________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ : અધ્યાત્મ-સંદેશ ચોથા ગુણસ્થાને સ્ત્રીપુત્રાદિવાળા શ્રાવકને, અરે ! આઠ વર્ષની બાલિકાને કે તીર્યને પણ એ નિર્વિકલ્પ દશા વખતે બુદ્ધિપૂર્વકના બધા રાગદ્વેષ છૂટી ગયા હોય છે, માત્ર ચૈતન્યગોળો-આનંદના સાગરથી ઉલ્લસતોદેહથી ભિન્ન અનુભવાય છે. એટલે આવા ધ્યાન વખતે તો શ્રાવકને પણ મુનિસમાન ગણ્યો છે. એ ધ્યાનમાં જ્ઞાનાદિની નિર્મળતા પણ વધતી જાય છે, પરિણામની સ્થિરતા પણ વધતી જાય છે.
જ્ઞાની સંસારમાં ગૃહસ્થપણામાં રહ્યા હોય, રાગ-દ્વેષ-ક્રોધાદિ કલેશપરિણામ અમુક થતા હોય, પણ એને એની લાળ લંબાતી નથી; સંસારના ગમે તેવા કલેશપ્રસંગો કે પ્રતિકૂળતાના પ્રસંગો આવે, પણ જ્યાં ચૈતન્યના ધ્યાનની સ્કૂરણા થઈ ત્યાં તે બધાય કલેશ કયાંય ભાગી જાય છે; ગમે તેવા પ્રસંગમાંય એના શ્રદ્ધા-જ્ઞાન ઘેરાઈ જતા નથી, જ્યાં ચિદાનંદ-હંસલાનું સ્મરણ કર્યું ત્યાં જ દુનિયાના બધા કલેશો દૂર ભાગી જાય છે, તો એ ચૈતન્યના અનુભવમાં તો કલેશ કેવો? એમાં તો એકલો આનંદ છે... એકલી આનંદની જ ધારા વહે છે. માટે કહે છે કે અરે જીવો ! આ ચૈતન્યસ્વરૂપના ચિંતનમાં કલેશ તો જરા પણ નથી ને તેનું ફળ મહાન છે, મહાન સુખની તેના ચિંતનમાં પ્રાપ્તિ થાય છે, તો એને કેમ ધ્યાનમાં ચિંતવતા નથી? ને કેમ બહાર જ ઉપયોગને ભમાવો છો ? જ્ઞાનીને બીજું બધું ભલે દેખાય પણ અંદર ચૈતન્યની જડીબુટ્ટી હાથમાં રાખી છે, સંસારના ઝેરને ઉતારી નાખનારી આ જડીબુટ્ટી છે; એ જડીબુટ્ટી સુંઘતાં સંસારના એના થાક ક્ષણભરમાં ઊતરી જાય છે.
જીવે શુદ્ધાત્માના ચિતનનો અભ્યાસ કરવો જોઈએ. જેને ચૈતન્યના સ્વાનુભવનો રંગ લાગે એને સંસારનો રંગ ઊતરી જાય. ભાઈ, તું અશુભ ને શુભ બંનેથી દૂર થા ત્યારે શુદ્ધાત્માનું ચિંતન થશે. જેને હુજી પાપના તીવ્ર કષાયોથી પણ નિવૃત્તિ નથી, દેવ-ગુરુની ભક્તિ, બહુમાન, સાધર્મીઓનો પ્રેમ વગેરે અત્યંત મંદ કષાયની ભૂમિકામાં પણ જે નથી આવ્યો, તે અકષાય ચૈતન્યનું નિર્વિકલ્પ ધ્યાન કયાંથી કરશે? પહેલાં બધાય કષાયનો (શુભ-અશુભનો) રંગ અંદરથી ઊડી જાય. જ્યાં એનો રંગ ઊડી જાય ત્યાં એની અત્યંત મંદતા તો સહેજે થઈ જ જાય, ને પછી ચૈતન્યનો રંગ ચડતાં તેની અનુભૂતિ પ્રગટે. બાકી પરિણામને એકદમ શાંત કર્યા વગર એમને એમ અનુભવ કરવા માંગે તો થાય નહીં. અહા, અનુભવી જીવની અંદરની દશા કોઈ ઓર હોય છે!
[ હવે, સ્વાનુભવને નિર્વિકલ્પ કહ્યો તે સંબંધી પ્રશ્ન-ઉત્તર વડે સ્પષ્ટતા કરે છે.]
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk