________________
ઋતવશ્વ વસતાધા: સવે પ્રાદુર્ભવન્તિ ચ | લોકાઃ પ્રમુદિતા યમાત્ તમે ભગવતે નમઃ ૫૮
(૮) જેના પ્રભાવે કરીને વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમત, શિશિર ઋતુઓ પ્રગટ થાય છે. જેના પ્રભાવે કરીને સર્વ લોકમાં આનંદમંગળ વરતાઈ રહે છે તેવા પ્રભુ ! ને મારા નમસ્કાર હો.
સંવર્તકેન વાન, તત્ર યોજનમંડલમ્ સંશોધ્યતે ચ પરિત, પ્રાસુ પુષ્પા—વર્ષણમ્ ાલા
(૯) જેના પ્રભાવે કરીને સંવર્તક નામે પવન-વાયરા દ્વારા આખું યોજન મંડળ શુદ્ધ થઈ તેમાંથી અચેત પુષ્પોની વૃષ્ટિ થાય છે તેવા પ્રભુને મારા નમસ્કાર હજો.
સાલ દીપ્યમાનઃ સ્વર્ણકફગુર-શોભિતઃ | સ્વર્ણસાલોકપિ રુચિ, રત્નકડ્ઝર-શોભિતઃ ૧૦
(૧૦) પ્રભુની રિદ્ધિને મહિમા તો જુઓ. રૂપાના દેદીપ્યમાન ગઢ અને સુવર્ણના ઝગમગતા સુશોભિત કાંગરાં ૧, સુવર્ણના ગઢ અને રનના સુશોભિત કાંગરાની ૨ રચના થાય છે.
રત્નસાલસ્તૃતીયશ્ચ ભાસ્વરે મણિકશ્રઃ ઈન્દ્રાસ્તત્ર ચતુઃષષ્ઠિરાચાન્તિ પ્રભુસન્નિધૌ ૧૧
(૧૧) શ્રી રત્નને ગઢ અને મણિ રત્નના કાંગરાંની રચના થાય છે. અને જ્યાં ૬૪ ઈન્દ્રો પ્રભુની સેવા માટે હાજર થાય છે.
અશોકપાદપસ્તત્ર સિંહાસનવરસ્તથા દુભિશામ છત્ર પ્રાદુર્ભવતિ પુણ્યતઃ ૧ર
(૧૨) એક બાજુ આ બધી રચનાઓ થાય છે. બીજી બાજુ અશોક વૃક્ષ નીચે પ્રભુ સિંહાસન પર બીરાજમાન થાય છે. છત્ર, ચામર ઢોળાય છે. અને આકાશમાં દેવ દુંદુભી-નાદ કરી પ્રલના
અભુત નવસ્મરણ
૮૨