________________
૮૧
મહિમાની જગતને જાણ કરે છે. આ બધું પ્રભુના પુણ્યપ્રભાવથી થાય છે.
ભામંડલ પ્રોસ્તત્ર નેત્રાનન્દક પરમ્ | દ્દિવ્યધ્વનિશ્ર સર્વેલાં સુખદ જાયતે તતઃ ૧૩
(૧૩) આ પ્રમાણે પ્રભુ જ્યાં બીરાજે છે ત્યાં આનંદની સીમા નથી. પ્રભુના ભામંડળનાં દર્શન કરતાં નેત્રમાં અનંત આનંદનાં પૂર ઉભરાય છે. પ્રભુના મુખેથી દિવ્ય વાણીની ઘોષણા થાય છે, ત્યારે હાજર રહેલાં સૌ કોઈ પ્રાણી માત્ર વિષાદ રહિત થઈ સુખને અનુભવ કરે છે. રોમેરેામ આનંદ અને સુખથી ઉભરાય છે. આવું સમોસરણ પ્રભુ જ્યાં બિરાજતા હોય ત્યાં થાય છે.
સ્વર્ગશેભા ચ યા સ્વર્ગે, યાવતી સ્થાધિકા અનન્તગુણિતા શેભા, રાજતે તત્ર મંડલે ૧૪
(૧૪) પ્રભુના સમોસરણ આગળ તો સ્વર્ગ પણ પાણી ભરે છે. સ્વર્ગમાં રહેલી સ્વર્ગની શોભા કરતાં તો અનંત ગણું શોભા સમોસરણની હોય છે.
ન્યૂનાન્યૂન કોટિસંખ્યાસ્ત સુરા: સમુપાસતે ! દ્વાદશાનાં પરિવદિ, દેશનાં દિશતિ પ્રભુઃ ૧પ
(૧૫) અનેક જાતિ અને પ્રકારના દેવ. પ્રભુના સમોસરણમાં આવે છે. અને બાર પ્રકારની પરિષદને પ્રભુ દેશના ( પ્રવચન ) આપે છે.
દેવા મનુષ્યોતિર્યંચઃ સર્વે શ્રવતિ દેશનામ્ | તત્તદ્રાકૂપરિણામિન્યા ભાષા સ ચ ભાષાંતે ૧૬ા
(૧૬) દેવતા મનુષ્ય અને તિર્યચ, મિત્ર અને શત્રુ સમભાવે પ્રભુના સસરણ રૂપ ધર્મ સામ્રાજયમાં શત્રુતા ભુલી દયા શાંતિ
અભુત નવસ્મરણ
૮૩