________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહા૨માં ઉપયોગ વખતે પણ ધર્મીને સમ્યક્ત્વધારા ચાલુ છે, તે વખતેય ઉપયોગ ને રાગ ભિન્ન છે
卐
แ
“વળી એ સમ્યગ્દષ્ટિના પરિણામમાં (એ જ્ઞાન) સવિકલ્પ તથા નિર્વિકલ્પરૂપ થઈ બે પ્રકારે પ્રવર્તે છે. ત્યાં જે વિષય-કષાયાદિરૂપ વા પૂજા-દાન-શાસ્ત્રાભ્યાસાદિરૂપ પ્રવર્તે છે તે સવિકલ્પરૂપ જાણવું.'
,,
(પૃ. ૩૪૪)
સૌથી પહેલાં જ્યારે આત્માનુભવ સહિત સમ્યગ્દર્શન પ્રગટે ત્યારે તો નિર્વિકલ્પદશા જ હોય છે, જ્ઞાનનો ઉપયોગ અંતરમાં થંભી ગયો હોય છે. પણ એવી નિર્વિકલ્પદશા લાંબોકાળ ટકતી નથી, એટલે સવિકલ્પદશા આવે છે. આ રીતે સમ્યગ્દષ્ટિના પરિણામ નિર્વિકલ્પ અને સવિકલ્પ એમ બંને દશારૂપ થઈને પ્રવર્તે છે. ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પ અનુભવ ન થાય–એવું નથી; તેમજ સમ્યગ્દર્શન થયા પછી વિકલ્પ અને રાગ ન જ હોય–એમ પણ નથી. સમ્યગ્દષ્ટિ-ગૃહસ્થને પણ કોઈકોઈ વાર નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. તેમજ ચોથા-પાંચમા ગુણસ્થાને તેને ભૂમિકાઅનુસાર વિષય-કષાયાદિના અશુભ તથા પૂજા-દાન-શાસ્ત્રસ્વાધ્યાય-ધર્માત્માની સેવા-સાધર્મીનો પ્રેમ-તીર્થયાત્રા વગેરેના શુભપરિણામ પણ આવે છે. એના અશુભપરિણામ ઘણા મંદ પડી ગયા હોય છે, વિષયકષાયોનો પ્રેમ અંતરમાંથી ઊડી ગયો હોય છે, અશુભ વખતેય નકાદિ હલકી ગતિનાં આયુષનું બંધન તો તેને થતું જ નથી. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે ઉત્સાહ– ભક્તિ, શાસ્ત્ર પ્રત્યે ભક્તિ, તેનો અભ્યાસ વગેરે શુભપરિણામ વિશેષપણે હોય છે, પરંતુ એનું અંતર તો એ શુભથીયે ઉદાસ છે. એના અંતરમાં તો એક શુદ્ધઆત્મા જ વસ્યો છે.
જ્ઞાનની સાથે વિકલ્પ વર્તે છે એટલે એમ કહ્યું કે જ્ઞાન સવિકલ્પરૂપ થઈને વર્તે છે; પરંતુ ખરેખર કાંઈ જ્ઞાન પોતે વિકલ્પરૂપ થતું નથી. જ્ઞાન તો જ્ઞાનરૂપે જ વર્તે છે, વિકલ્પથી જુદું જ વર્તે છે. જ્ઞાન અને વિકલ્પ એ બંનેનું ભેદજ્ઞાન ધર્મીને સવિકલ્પદશા વખતેય વર્તી રહ્યું છે. પણ એ ભૂમિકામાં
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk