________________
(૬) દિવ્ય પ્રભાવથી જે યુક્ત છે, અલૌકિક તેજના પંજ સમાન, તથા અલૌકિક લબ્ધિઓના સ્વામી એવા ગૌતમ પ્રભુને મારા નમસ્કાર હશે.
ચતુર્દાનધરં શુદ્ધ, વિદ્યાચરણપારગમ્ | ધારકં સર્વપૂર્વસ્થ, વળે તે ગૌતમં પ્રભુમ્ ળા
(૭) ચાર પ્રકારના શુદ્ધ જ્ઞાનના ધરણહાર, વિધા અને ચારિત્રમાં પારંગત તથા ચૌદ પૂર્વ ધારી એવા ગૌતમ પ્રભુને મારા વંદન હજો.
શબ્દાત્ કામધેનુત્વ, તકારાત્ તતુલ્યતા ! મકારાત્મણિસામ્ય ચ, ઝાયતે ગૌતમપ્રભ: ૮
(૮) “ગૌ-ત-મ” શબ્દ ત્રણ અક્ષરનો બનેલો છે તેમાં પ્રથમ “ગ” “” અક્ષર આપ કામધેનુ સમાન છે, તેમ સૂચવે છે. “ત' અક્ષર મનવાંછિત ફળ આપનાર તર (કલ્પતરૂ) સમાન છે, તેમ સૂચવે છે. ત્રીજો “મ” અક્ષર આપ ચિંતવેલું આપે તે મણી (ચિતામણી) સમાન છે તેમ સૂચવે છે કે ગૌતમ પ્રભુ ! આપના ત્રણ અક્ષરના (ગૌતમ) આ નાનકડા ગામમાં કેટલું સામર્થ્ય સમાએલું છે!
કામધેનુ સમો લોકે, સર્વસિદ્ધિપ્રદસ્તથા ! કલ્પવૃક્ષસમો વાછા, પૂરણે ચિતિત મણિઃ પા
(૯) લોકને વિષે આપ કામધેનુ સમાન છે, વથા સર્વ પ્રકારની રિદ્ધિના દાતાર છે, આપ મનવાંછિત ઈરછાઓ પરિપૂર્ણ કરનાર કલ્પવૃક્ષ સમાન છે, તથા આપ ચિંતવેલું આપનાર ચિંતામણીરત્ન સમાન છે, એવા છે ગૌતમ પ્રભુ! આપને મારા નમસ્કાર હશે.
અભુત નવસ્મરણ
૬૫