________________
પ્રસ્તાવના
સમર્થન પુનઃ કરવામાં આવ્યું છે.
ચોથા ઉદ્દેશકમાં તેઉકાય-અગ્નિના ભેદો, તેમાં યુક્તિ દ્વારા સવત્વની સિદ્ધિ, તેના પરિમાણ ઉપભોગ શસ્ત્ર વગેરે દ્વારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. નિર્યુક્તિમાં દ્વારોનું નિરૂપણ કર્યા બાદ સુ૩૨માં ‘અગ્નિમાં જીવ નથી’ એવું અભ્યાખ્યાન ન કરવું, સૂ૩૩માં પ્રમાદી જીવને થતાં નુકશાનો, સૂ૩૪-૩૬માં અગ્નિના સમારંભમાં થતી હિંસા, સૂ૩૭માં અગ્નિના સમારંભમાં ષટ્કાયની હિંસા, તથા અંતે અગ્નિની હિંસાથી વિરત થયેલો જ મુનિ છે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
પાંચમાં વનસ્પતિ ઉદ્દેશકમાં પણ પૂર્વની જેમ વનસ્પતિના ભેદો, સચેતનત્વની સિદ્ધિ વનસ્પતિજીવોનું પરિમાણ ઉપભોગ વગેરે દ્વારોથી વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. સૂ૪૦માં અણગારનું સ્વરૂપ, સૂ૪૧માં વિષય જ સંસારનું કારણ છે એનું સુંદર શૈલીમાં નિરૂપણ કર્યું છે. ત્યાર પછી વનસ્પતિ સમારંભમાં થતાં દોષો વગેરેનું પૂર્વવત્ વર્ણન કર્યું છે.
છઠ્ઠા ઉદ્દેશકમાં પણ પૂર્વ ઉદ્દેશકની જેમ જ નિરૂપણ કર્યું છે. પરંતુ ત્રસકાયને ઉદ્દેશીને કરવામાં આવ્યું છે એટલું વિશેષ જાણવું.
સાતમા ઉદ્દેશકમાં વાયુકાયને ઉદ્દેશીને ભેદો, સવત્વનું નિરૂપણ, ઉપભોગ, શસ્ત્ર વગેરે દ્વારો બતાવવામાં આવ્યા છે. વાયુકાય પણ જીવ છે, વાયુના સમારંભમાં પણ હિંસાનું પાપ લાગે છે. વગેરે બાબતોની પ્રરૂપણા કર્યા બાદ ષટ્કાયની હિંસાથી વિરત થયેલ જીવમાં જ સંપૂર્ણ મુનિત્વ રહેલ છે. તે વાતને વારંવાર ઘૂંટવામાં આવી છે.
અધ્યયનના અંતે ઉપસ્થાપનાવિધિ દર્શાવવામાં આવી છે. જેમાં સ્વસામાચારીમાં આવેલ આયંબિલ, નીવિ વગેરે તપ કરવો એ દેખાડવા દ્વારા સામાચારીની પ્રધાનતા બતાવવામાં આવી છે.
૨. દ્વિતીય અધ્યયનઃ લોકવિજય (પૃ॰૧૫૩-૨૭૧)
‘પંચ મહાવ્રત સ્વરૂપ સંયમમાં રહેલ સાધુએ લોકનો-કષાયનો વિજય કરવો' લોકવિજય અધ્યયનનો આ મુખ્ય પ્રતિપાદ્ય વિષય છે. તેના ૬ ઉદ્દેશકો છે. ૬એ ઉદ્દેશકોના અર્થાધિકાર ક્ર્મશ: આ પ્રમાણે છે. ૧. સ્વજનો ઉપર મમત્વ ન કરવું. ૨. સંયમ અતિ અને અસંયમમાં રિત ન કરવી. ૩. અભિમાન કરવું નહિ તથા ધનની અસારતા વિચારવી. ૪. કામભોગમાં આસકત ન થવું. ૫. સંયમના પાલન માટે લોકની નિશ્રાએ રહેવું. ૬. લોકનિશ્રાએ વિચરતા હોવા છતાં લોકો ઉપર મમત્વ ન કરવું.
ઉદ્દેશકના અર્થાધિકારનું પ્રતિપાદન કર્યા બાદ નામનિષ્પક્ષનિક્ષેપમાં લોક અને વિજય શબ્દના નિક્ષેપા કરવામાં આવ્યા છે. ‘ને મુળે છે મૂતકાળે' સૂ૬૩ અન્તર્ગત સૂત્રસ્પર્શિકનિર્યુક્તિમાં ગુણ શબ્દના ૧૫ નિક્ષેપા, મૂલ શબ્દના ૬ નિક્ષેપા, સ્થાપના શબ્દના ૧૫ નિક્ષેપા, સંસાર શબ્દના
१९