Book Title: Adhyatma Sandesh
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 239
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૨૧૫ સમ્યકપણે વિકસીત થઈને જ્યારે કેવળજ્ઞાન તરફ ચાલ્યું ત્યારે તેની સાથે ચારિત્રનો અંશ પણ શુદ્ધ થઈને યથાખ્યાત તરફ ચાલ્યો. આમ બંને ગુણની ધારા મોક્ષમાર્ગમાં એક સાથે છે; છતાં જ્ઞાનને કારણે જ્ઞાન છે ને ચારિત્રને કારણે ચારિત્ર છે. -બંનેના ઉપાદાન સ્વતંત્ર છે. પ્રશ્ન - પર્યાયની શુદ્ધતા તો ગુણની શક્તિમાંથી આવશે ! પછી ઉઘાડમાં ને કષાયની મંદતામાં ગર્ભિતશુદ્ધતા કહેવાનું શું પ્રયોજન છે? કાંઈ એમાંથી તો શુદ્ધતા આવતી નથી. ઉત્તરઃ- ગુણ પરિણમીને શુદ્ધતા આવે છે એ તો બરાબર છે; અહીં પર્યાયની ધારાનો પ્રવાહ બતાવવો છે. જો પર્યાયમાં અશુભનો તીવ્ર સંકલેશ ટળીને શુભ જેટલી વિશુદ્ધતા ન થાય તો મોક્ષમાર્ગની શુદ્ધતા કય થી થશે? નિગોદપર્યાયમાંથી નીકળીને સિદ્ધપર્યાય તરફ પ્રવાહ ચાલ્યો, તો તે પ્રવાહમાં સંકલેશ ટળીને મંદતારૂપ વિશુદ્ધિ આવે છે, પછી ગ્રંથિભેદ વડે મોક્ષમાર્ગ આવે છે ને પછી કેવળજ્ઞાન થાય છે. આ રીતે શુદ્ધતાની તૈયારીવાળા જીવન પર્યાયમાં પરિણમનની ધારા કેવી હોય, તે બતાવ્યું છે. ગ્રંથિભેદ થતાં જ્યાં મોક્ષમાર્ગ શરૂ થયો ત્યાં જ્ઞાન ને ચારિત્ર બંનેની ધારા શુદ્ધ થતી જાય છે. જ્ઞાનની જ વૃદ્ધિ થતી જાય ને ચારિત્રની શુદ્ધતા ન વધે એમ નથી. ગુણસ્થાનઅનુસાર જ્ઞાન ને ચારિત્ર બંનેની શુદ્ધિ વધતી જ જાય છે. જ્ઞાન ને ચારિત્ર ભલે એકબીજાના આશ્રયે નથી પણ જેમ જેમ મોક્ષમાર્ગ વધતો જાય છે તેમ તેમ બંનેની શુદ્ધતાની ધારા પણ વધતી જાય છે. જો એમ ન હોય તો તેમાં ગુણસ્થાનવર્તી જીવને જ્ઞાન તો પૂરું થઈ જાય ને ચારિત્ર અશુદ્ધ રહી જાય-એવું બને. –પણ એમ બનતું નથી. અહીં કેવળજ્ઞાનીનું દૃષ્ટાંત છે, તેમ ચોથા ગુણસ્થાનથી જ્યાં મોક્ષમાર્ગ શરૂ થયો ત્યાં સમ્યજ્ઞાનની સાથે સ્વરૂપાચરણચારિત્ર પણ ભેગું જ છે. ગુણભેદ હોવા છતાં, મોક્ષમાર્ગ શરૂ થતાં બધાય ગુણોમાં શુદ્ધતાની પરિણમનધારા શરૂ થઈ જાય છે-એમ સમજવું. (-સર્વગુણાંશ તે સમ્યકત્વ.) ત્યાર પહેલાં પણ જેમ જ્ઞાનમાં જાણપણું ઊઘડયું તેમ ચારિત્રમાં કષાયની મંદતારૂપ વિશુદ્ધિ ઊઘડી. વિચારદશા જાગે ત્યાં કષાયની મંદતા તથા વૈરાગ્ય પરિણામ પણ ભેગા હોય જ. ત્યાર પછી ગ્રંથિભેદ થતાં બંને ગુણોની ધારા મોક્ષમાર્ગ તરફ ચાલે. ચારિત્ર ને જ્ઞાન પૂર્ણ થતાં તે સંબંધી જે પૂર્ણ નિર્જરા થઈ જાય છે તેની શરૂઆત તો પહેલેથી ( જ્યારથી જ્ઞાનનો ઉઘાડ તત્ત્વવિચાર જેટલો થયો ને ચારિત્રમાં સંકલેશમાંથી વિશુદ્ધતા થઈ ત્યારથી) જ થઈ ગઈ છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246