Book Title: Adhyatma Sandesh
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 244
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦ : અધ્યાત્મ-સંદેશ વિપરીત ઉપદેશ રુચે નહિ, શ્રોતા થઈને તે એવો ઉપદેશ સ્વીકારે નહિ. અજ્ઞાની વક્તાએ ખોટો ઉપદેશ આપ્યો માટે શ્રોતાને ખોટું જ્ઞાન થયું–એમ નથી. શ્રોતાનું ઉપાદાન એવું અશુદ્ધ હતું તેથી તેને એવો ઉપદેશ બેઠો. નિમિત્ત ને ઉપાદાન બંને સ્વતંત્ર, અસહાયી છે, કોઈ કોઈને આધીન નથી–એ સિદ્ધાંત પહેલેથી કહેતા આવ્યા છીએ તે સર્વત્ર લાગુ પાડવો. કોઈવાર અજ્ઞાની શાસ્ત્રઅનુસાર પણ ઉપદેશ આપતો હોય ને અજ્ઞાની સાંભળતો હોય, પણ સ્વાનુભવનું ખરું રહસ્ય તેમાં આવે નહિ, ને મોક્ષમાર્ગનો પ્રસંગ ત્યાં બન્ને નહિ, કેમકે ઉપાદાન અને નિમિત્ત બંને અશુદ્ધ છે, બંને અજ્ઞાની છે. (૨) હવે કોઈવાર એવું પણ બને કે વક્તા તો અજ્ઞાની હોય ને શ્રોતા જ્ઞાની હોય. ત્યાં નિમિત્ત અશુદ્ધ છે ને ઉપાદાન શુદ્ધ છે. જાઓ, નિમિત્ત અશુદ્ધ છે પણ તે કાંઈ ઉપાદાનને અશુદ્ધતા નથી કરતું. બંને સ્વતંત્રપણે પોતપોતાના ભાવમાં પરિણમતા હોય. જ્ઞાની કાંઈ જ્યાંત્યાં અજ્ઞાનીના ઉપદેશ સાંભળવા જાય નહિ; પણ કોઈ મુનિ વગેરે હોય, બહા૨નો વ્યવહાર ચોખ્ખો હોય ને શાસ્ત્રઅનુસાર પ્રરુપણા કરતા હોય, અંદર કોઈ સૂક્ષ્મ મિથ્યાત્વનો પ્રકાર તેમને ૨હી ગયો હોય, કદાચ બીજાને તેનો ખ્યાલ ન પણ આવે; ને જ્ઞાની તે મુનિની સભામાં બેસીને સાંભળતા હોય, વંદનાદિ વ્યવહાર પણ કરતા હોય; ત્યાં વક્તા અજ્ઞાની છે ને શ્રોતા જ્ઞાની છે. શાસ્ત્રઅનુસાર શુદ્ધાત્માના અનુભવ વગેરેનું કથન કરતા હોય પણ પોતાને તેવો સ્વાનુભવ ન હોય, ને શ્રોતામાં કોઈ જ્ઞાની હોય તેને એવો સ્વાનુભવ થઈ ગયો હોય. શાસ્ત્રઅનુસાર પ્રરુપણા હોય તે જ્ઞાની સાંભળે, પણ શાસ્ત્રવિરુદ્ધ પ્રરુપણા હોય તે જ્ઞાની શ્રોતાપણે સાંભળે નહિ, તેનો નકાર કરે. રાગને જે મોક્ષમાર્ગ મનાવે, પરાશ્રયે ધર્મ મનાવે, આત્માનું ૫૨માં કર્તૃત્વ મનાવે, દેહની જડક્રિયાથી ધર્મ મનાવેએવી સીધેસીધી વિપરીત પ્રરુપણા કોઈ અજ્ઞાની કરતા હોય ને તે સાંભળવાનો કદાચ પ્રસંગ આવી જાય, તો જ્ઞાની શ્રોતા તે વાત સ્વીકારે નહિ. આમાં ઉપાદાન શુદ્ધ છે ને નિમિત્ત અશુદ્ધ છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે જે શ્રોતા જ્ઞાની છે તે શ્રોતાને ધર્મ પામતી વખતે કોઈ બીજા જ્ઞાની પાસેથી દેશનાલબ્ધિ થઈ ગયેલી છે, એટલે જેમની પાસેથી દેશનાલબ્ધિ થઈ છે તે જ ધર્મનું નિમિત્ત છે. અજ્ઞાનીના ઉપદેશથી કોઈ જીવ દેશનાલબ્ધિ પામી જાય એમ બનતું નથી. ધર્મ પામનારે એકવાર તો જ્ઞાની પાસેથી દેશના સાંભળી જ હોય-એવી અનાદિપરંપરા છે. હા, એમ બને કે અજ્ઞાનીનો ઉપદેશ સાંભળતી વખતે પૂર્વે થયેલી દેશના Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246