પર્યગ્રાહી દષ્ટિનો અને એમના અનુભવજ્ઞાનનો પરિપાક છે. શાસ્ત્રોના શબ્દોને એમણે જે કુશળતાથી ખોલ્યા છે; શબ્દોના અંતસ્તલમાં પ્રવેશીને તેના મર્મ જે રીતે પકડ્યા છે, તે અનન્ય છે. માઁદ્ધાટનની આવી ક્ષમતા બીજા કોઈને વરી હોય તેવું જાણ્યું નથી. ઓછામાં ઓછા શબ્દોમાં, વધુ ને વધુ તાત્પર્ય પકડવાનું અને પમાડવાનું તેમનું સામર્થ્ય, તેમને તેમના સમકાલીન શાસ્ત્રકારોમાં અગ્રસ્થાને બેસાડી આપે તેવું છે; તો તેમના પછીની સૈકાઓ પર્યત ચાલનારી પરંપરામાં છે, તેમને એક અને અદ્વિતીય પુરવાર કરી આપે છે. તેમના જ્ઞાનપૂત જીવનને ત્રણ તબક્કામાં જોઈ શકાય : ૧. જ્ઞાનાર્જન; ૨. શાસ્ત્રસર્જન; ૩. અનુભવના ગર્ભગૃહમાં પ્રવેશ અને પ્રતિષ્ઠા. * જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષત્, શ્રીપાલ-રાસનો ઉત્તરાર્ધ - આ અને આવા અન્ય ગ્રંથો, ઉપાધ્યાયજીની અનુંભવ-સાધનાના ફળરૂપે નીપજી આવેલા ગ્રંથો છે. તર્ક – અકાટ્ય અને હૃદયસોંસરવા ઊતરી જાય તેવા તર્ક એ એમનું અમોઘ અને આકરું શસ્ત્ર હોવા છતાં, આ બધાં સર્જનોમાં તે તર્ક અત્યંત સહજ, સૌમ્ય અને હૃદયંગમ આકાર લઈને અવતર્યો છે. આ તર્ક સ્પર્શે છે, પણ વાગતો નથી. અનુભવની સાધનાનું આથી મોટું કે વધુ પ્રમાણ કર્યું હોય? અનુભવજ્ઞાનના યોગે તેમની ભાષા વધુ પ્રાંજલ બની છે, વધુ પ્રસાદ-મધુર બની છે. કઠિન વાતને પણ એકદમ સરળ-સુગમ શૈલીમાં અને ઓછામાં ઓછા શબ્દોમાં તેઓ મૂકી આપે છે. તેમની અભિવ્યક્તિનું માધ્યમ બનેલા છંદો તો અનેકાનેક છે, પરંતુ અનુષ્ટ્ર, છંદ એ જાણે કે તેમને વર્યો છે ! ફળ્યો છે ! સિદ્ધ થયો જણાય છે ! અહીં જેનાં નામ નોંધ્યાં છે તે ત્રણે ગ્રંથો જુઓ; તેમાં મોટા ભાગે અનુરુપુનો જ ઉપયોગ તેમણે કર્યો છે. ૩ર અક્ષરના આ છંદમાં તેઓ શાસ્ત્રોના ગહન અને કઠિન પદાર્થોને કેટલા બધા લાઘવ સાથે અને પાછા એક ધડાકે જ હૃદયમાં ઊતરી જાય તેવી રીતે રજૂ કરે છે ! તો તેમણે આપેલી વિવિધ તત્ત્વોની વ્યાખ્યાઓ કેટલી સુસ્પષ્ટ હોય છે ! એમ લાગે કે આ વ્યાખ્યા જ આખરી વ્યાખ્યા છે, યથાર્થ વ્યાખ્યા છે; આનાથી વધુ સારી વ્યાખ્યા કોઈ આપી ન શકે; કે આ વ્યાખ્યામાં કોઈ સુધારો કે ફેરફાર દાખવી ન શકે. એકબે ઉદાહરણો જોઈએ: गतमोहाधिकाराणा-मात्मानमधिकृत्य या । प्रवर्तते क्रिया शुद्धा, तदध्यात्म जगुजिनाः ॥Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 118