________________
પ્રસ્તાવના
શ્રુતસ્કંધના રચયિતા પંચમ ગણધર ભગવાન સુધર્માસ્વામી છે. જ્યારે દ્વિતીય શ્રુતસ્કંધના રચયિતા વિષે જુદા જુદા ઉલ્લેખો મળે છે. તેની વિસ્તૃત વિવેચના અહીંયા ન કરતાં ૩જા ભાગમાં કરવા ધારીએ છીએ.
આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં નવ અધ્યયનો છે. તેમજ બીજા શ્રુતસ્કંધની પાંચમી ચૂલા નિશીથસૂત્રનું પ્રસ્થાન સ્વતંત્ર રૂપે થતું હોવાથી, તે સિવાયની ચાર ચૂલિકાઓના બનેલા દ્વિતીય શ્રુતસ્કંધના ૧૬ અધ્યયનો છે. આ રીતે આચારાંગ સૂત્રમાં કુલ ૨૫ અધ્યયનો છે. તેમાંથી આ પ્રથમ ભાગમાં પ્રથમ શ્રુતસ્કંધના આદ્ય ૪ અધ્યયનો ટીકા સાથે પ્રકાશિત થઇ રહૃાા છે. બીજા ભાગમાં પ્રથમ શ્રુતસ્કંધના પાંચ થી નવ અધ્યયનો તેની ટીકા સાથે તથા ત્રીજા ભાગમાં સંપૂર્ણ દ્વિતીય શ્રુતસ્કંધ પ્રકાશિત કરવાની ધારણા રાખીએ છીએ.
પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ ચાર અધ્યયનના નામ આ પ્રમાણે છે. ૧. શસ્ત્રપરિજ્ઞા, ૨.લોકવિજય, ૩. શીતોષ્ણીય, ૪. સખ્યત્વ. સ્થાનાંગ સૂત્ર(સૂ૦૬૬૨)માં, સમવાયાંગ સૂત્ર (સૂ૦૯-૧)માં તથા પ્રશમરતિ પ્રકરણમાં પણ ભગવાન ઉમાસ્વાતિજીએ આ જ નામોનો આ જ ક્રમથી ઉલ્લેખ કર્યો છે. તે ચાર અધ્યયનમાં પ્રથમ શસ્ત્રપરિજ્ઞા અધ્યયનના ૭ ઉદ્દેશક છે. બીજા લોકવિજય અધ્યયનના ૬ ઉદ્દેશક છે. જ્યારે ત્રીજા શીતોષ્ણીય અધ્યયનના ૪ ઉદ્દેશક છે. તથા ચોથા સમ્યક્ત અધ્યયનના પણ ૪ ઉદ્દેશક છે. આ રીતે કુલ મળીને ૪ અધ્યયન તથા તેના ૨૧ ઉદ્દેશકો આ પ્રથમ ભાગમાં સમાવિષ્ટ થયા છે.
આચારાંગ નિર્યુક્તિકાર ભગવાન ભદ્રબાહુ સ્વામી આ ચારેય અધ્યયનનો સંક્ષિપસાર જણાવતા કહે છે કે “શસ્ત્રપરિજ્ઞામાં જીવસંયમ એટલે પર્લાયની હિંસાનો ત્યાગ કરવો. બીજા અધ્યયનમાં શું કરવાથી જીવ કર્મોથી બંધાય છે. શું કરવાથી કર્મથી મુકત થાય છે. તે જાણી લોક કષાયોનો વિજય કરવો. તેમ જ ત્રીજા શીતોષ્ણીય અધ્યયનમાં અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો આવી પડે તો પણ સમભાવથી તેને સહન કરવા. તથા ચોથા અધ્યયનમાં અન્યધર્મીઓની અણિમાદિ ઋદ્ધિઓ જોઈને સમ્યક્તથી ચલાયમાન ન થવું. ભગવાન ઉમાસ્વાતિ વાચકે પણ પ્રશમરતિ પ્રકરણમાં આ ચાર અધ્યયનનો સંક્ષિપ્રસાર વર્ણવ્યો છે. તે આ પ્રમાણે- ૧.
જીવનિકાયની યાતના, ૨. લૌકિક સંતાન અને ગૌરવનો ત્યાગ, ૩. શીત, ઉષ્ણ આદિ પરીષદોનો વિજય, ૪. અવિકમ્ય-ચલિત ન કરી શકાય એવું અચલ સમ્યક્વ.
આચારાંગ સૂત્ર ઉપર વર્તમાનમાં ચૌદપૂર્વધર ભગવાન ભદ્રબાહુસ્વામી વિરચિત નિર્યુકિત, આચારાંગ સૂત્રની પૂર્વાચાર્ય (સંભવત: જિનદાસગણિ મહત્તર) વિરચિત ચૂર્ણિ. નિવૃત્તિ
વ્યાખ્યાઓ. કુલીન શ્રીશીલાચાર્ય(પ્રસિદ્ધ નામ શીલાં કાચાર્ય રચિત વૃત્તિ, ખરતરગચ્છીય આચાર્ય જિનહિંસસૂરિરચિત દીપિકા, અંચલગચ્છીય માણિજ્યશેખરસૂરિસંદિગ્ધ દીપિકા
ટિ ૧. જુઓ આચાનિ૩૩ પૃ૦૧૮, ૨, જુઓ પ્રશમરતિ પ્રકરણ ગા૧૧૪.