Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 7
________________ SDGDGREREREREREREREDERY SAYRERERERURRAREKING નમસ્કાર મંત્ર શાશ્વત મંત્ર આદિ-અનાદિકાળથી ગુંજતા પંચપરમેષ્ઠિ મહામંત્રમાં બિરાજમાન પંચ પરમેષ્ઠી પ્રતિ વંદન હી વંદન કરતાં ધન્યતા અનુભવું છું. નમસ્કાર મહામંત્ર એ શાશ્વત મહામંત્ર છે. જેનો કોઈ આદિ નથી અને જેનો કોઈ અંત નથી એવો આ પરમ તારક મહામંત્ર છે. નવકારના એક એક અક્ષર પર ૧૦૦૮ વિદ્યાઓ રહેલી છે. નર્સરીમાં કે કે.જી.માં બારાખડી ભણતા નાના ભુલકાંઓને ‘ન' નગારાનો ‘ન’ શિખવાડાય છે. નગારાના ‘ન’ અને નમો અરિહંતાણં ના ‘ન’ વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. નગારાનો ‘ન’ સાંસારિક બંધનો પ્રતિ લઈ જાય છે. ને નમો અરિહંતાણંનો ‘ન' મોક્ષની મંઝિલ સુધી લઈ જાય છે. નમો અરિહંતાણંનો ‘ન’ આપણને સિદ્ધશિલા ઉપર સ્થાન અપાવે છે. એક ‘ન’ મા૨ક છે, બીજો ‘ન’ તારક છે. આવા નવકારના અડસઠે અક્ષર પામતાં નિમ્નકોટિનો આત્મા શ્રેષ્ઠકોટિનો પરમાત્મા બની શકે છે. આવા આ નવકાર મંત્ર પ્રત્યે સભાનતા પ્રગટે, હૃદયમાં એના સાચા સ્વરૂપની ઝાંખી થાય જે ડગલે ને પગલે માર્ગદર્શક બની રહે તેવી મારી અંતર અપેક્ષા રહી છે. આ ભાવ-વંદન કરતાં કરતાં સ-ચિત્ત-આનંદ એટલે કે સચ્ચિદાનંદ જેવો ભાવ પ્રગટે. શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન સ્વરૂપ, શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રત્યે અભિમુખતા પ્રગટ બને અને મહાન શિરોમણિ મહામંત્ર મારફત આત્મતત્વની પ્રાપ્તિ થાય, મહામંત્રનું સાચું સ્વરૂપ પામવા માટે મનમાં એક પુકાર ઉઠે એવી અભિલાષા જાગે છે. આ મહામંત્રની ઘોષણા, આરાધનાનું સ્વરૂપ પ્રગટ કરી તેની મારફત આત્મ તત્ત્વની ખોજ અને પ્રાપ્તિ, જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપી રત્નત્રયી રાજમાર્ગ ઉપર ચાલવાનું સંભવ બને. આ રત્નમય માર્ગ પર અનાદિ-અનંતની ધર્મધારામાં ‘બહુરત્ના વસુંધરા'ના કેટલાયે મુમુક્ષુ રત્નોએ ચાલીને આત્મતત્વની ખોજ કરી છે. આવા રત્ન શોધકના ધ્વનિ, પ્રતિ ધ્વનિ આ ધરતી ઉપર ગુંજતા રહ્યા છે એવા આત્મદર્શન કરનારા ને કરાવનારા મહાત્માઓને વંદન કરવાનું સૌભાગ્ય જેને સાંપડે તેઓ ધન્ય ધન્ય થઈ જાય તેમાં સહેજ પણ આશ્ચર્ય ઉદ્ભવવાનું કારણ નથી. આવા આ નમસ્કાર મહામંત્ર વિષયક ગ્રંથ અનેક જીવોને પ્રેરણારૂપ બને, તારણહાર બને એવી અપેક્ષા અસ્થાને નથી. આ ગ્રંથના શબ્દોની અસર જેને જેને થાય તે તો ધન્ય થઈ જાય સાથે સાથે આપણને તેની અનુમોદના કરવાનો અવસ૨ મળે તે પણ આપણા માટે પરમ પુણ્યનું કારણ બને. આવા આ ગ્રંથને જૈનો ઉપરાંત જૈનેતરો સમક્ષ પ્રગટ કરતાં હું ધન્યતા અનુભવું છું. જાણે અજાણે જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ લખાયું હોય તો આપ સૌ મને ક્ષમા આપશો. એવી અભ્યર્થના જય નવકાર સાથે વિરમું છું. ::::: - ડૉ. મનહરભાઈ સી. શાહ ::::: PREDEREREREREREASACREAG Jain Education International 2010_03 For Private & Personal Use Only GRG K www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 252