________________
પ્રસ્તાવના
૧. પ્રભાવક ચરિત્રના નિર્દેશ મુજબ વિશેષાવશ્યકભાષ્યના વૃત્તિકાર કોટ્યાચાર્ય એ જ શીલાંકાચાર્ય છે. અને એમણે ૧૧ અંગ ઉપર વૃત્તિ રચી હતી. પ્રભાવક ચરિત્રનો આ નિર્દેશ પં.અમૃતલાલભાઇને સ્વીકાર્ય નથી. તેમ જ, પૂજ્ય સાગરાનંદસૂરિજીએ પણ વિશેષાવશ્યક ભાષ્યની સ્વોપજ્ઞ ટીકાની પ્રસ્તાવનામાં પ્રભાવક ચરિત્રના આ મન્તવ્યને રદિયો આપ્યો છે.
૨. ડૉ. હર્મન જેકોબી, ડૉ. પિટર્સન, ડૉ. લૉયમાન તથા મુનિ જિનવિજયજીના મતે કુવલયમાલાકાર ઉદ્યોતનસૂરિના ગુરૂ તત્ત્વાચાર્ય જ શીલાંકાચાર્ય છે. કારણ કે, આચાર્ય શીલાંકાચાર્યે આચારાંગ સૂત્રના અંતમાં પોતાનું તત્ત્વાદિત્ય એવું બીજું નામ બતાવ્યું છે.
૩. મુનિ જિનવિજયજી, પૂજ્ય સાગાનંદસૂરિજી તથા મોહનભાઈ દલીચંદ દેસાઈની માન્યતા મુજબ ચઉપન્નમહાપુરિસચરિયના કર્તા અને આચારાંગવૃત્તિના કર્તા બન્ને એક જ શીલાંકાચાર્ય છે. જ્યારે પં.અમૃતલાલ ભોજકને આ મન્તવ્ય સ્વીકૃત નથી. કારણ કે, ચઉપન્નમહાપુરિસચરિયુંના કર્તાએ પોતાનુ બીજું નામ ‘વિમલમતિ’ સૂચવ્યું છે. જ્યારે આચારાંગવૃત્તિના કર્તાએ ‘તત્ત્વાદિય’ એવું બીજું નામ સૂચવેલ છે.
આ રીતે પં.અમૃતલાલ ભોજક આચારાંગ-સૂત્રકૃતાંગના ટીકાકાર શીલાચાર્યજીને તથા ચઉપન્નમહાપુરિસચરિયુંના કર્તા શીલાચાર્યજીને બન્નેને ભિન્ન માને છે. જ્યારે સાગરાનંદસૂરિજી બન્ને એક છે એવી માન્યતા ધરાવે છે. જ્યારે મુનિ જિનવિજય વગેરે વિદ્વાનો કુવલયમાલાકાર ઉદ્યોતનસૂરિ ના ગુરૂ તત્ત્વાચાર્ય અને તત્ત્વાદિત્ય બન્નેને પર્યાયવાચી નામો માની એક જ વ્યક્તિ તરફ અંગુલિનિર્દેશ કરે છે. આ રીતે શીલાચાર્યરચિતકૃતિઓ અંગે વિદ્વાનોમાં એકમત ન હોવાથી વાચક વર્ગે આ વિષયમાં સ્વયં માર્ગાનુસારી પ્રજ્ઞાથી વિમર્શ કરી નિર્ણય કરવો એવી અમારી નમ્ર પ્રાર્થના છે, અસ્તુ.
અંગે
આચારાંગસૂત્રનો સમાવેશ ચાર અનુયોગમાંથી મુખ્યતયા ચરણ-કરણાનુયોગમાં થાય છે. આચારાંગવૃત્તિ તેમ છતાં, તેમાં વૈરાગ્યભરપૂર એવા સૂત્રો ડગલે ને પગલે આવે છે. વિષય-કષાયોની દારૂણતા, સંસારની ભયાનકતા, મૂઢ જીવોની વિડંબણાઓનું પ્રચુર વર્ણન કરવામાં આવ્યું છે. એકેક સૂત્ર આત્મામાં રહેલા અનાદિ મોહવાસનાને ક્ષણવારમાં ચૂરેચૂરા કરી નાખવાની પ્રચંડ તાકાત ધરાવે છે. એવા મહામહિમ સૂત્રોના વાકયાર્થ, મહાવાકયાર્થ, ઐદમ્પર્યાર્થ જાણવામાં આચારાંગવૃત્તિ એ એક પ્રકૃષ્ટ સાધન છે. વિશદ વિવેચના દ્વારા આચારાંગ વૃત્તિ આપણને પ્રભુ વીરના ઉપદેશના હાર્દ તરફ લઈ જવામાં સહાયક બને છે. પ્રસ્તુત પ્રકાશનમાં ૧ થી ૪ અધ્યયનની વૃત્તિ પ્રકાશિત કરવામાં આવી છે. તે ચારેય અધ્યયનોની વિષય માર્ગદર્શિકા આગળ રજૂ કરી છે. અહીં સંક્ષેપથી તે ચારેય અધ્યયનોના વિષયને દર્શાવીએ છીએ.
ટિ ૧. શ્રી શીલા: પુરા જોચાવાર્યનાના પ્રસિદ્ધિમુઃ । વૃત્તિમેાવશાફ્યાસ વિષે ધૌતત્ત્પન્નઃ // પ્રમાવવરિત્ર, મા૦૬, પૃ૦૨૬૪ ॥ ૨. જુઓ પ્રસ્તાવના, પૃ॰૧૬
१७