Book Title: Achintya Chintamani Shashwat Mahamantra Author(s): Manhar C Shah Publisher: Dharmadhara Karyalay View full book textPage 6
________________ ROX288888888888888888888888888888 20%2828282XXARXAURRERA પદનું સ્મરણ-ચિંતન સ્વાર્થવૃત્તિથી પરાડમુખ થઈ પરમાર્થવૃત્તિ પ્રતિ આકર્ષિત થઈ છે કરવું હિતાવહ છે. શાશ્વત મહામંત્ર જે અચિન્ય ચિંતામણિ સમાન છે બબ્બે, તેનાથી પણ ઉત્કૃષ્ટ સિદ્ધિ આપનારો છે. ચિંતામણિ તો માત્ર ભૌતિક સંપદા આપશે જ્યારે આ નમસ્કાર મહામંત્ર - જે ગૈલોક્યદીપક છે તે તેના નામ પ્રમાણે ગુણ ધરાવનારો છે એટલે કે સાધકને ત્રિલોકના ઉચ્ચ સ્થાને, તમામ ભૌતિક સંપદાઓ પ્રાપ્ત કરાવી, સ્થાપિત કરે છે. પ્રસ્તુત પુસ્તક તો મહાસાગરમાં બિંદુ સમાન છે. જયારે નમસ્કાર મહામંત્ર -નવકાર -નોકાર - મંત્રાધિરાજ -વગેરે ઉપનામોથી વિભૂષિત આ શાશ્વતો મહામંત્ર ચૌદ પૂર્વનો સાર છે. માટે ક્યાં એક તુચ્છ તણખલું અને ક્યાં મેરૂ પર્વત ! જેના ગુણો-ફળનું વર્ણન કરવું અશક્ય છે. તેમ છતાં ભક્તામર સ્તોત્રમાં જેમ માનતુંગસૂરિ ભગવંત પોતાની અલ્પજ્ઞતા પ્રગટ કરે છે અને મહાન સ્તોત્ર ભેટ આપે છે. જેમાં તીર્થંકર પરમાત્માનાં અનંતા ગુણોનું વર્ણન છે, તેમ અમે પણ પુસ્તક પ્રકાશિત કરીને આવા મહાન મહામંત્રનાં ગુણો-મહત્વ-સાધના બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તકમાં જુદા-જુદા વિભાગો આપવામાં આવ્યા છે. જે વાંચકોને વાંચવા માટે તથા સાધના માટે સુલભ બનશે. અગાઉ પં. ભદ્રંકરવિજયજી મ.સા. સિદ્ધસેનાચાર્યજી, પં: અભયસાગરજી મ.સા. વગેરેએ નમસ્કાર મહામંત્ર ઉપર મનનીય અને આત્માને ઉચ્ચતમ સ્થિતિએ બિરાજમાન કરાવવા પુસ્તકો પોતાના જ્ઞાન-ભાવના-અનુભવના આધારે પ્રકાશિત કરાવ્યાં છે. નમસ્કારના ચિંતનના પાઠ દ્વારા આપણે સૌ નમસ્કારમય બનીએ એ જ અભ્યર્થના. (Masssssssssssssso?? તા. ૪-૧૦-૨૦૦૩ અમદાવાદ ચંદ્રપ્રકાશ શાહ TO28282828282828282828287 Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 252