________________
એવં સમવસરણું જિનેન્દ્રસ્થાતિશાયિનઃ ઉત્કૃષ્ટશભાસંપન્ન ધોતમાન ચ સર્વત: પરના
(૨૧) એવું જીનેન્દ્ર ભગવાનના અતિશયોથી શોભાયમાન સમોસરણ રચાયું છે. એની શોભા અને પ્રકાશથી સર્વત્ર પ્રકાશ પ્રકાશ રેલાઈ રહે છે.
તત્ર રત્નમયી ભૂમી રત્નપ્રાકાર ગેપુરમ્ | રત્નપત્રરત્નપુએ વૃક્ષરત્નલિયુતમ્ પારા
(૨૨) આ સમસરણની ભૂમિ કેવી છે ? તે કહે છે કે રનમય તો તેની ધરતી છે, રત્નના ગઢ અને રત્નના દરવાજા છે. રત્નનાં પાંદડાં છે અને રનના પુષ્પો છે. રનનાં વૃક્ષ છે અને રનનાં ફળ બાઝેલાં છે.
કવચિત્ વૈર્યસંકાશ કવચિત્નીલમણિપ્રભમ્ | સ્ફટિકામં કવચિજાતિઃ પદ્મરાગસમું વચિત્ ર ૩
(૨૩) સમોસરણની આ પૂનિત ધરતી પર, ઉપર પ્રમાણે સઘળું રત્નમય જ ભાસે છે. કેઈક સ્થળે વૈર્ય રત્નથી સુશોભિત લાગે, તો કોઈક સ્થળ નીલમણિના ઝળકાટથી ઝળહળે છે. કોઈક સ્થળે જતિ રત્ન સમાન, તે કોઈક સ્થળે પદ્મરાગની પ્રભા સમાન લાગે છે.
કવચિતકાંચનસંકાશ બાલસૂર્યસમં કવચિત્ | કવચિમધ્યાહ્નસૂર્યાભં વિધકોટિસમંકવચિત્ ૨૪
(૨૪) કેઈક સ્થળે સુવર્ણ નગરી સમાન લાગે છે, તો કોઈક સ્થળે પ્રભાત સમયે ઉગતા બાલરવિ સમાન તેજસ્વી અને શિતળ પ્રકાશ સમું લાગે છે કેાઇવાર ખરા બપોરના ઝેનીથ ઉપર આવેલા સૂર્ય સમાન પણ તાપ રહિત પ્રકાશે છે. કોઈકવાર કરેડ વીજળીના ચમકારા સમાન ચમકે છે.
અભુત નવસ્મરણ
૮૫