________________
(૩) ...જ્યાં આપ બિરાજે છે, જ્યાં જ્યાં પંક્તિઓમાં આપનું નામ લખાએલું છે ત્યાં ત્યાં આધિ વ્યાધિ કોઈ કાળે રહી શકતાં નથી.
ઉપાધયક્ષ સપિ, શેકશ્ચિન્તા દરિદ્રતા | ઉપસર્ગી પ્રહાચવ, પ્રશાખ્યાન્ત ન સ શય: ૪
(૪) તે ઉપરાંત સર્વ પ્રકારની ઉપાધીઓ, શોક, ચિન્તા, દરિદ્રતા, આવી પડેલા ઉપસર્ગો તથા પનોતી કે તેવી કોઈ પણ પ્રકારની ગ્રહદશા, વિગેરે હે ઘંટાકર્ણ ! મહાવીરજી આપના પ્રભાવથી શમી જાય છે તેમાં સંશયને સ્થાન નથી.
ડાકિની શાકિની ચવ, ગિની રાક્ષસા અપિ ભૂતાઃ પ્રેતા વેતાલા, પલાયન્ત ન સંશયઃ પા
(૫) ચાહે ગમે તે વળગાડ હાય, ડાકણ શાકિણ, જોગણી, રાક્ષસ, ભૂત, પ્રેત, વૈતાળ ગમે તેનો ઉપદ્રવ નડતો હોય તો પણ, & ઘંટાકર્ણ મહાવીરજી ! આપના પ્રભાવથી આ સર્વ ઉપદ્રવ કરનાર, જીવ લઈને નાસી જાય છે તેમાં લેશમાત્ર પણ સંશય નથી.
ઘટાકર્ણ પ્રભાવેણ, કામધેનુઃ સુરક્મ: | ચિન્તામણિનિધિચૈત, ભવતિ વશવર્તિન: દા
(૬) ઘંટાકર્ણના પ્રભાવથી કામધેનુ, કલ્પવૃક્ષ, ચિંતામણીરત્ન, નવનિધિ, વગેરે આ સ્તોત્રનો સ્વાધ્યાય કરનારને વશ થાય છે, એટલે કે મનેકામના પૂર્ણ થાય છે.
નાકાલે મરણું તસ્ય ન ચ સપૅણ દશ્યતે | અગ્નિચૌરભયંનાસ્તિ, હી ઘટ્ટાકર્ણ નમોસ્તુતે,
(૭) આ ઘંટાકર્ણ મહાવીર સ્તોત્રના સ્વાધ્યાય કરનારનું અકાળ મોત થતું નથી, તેમજ તેને સર્પદંશ, અગ્નિ, તેમજ ચેરને ભય રહેતો નથી એવા હે ઘંટાકર્ણ મહાવીરજી! આપને હું નમસ્કાર કરું છું. ઠઃ ઠઃ સ્વાહા...
ઇતિ જયસ્મરણ સંપૂણમ કા
અભુત નવસ્મરણ
૯૧