________________
અને પ્રેમના વાતાવરણમાં અભય બની પ્રભુની વાણી પિતાની ભાષામાં સમજે છે.
યદિ ખંડમય ક્ષેત્રે મધુવારિ પ્રવર્ષણમ્ | ક્ષીરસારસ્ય પિડેમ પુરણું તત્ર કર્ષતિ ૧૭ના
(૧૭) પ્રભુની જે વાણીએ પ્રાણીમાત્રના આત્મા વચ્ચે પ્રેમની એકતા સાધી તે પ્રભુજીની વાણી કેવી છે. તો કહે છે કે ધારેકે કઈ ખાંડનું ખેતર હોય અને સેનામાં સુગંધી જેમ તેમાં મધને વરસાદ વરસે. દૂધના માવાનું ખાતર નાખવામાં આવે અને પછી તેને ખેડે.
તત્રાપિ યદિ બીજ સ્યાત પુર્કસ્થ નિરામયમ્ | સેચનં તત્ર સદ્રાક્ષા રસેન યદિ તત્કલમ્ ૧૮
(૧૮) આ ઉપરાંત પુણક નામની શેરડીનું શુદ્ધ અને નીરોગી બીજ વાવવામાં આવે. અને તેનું સિંચન દ્રાક્ષના રસથી કરવામાં આવે. અને પછી દૈવયોગે તેનું ફળ ઉત્પન્ન થાય તો તે ફળ માટે કહેવાનું શું હોય ? કેવી સરસ તે શેરડીની મીઠાશ હાય !
તદ્રસાદધિકાનન્ત ગુણ મિષ્ટ પ્રર્ગિરઃ યસ્ય છવાસનિ:શ્વાસા: પદ્મોત્પલસુગન્ધિકા: ૧૯
(૧૯) એ શેરડીની મીઠાશ કરતાં તો અનંતગણી મિઠાશ પ્રભુની વાણીમાં રહેલી છે. જેના શ્વાસોશ્વાસમાં કમળના પુષ્પ જેવી આહલાદક સુગંધી રેલી છે.
જિનેન્દ્ર ચરણપાતે યે સમાયોતિ વાદિનઃ સંશયાપગમાદ્ સર્વે સુપ્રસન્ના ભવન્તિ તે પારના
(૨૦) શાસ્ત્રના વાદવિવાદ કરનાર વિદ્વાને પણ આખરે તે એ જીનેશ્વર પ્રભુના ચરણમાં આળોટે છે. અને જેઓ પ્રભુના માર્ગમાં સંશય રાખતા હતા તેઓને સંશય ટળતાં પ્રસનતા અનુભવે છે.
અભુત નવસ્મરણ
८४