Book Title: Achintya Chintamani Shashwat Mahamantra Author(s): Manhar C Shah Publisher: Dharmadhara Karyalay View full book textPage 5
________________ GRYRREREDEREREDGRGDY CREDERE REDÜRÜREDE પ્રસ્તાવના આ ગ્રંથનું નામાભિકરણ ‘‘અચિત્ત્વ ચિંતામણિ - શાશ્વત મહામંત્ર' કરવામાં આવ્યું છે કારણ કે નમસ્કાર મહામંત્ર – નવકાર - નોકાર વગેરે શબ્દોથી આપણે પરિચિત છીએ. પરંતુ તે મહામંત્રના પ્રભાવથી આપણે અપરિચિત છીએ. ‘‘અચિત્ત્વ ચિંતામણિ'' એટલે સંવરભાવથી ચિંતવન કરાયેલો એવો આ મહામંત્ર ચિંતામણિ રત્ન સરીખો તત્કાલ, શીઘ્ર સાધકને ઈષ્ટ વસ્તુની સિદ્ધિ કરાવનારો છે. જ્યારે ‘‘શાશ્વતો’’ એટલે સર્વ ક્ષેત્ર – સર્વકાળમાં અખંડિતપણે વિદ્યમાન છે. - શ્રી જિનેશ્વર કથિત આગમોમાં નમસ્કાર મહામંત્રને અગ્રિમ સ્થાન આપવામાં આવ્યું છે. આ મહામંત્ર માત્ર જ્ઞાનનો વિષય ન બનતાં ભાવનાનો વિષય બને તો મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ ભાવના સાધકના જીવનમાં વિકાસ પામતાં-પામતાં સાધકને આત્માના સર્વોચ્ચ સ્થાને બિરાજમાન કરે છે. મંત્રમાં ‘શેય’ અને ‘ધ્યેય’ની યર્થાથતા ઉપરાંત ‘જ્ઞાતા' અને ‘ધ્યાતા' ની વિશુદ્ધિની પણ આવશ્યકતા છે. જ્ઞાન એ વસ્તુ તંત્ર છે અને ભાવના એ પુરૂષતંત્ર છે. જ્ઞાન એ વસ્તુને અનુસરે છે જ્યારે ભાવના એ પુરૂષને અનુસરે છે, તેના આશયને અનુસરે છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ સમતા સ્વરૂપ છે. સકલસત્વહિતાશય સ્વરૂપ છે. અને તે ઉપર જણાવેલ ચાર ભાવનાઓથી વિદ્યમાન થાય છે. આમ જો ભાવનાઓ વિકસિત ન થાય તો પ્રાપ્ત કરેલું જ્ઞાન વંધ્યા સ્ત્રીની જેમ નિષ્ફળ બને છે. જ્ઞાન ન મળવાથી જેમ અજ્ઞાનનો અંધકાર વ્યાપી જાય છે તેમ ભાવનાઓનો વિકાસ ન થવાથી કર્તવ્યહીનતાનો દોષ ઉત્પન્ન થાય છે. ભાવનામાં ન્યૂનતા માટે ભાવનાની પૂર્ણતા કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. જ્ઞાન બીજાને જાણવા માટે છે. ભાવના પોતાને સુધારવા માટે છે. માટે અચિત્ત્વ ચિંતામણિ-શાશ્વતો મહામંત્રનો આરાધક જગતનાં સર્વજીવોનાં હિત માટે કાર્ય કરતો હોવો જોઈએ. પરમ પંચપરમેષ્ઠિ જેવો ભાવ ક્રમશઃ પણ તેનામાં ન પ્રગટે તો આવિર્ભાવ થયેલા જ્ઞાનનો અર્થ શું ? આ માટે નમસ્કારભાવ, ક્ષમાપનાભાવ તથા સકલ જીવરાશિનાં હિતનો ભાવ લાવ્યા સિવાય પ્રાદુર્ભાવ થયેલું જ્ઞાન સફળ થતું નથી. શાશ્વત મહામંત્રમાં ‘નમો’ શબ્દથી દુષ્કૃતગહ તથા ‘અરિહં' શબ્દ સુકૃત અનુમોદનાના સ્વરૂપમાં અને ‘તાણં’ શબ્દથી શરણગમન પદના અર્થમાં જણાય છે. કેટલાક તેનો અર્થ સકલ અશુભ અને શુભ કર્મનો ક્ષય અથવા હણનારા શત્રુ એવો પણ કરે છે. આ SRRRRRR Jain Education International 2010_03 8 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 252