________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકો : ૧૧૧ (-કર્મસંયોગ અને વિકાર વગરના આત્મસ્વભાવનું) અવલંબન કરે છે તે શુદ્ધતા પામીને સિદ્ધ થાય છે; તેને વ્યવહાર રહેતો નથી, તે વ્યવહારાતીત થઈ જાય છે. અજ્ઞાની વ્યવહાર-વ્યવહાર કરે છે, પણ ભાઈ ! તારો તો જે વ્યવહાર છે તે પણ અશુદ્ધ છે, તો તે અશુદ્ધતામાંથી શુદ્ધતા તને કયાંથી મળશે? અને જેને શુદ્ધવ્યવહાર છે તે તો વ્યવહારના અવલંબનમાં અટકતા નથી, તેની પરિણતિ તો શુદ્ધ સ્વભાવ તરફ ઝૂકેલી હોય છે; શુદ્ધસ્વભાવ તરફ ઝૂકેલી પરિણતિને જ અહીં શુદ્ધવ્યવહાર કહ્યો છે. એવો શુદ્ધવ્યવહાર અજ્ઞાનીને હોતો નથી.
- હવે તે ત્રણ અવસ્થાનું વિવરણ લખીએ છીએ, અર્થાત્ અશુદ્ધ, મિશ્ર ને શુદ્ધ એવા જે ત્રણ પ્રકાર કહ્યા તેમાંથી ક્યો પ્રકાર કયા જીવને હોય છે તે હવે બતાવે છે
* “જ્યાંસુધી મિથ્યાત્વઅવસ્થા છે ત્યાં સુધી
અશુદ્ધનિશ્ચયાત્મકદ્રવ્ય અશુદ્ધવ્યવહારી છે. * સમ્યકષ્ટિ થતાંવેંત ચોથા ગુણસ્થાનથી માંડીને બારમા
ગુણસ્થાન સુધી મિશ્રનિશ્ચયાત્મકજીવદ્રવ્ય મિશ્રવ્યવહારી છે. * અને કેવળજ્ઞાની શુદ્ધનિશ્ચયાત્મક શુદ્ધવ્યવહારી છે.”
અજ્ઞાની જીવ પોતાના આત્માનો શુદ્ધસ્વભાવ ભૂલીને, રાગાદિ અશુદ્ધતારૂપે જ પોતાને માનતો થકો, અશુદ્ધતારૂપે જ પરિણમે છે તેથી તેના દ્રવ્યને “અશુદ્ધનિશ્ચયાત્મકદ્રવ્ય ' કહ્યું. જો કે અશુદ્ધતા તો ક્ષણિકપર્યાય છે પણ તેના સહકારથી દ્રવ્યને અશુદ્ધ કહ્યું; અને તે જ જીવ માટે જ્યારે શુદ્ધપરિણતિરૂપે પરિણમશે ત્યારે શુદ્ધપરિણતિના સહકારથી તે જ દ્રવ્યને “શુદ્ધનિશ્ચયાત્મકદ્રવ્ય” કહેશે. અશુદ્ધપર્યાય વખતે પણ શુદ્ધદ્રવ્યસ્વભાવ તો વિદ્યમાન છે પણ અજ્ઞાનીને તેની ખબર નથી; જો તે સ્વભાવની ખબર પડે તો તેને એકલું અશુદ્ધ પરિણમન રહે નહિ, તે સાધક થઈ જાય.
સાધકના આત્માને “મિશ્રનિશ્ચયાત્મકદ્રવ્ય' કહ્યું છે. સમ્યગ્દષ્ટિ સાધકને શુદ્ધદ્રવ્યનું ભાન થયું છે, તેની પરિણતિ કેટલીક શુદ્ધતારૂપ પરિણમી છે તથા કેટલીક અશુદ્ધતારૂપે પણ પરિણમે છે, એ રીતે તેને શુદ્ધ-અશુદ્ધરૂપ મિશ્રપરિણતિ છે; અને એવી મિશ્રપરિણતિના સહકારથી તે દ્રવ્યને (ચોથાથી બારમા ગુણસ્થાન સુધી) “મિશ્રનિશ્ચયાત્મકદ્રવ્ય' કહીએ છીએ. તે પ્રકારની પરિણતિરૂપે દ્રવ્ય પોતે પરિણમ્યું છે તેથી તે પરિણતિના સહકારથી દ્રવ્યને પણ તેવું કહ્યું.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk