________________
જિનાગમો વિજયતે ૧. પ્રથમ અધ્યયનઃ શસ્ત્રપરિજ્ઞા (પૃ૦૧-૧૫૧)
આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધનું પ્રથમ અધ્યયન શસ્ત્રપરિજ્ઞા છે. તેમાં સાત ઉદ્દેશક છે. શસ્ત્રપરિજ્ઞા અધ્યયનનો મુખ્ય વિષય છે - જીવહિંસાનો ત્યાગ કઇ રીતે કરવો ? કઈ રીતે જીવહિંસા થાય છે ? જીવહિંસાને કારણે શું ફળ મળે છે ? જીવહિંસાના શસ્ત્રો કયા ? વગેરેનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે. પરંતુ તે બધામાં સૌ પ્રથમ જીવ આત્મા છે કે નહીં ? દાર્શનિક જગતના આ મુખ્ય પ્રશ્નને વિસ્તારથી ચર્ચવામાં આવ્યો છે. શસ્ત્રપરિજ્ઞા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં જ આ મુખ્ય મુદ્દાને અનુલક્ષીને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. પ્રથમ ઉદ્દેશકના પ્રથમ સૂત્રથી જ આ મુદ્દાને લઇને ગ્રંથનો પ્રારંભ થાય છે. પ્રથમ સૂત્રમાં ! તે....' આ સૂત્રદલ દ્વારા ગુરુકુલવાસની મહત્તા બતાવવામાં આવી છે. આ જ સૂત્રને આધારે પશ્ચાત્કાલીન હરિભદ્રસૂરિ, મહો.યશોવિજયજી મહારાજ જેવા દિગ્ગજ મહાપુરૂષોએ પોતાના ગ્રંથોમાં ગુરુકુલવાસને જ સંયમજીવનનો મુખ્ય આધારસ્તંભરૂપે સિદ્ધ કર્યો છે. ત્યારબાદ ફોર્સિ નો સUT મતિ ....' સૂત્ર દ્વારા જાતિસ્મરણ જ્ઞાનની ગૂઢપ્રક્રિયા દર્શાવવામાં આવી છે. અને તે જાતિસ્મરણ જ્ઞાન દ્વારા આત્માની અનુભૂતિને ઉપનિષદોમાં બહુ પ્રસિદ્ધ એવા “તો પદ દ્વારા સુંદર રીતે ગૂંથી લેવામાં આવી છે. પ્રાસંગિક રીતે ૩૬૩ પાંખડીઓના મતનું નિરૂપણ કરવામાં આવ્યુ છે. ત્યારબાદ અનેક પ્રકારે આત્માની આત્મકર્તુત્વની આત્માના પરલોકગમનની સિદ્ધિ કરી અંતે અજ્ઞાની જીવને થતી વિડંબણાઓનું નિરૂપણ કરવા દ્વારા પ્રથમ ઉદ્દેશક પૂર્ણ થાય છે.
આ રીતે પ્રથમ ઉદ્દેશકમાં સામાન્યથી જીવની સિદ્ધિ કર્યા પછી ક્રમશ: ઉદ્દેશકોમાં પૃથ્વી, પાણી, અગ્નિ વગેરે જીવત્વની સિદ્ધિ કરી તેની હિંસામાં કર્મબંધ તથા તે હિંસાથી વિરતિ એ મુખ્ય વિષયને વણી લેવામાં આવ્યો છે. તેમાં સૌ પ્રથમ બીજા ઉદ્દેશકમાં પૃથ્વીકાયનું તેના ભેદપ્રભેદ પરિણામ ઉપભોગ વગેરે સાત દ્વારોથી વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ “અદ્દે નોઈ' સૂત્ર દ્વારા આર્ત લોકોની અવસ્થા બતાવવામાં આવી છે. સૂત્ર૧૨-૧પમાં પૃથ્વીકાયજીવની હિંસા, તેના કારણો તથા તેના ફળનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અને છેલ્લે પૃથ્વીકાયહિંસાથી વિરત થયેલો જ મુનિ છે એ વાતને ભારપૂર્વક જણાવવામાં આવી છે. - ત્રીજા ઉદ્દેશકમાં અપૂકાયપાણીના ભેદો, તેનું પરિમાણ, ઉપભોગ અને અપૂકાયની હિંસાના શસ્ત્રો દર્શાવવામાં આવ્યા છે. તેમ જ જુદી જુદી યુક્તિઓ દ્વારા “પાણી એ જીવ છે” એની સિદ્ધિ કરવામાં આવી છે. સૂ૦૧૯માં અણગારનું સ્વરૂપ વર્ણવામાં આવ્યું છે. સુ૨૦માં “જે શ્રધ્ધથી, તું પ્રતિ થયો છે તે શ્રધ્ધાને તું મજબૂતાઇથી પકડી રાખજે' એવો પ્રભુ વીરે કાળજણી સંદેશ આપ્યો છે. ૨૧માં ‘અકાયનું અભ્યાખ્યાન ન કરવું” એના દ્વારા અપૂકાયમાં સચેતનત્વને સિદ્ધ કર્યું છે. સૂ૨૩-૨પમાં અન્યધર્મીઓનું સ્વરૂપ, તથા સૂ૦૨૬માં પ્રભુ વીરના દૃષ્ટાંત દ્વારા સાથી ઉષત થયેલ ન હોય તેવું અચિત્ત પાણી પણ સાધુને લેવું કહ્યું નહીં. તે :/9Els RSS W TET ' : . વાત રજૂ કરી છે. સૂ૨૭-૩૧માં અકયેની હિંસાથી વિરત હોય તે જ મુનિ છે એ વાતનું
P !5 , JrFJ [ j&