Book Title: Adhyatma Sandesh
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 236
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગનું સ્વરૂપ મોક્ષ તરફ જતી જ્ઞાનધારા ને ચારિત્રધારા / / “વળી સાંભળ! જ્યાં મોક્ષમાર્ગ સાધ્યો ત્યાં કહ્યું કે સચવર્શન–જ્ઞાનવારિત્રાણિ મોક્ષના:' તથા એમ પણ કહ્યું કેજ્ઞાનશિયાખ્યાન મો:' તે સંબંધી વિચાર-ચોથા ગુણસ્થાનથી માંડીને ચૌદમા ગુણસ્થાન સુધી મોક્ષમાર્ગ કહ્યો. તેનું વિવરણઃ સમ્યકરૂપ જ્ઞાનધારા ને વિશુદ્ધરૂપ ચારિત્રધારા એ બંને ધારા મોક્ષમાર્ગ તરફ ચાલી; ત્યાં જ્ઞાન વડે જ્ઞાનની શુદ્ધતા ને ક્રિયા વડે ક્રિયાની (-ચારિત્રની) શુદ્ધતા થવા લાગી. જો વિશુદ્ધતામાં શુદ્ધતા છે તો યથાખ્યાતરૂપ થાય છે. જો વિશુદ્ધતામાં શુદ્ધતા ન હોત તો કેવળીને વિષે જ્ઞાનગુણ શુદ્ધ હોત ને ક્રિયા અશુદ્ધ રહેત, પણ એમ તો હોતું નથી. તેમાં શુદ્ધતા હતી તેનાથી વિશુદ્ધતા થઈ. અહીં કોઈ કહે કે જ્ઞાનની શુદ્ધતા વડે ક્રિયા શુદ્ધ થઈ; પણ એમ નથી. કોઈ ગુણ અન્યગુણના સહારે નથી, સર્વે અસહાયરૂપ છે. વળી જો ક્રિયાપદ્ધત્તિ સર્વથા અશુદ્ધ હોત તો અશુદ્ધતાની એટલી શક્તિ નથી કે જે મોક્ષમાર્ગ તરફ ચાલે. માટે વિશુદ્ધતામાં યથાખ્યાતનો અંશ છે તેથી તે અંશ ક્રમેક્રમે પૂર્ણ થયો.” મોક્ષમાર્ગ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. મોક્ષમાર્ગ શું છે? ‘સ ર્જનજ્ઞાનવારિત્રાળ મોક્ષમા :' એ પ્રસિદ્ધ સૂત્ર છે; જ્યાં ‘જ્ઞાનશિયાભ્યામ્ મોક્ષ:' કહ્યું તેમાં પણ સમ્યજ્ઞાનના પેટામાં સમ્યગ્દર્શન આવી જ ગયું, કેમકે સમ્યગ્દર્શન વગર કદી સમ્યજ્ઞાન હોતું નથી, બંને સાથે જ છે, અને ક્રિયા કહેતાં સમ્મચારિત્ર આવ્યું; એ રીતે “જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ: ”માં પણ “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ:' આવી જાય છે. પ્રશ્નઃ- બંધનાં કારણ પાંચ કહ્યાં છે-મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય ને યોગ; તેથી મોક્ષના કારણમાં એ પાંચનો અભાવ આવવો જોઈએ, -તે કઈ રીતે છે? Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246