________________
પ્રસ્તાવના
આપવી. અને આ રીતે દેશના આપનાર વીર છે, પ્રશંસનીય છે. વગેરે સરસ મજાની બાબતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ૩. તૃતીય અધ્યયનઃ શીતોષ્ણીય (પૃ૨૭૩-૩૧૯)
સંયમમાં સ્થિર રહેલ તથા કષાય વગેરે લોકનો પરાજય કરેલ મુમુક્ષુને કદાચ અનુકૂળપ્રતિકૂળ પરીષહ-ઉપસર્ગો ઉત્પન્ન થાય તો તે પરિષહો અને ઉપસર્ગો સમભાવથી સહન કરવાં એ આ અધ્યયનનું મુખ્ય હાર્દ છે. ત્રીજા અધ્યયનના ૪ ઉદ્દેશક છે. પ્રથમ ઉદ્દેશકનો અર્થાધિકારભાવનિદાને વશ થયેલ જીવો સંયમી નથી. બીજા ઉદ્દેશકના અર્થાધિકારરૂપે - ભાવનિદ્રાધીન થયેલ જીવો કેવા દુ:ખો ભોગવે છે તે બતાવવામાં આવેલ છે. ત્રીજા ઉદ્દેશકનો અર્થાધિકાર - માત્ર પાપના ત્યાગથી શ્રમણ નથી થવાતું . જ્યારે ચોથા ઉદ્દેશકનો અર્થાધિકાર - કષાયનું વમન કરવું, પાપની વિચતિ કરવી વગેરે.
પ્રથમ ઉદ્દેશકમાં અનેક બાબતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમ કે, ભાવનિદાને વશ થયેલ અસંયમી છે, સંયમી આત્મકલ્યાણમાં સદા જાગૃત હોય, માયાવી જીવોનો સંસાર દીર્ઘ હોય, કર્મથી ઉપાધી જન્મે છે, ઈત્યાદિ ઈત્યાદિ.
બીજા ઉદ્દેશકમાં પણ કામાસક્તિ એ જ સંસારનું મૂળ છે, બાલ જીવોનો સંગ ન કરવો, સત્યમાં ધીરજ રાખવી, સંકલ્પ-વિકલ્પગ્રસ્ત જીવ અનેક આપત્તિઓનો ભોગ બને છે, તથા વીરનું સ્વરૂપ કેવું હોય વગેરે બાબતો દેખાડવામાં આવી છે.
બીજાની શરમથી, ભયથી પાપનો ત્યાગ કરનાર નિશ્ચિયનયમતે સંયમી નથી, આત્મા જ પોતાનો મિત્ર કે દુશ્મન છે, પોતાના આત્માનું દમન કરવું એ જ મોક્ષનો ઉપાય છે, સત્યને જાણવા પ્રયત્ન કરવો તે જ સંસારતરણનો ઉપાય છે. વગેરે અનેક અનેક જવલંતવૈરાગ્યપ્રેરક પ્રભુ વીરના વચનો ત્રીજા ઉદ્દેશકમાં છે.
ચોથા ઉદ્દેશકમાં જોધ વગેરે કષાયનો ત્યાગ કરવો એ જ પ્રભુ વીરનું દર્શન છે. જે સર્વ પ્રકારે એક વસ્તુને જાણે છે તે સર્વજ્ઞ છે, વીરપુરુષ જ મહાયાન = મહાપુરુષરચિત માર્ગ ઉપર ચાલી શકે છે, જે સર્વજ્ઞ છે તેને ઉપાધિ સંસારભ્રમણ હોતું નથી. એવો સુંદર બોધ રજૂ કરવામાં આવ્યો છે. ૪. ચતુર્થ અધ્યયન: સમ્યકત્વ (પૃ૦૩૨૧-૩૫૯)
સંયમમાં સ્થિર થઈને અનુકૂળ-પ્રતિકૂળ પરીષહ-ઉપસર્ગો સહન કરતાં કરતાં કદાચ અન્ય ધર્મીઓની ઋદ્ધિ, ઐશ્વર્ય, લબ્ધિઓ જોઇને ચિત્તમાં વ્યામોહ ન થાય તે માટે સમ્યત્વ = જૈનદર્શનમાં નિશ્ચિલતા રાખવી એ આ અધ્યયનનો મુખ્ય વિષય છે. ત્રીજા અધ્યયનની જેમ અંહી પણ ૪ ઉદ્દેશક છે. પ્રથમ ઉદ્દેશકમાં સમ્યગ્વાદ = વસ્તુનું યથાવસ્થિતપણે વર્ણન કરવું. બીજા ઉદ્દેશકમાં અન્ય ધર્મીઓના મતની પરીક્ષા કરવામાં આવી છે. ત્રીજા ઉદ્દેશકમાં
२१