________________
૭.
કશ્ચિદેકે જનસ્તત્ર, ભીત્યાયાતો નૃપાનિતકે ! ઉવાચ કરણસિન્હો ! ત્રાયસ્થ શરણાગતમ્ ૧૬
(૧૬) ડૂબતો તરણું પકડે તેમ જ્યારે બચવાને કોઈ ઉપાય ન રહ્યો, તે સમયે કોઈ એક નગરજન ભયભીત સ્વરૂપે વિશ્વસેન મહારાજા પાસે આવીને કરગરવા માંડયું, “હે કરૂણાના સાગર ! આપને શરણે આવ્યો છું. આ તાંડવમાંથી બચાવે.” એમ કહી આંખમાં ચોધાર આંસુ સાથે વીતેલી કરૂણ ઘટનાઓ મહારાજા સમક્ષ રજુ કરી.
દેશવાર્તાહરાસ્તત્ર, તદેવ સમુપાગતાઃ | ઊચુર્નાન્તિકે સર્વે, દેશવિપ્લવદુર્દશામ્ ૧ળા સર્વત્ર ચ મહામારી, મહાદુષ્ટ પિશાચિની ! નિપાત્ય દુઃખગતે ચ, જનાનું ભક્ષતિ સર્વતઃ ૧૮.
(૧૭-૧૮) ચારે તરફ જ્યારે પ્રલયનાં તાંડવથી અંધાધૂંધી વ્યાપી ગઈ હતી, તે સમયે દેશ દેશના રાજદૂતો એકી શ્વાસે મહારાજા વિશ્વસેન સમક્ષ દોડી આવ્યા, અને રાજાને દેશવ્યાપી વિપ્લવની દુર્દશાની કહાણીને તાદશ્ય ચિતાર આપવા માંડશે.
મહારાજા ! ચારે તરફ આ પ્રલયના તાંડવ તો મચી રહ્યાં છે, તે હજી ઓછું હોય તેમ પિશાચિની સ્વરૂપ, મહા દુષ્ટા એવી મહામારી–મરકીને રોગચાળો ચારે તરફ ફેલાઈ રહ્યો છે. પ્રજાજને દુઃખની ઉંડી ખીણમાં ધકેલાઈ રહ્યાં છે. મરકીએ સાક્ષાત્ કાળદેવીરાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું છે, અને માનવીઓને કળીએ કરી રહી છે. મરકી આજે માનવભક્ષી બની ચુકી છે.”
એન્નિશમ્ય વચન, ભૂપતિર્જનવત્સલઃ | વિશ્વસેનઃ ઉપસિબ્ધ, પ્રતિજ્ઞામકરોત્તદા ૧૯ (૧૯) પ્રજાજનોને પિતાના પ્રાણ સમ વહાલા ગણતા એવા,
અભુત નવસ્મરણ
૯૯