Book Title: Adhyatmaop Nishad Author(s): Vikramsenvijay Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan View full book textPage 9
________________ ઉપનિષદ્ ટીકાને ઉલ્લસિતું વદને આવકાર... ઉપનિષત્કારનો સંક્ષિપ્ત પરિચય શાસન શણગાર, સ્વનામધન્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજનું ત્રિશાબ્દિ વર્ષ (વિ.સં. ૧૭૪૩-૨૦૪૩) નજીકમાં આવે છે તેવા સુઅવસરે તેઓશ્રીએ રટેલા અધ્યાત્મોપનિષદ્ નામના ગ્રંથને સટીક ગ્રંથને આવકારતાં હર્ષનો અનુભવ થઈ રહ્યો છે. અદ્યાવધિ આ ગ્રંથ ઉપર ટીકારચવા દ્વારા પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના જીવનનો વિચાર કરતાં ઘણીવાર આ પ્રશ્ન થતો કે - તેઓશ્રીને નાની જ વયથી જ્ઞાનનો ક્ષયોપશમ તો અદ્ભુત-અસાધારણ હતો જ અને વળી પૂજ્યપાદ ગુરુમહારાજ શ્રી પં. શ્રી નવિજયજી મહારાજનો અનુગ્રહ હતો અને તેમાં કાશીદેશવારાણસી નગરીના પરિસરમાં વહેતી પરમપાવની ભાગીરથી-ગંગાનદીના કાંઠે ભગવતી શારદાદેવી પ્રસન્ન થયાં અને તેઓએ ‘તર્ક કાવ્યનો અભિરામ વર’ આપ્યો. ત્રણ વર્ષ કાશી અને ચાર વર્ષ આગ્રા રહીને નવ્યન્યાયના દિગગજ વિદ્વાન બન્યા. મહાન તાર્કિક અને મહાન કવિ બન્યા-એ તો સમજાય છે. પણ તેઓ આવા મહા આધ્યાત્મિક ક્યારથી બન્યા ? તેઓશ્રીનો આ વળાંક ક્યારે ? ક્યાંથી આવ્યો ? એ પ્રશ્નોના ઉત્તર મેળવવા તેઓશ્રીનું જીવન વૃત (જેટલું પણ મળે છે તે) અને ગ્રંથોના અંતે આવતી પ્રશસ્તિ વગેરે બારીક નજરે જોઈએ તો તેથી કાંઈક આવું તારણ નીકળે છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 178