________________
સંપાદકીય
પ્રસ્તુત આચારાંગ ટીકા ભા૧ના સંપાદનમાં અમે આગમપ્રજ્ઞ પૂજ્ય મુનિરાજશ્રી જંબૂસંપાદન પધ્ધતિ અંગે વિજયજી મહારાજાની સંપાદન પદ્ધતિ મુજબ જ પદ્ધતિ અપનાવી આંશિક રૂપરેખા છે. તેમ છતાં, તેમાં જે કંઈ થોડી ઘણી વિશેષતા છે તે અમે
દર્શાવીએ છીએ. પંડિતવર્ય અમૃતલાલ મોહનલાલ ભોજક દ્વારા સંશોધિત, પૂ.જંબૂવિજયજી મહારાજ દ્વારા સંપાદિત તથા શ્રી સિદ્ધિ-ભુવન-મનોહર ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા પ્રકાશિત સટીક આચારાંગ સૂત્ર ભા-૧નો જ મુખ્ય આધાર અમે આ પ્રકાશનમાં લીધો છે. તે ગ્રંથની પ્રસ્તાવનામાં પૂ.જંબૂવિજયજી મહારાજા જણાવે છે કે “વળી, કેટલેય સ્થળે અમને લાગ્યું છે કે તેમણે મૂળમાં લીધેલો પાઠ બરાબર નથી, પણ ટિપ્પણીમાં નોંધેલો પાઠભેદ સારો છે, છતાં અમે કોઇ પણ ફેરફાર કર્યા વિના ખોટો લાગતો પાઠ પણ જેવો ને તેવો મૂળમાં રાખ્યો છે. જ્યાં તેમણે મૂળમાં લીધેલો પાઠ તદ્દન અસંગત લાગ્યો છે તેવા બે-ચાર સ્થળોમાં અમે સુર્ધાયો છે.”
અમે પણ પૂર્વે પૂ.જંબૂવિજયજી મના સંપાદનને જ પુન: યથાવત્ પ્રકાશિત કરવાના હતા. પણ, પૂ.જંબૂવિજયજી મ.ના આ કથન પછી અમે બારીકાઇથી અભ્યાસ કર્યો. અમને પણ ઘણા સ્થળે પાઠની અસંગતિ જણાઇ. ત્યારે ટિપ્પણમાં લાગતો સારો પાઠ અમે મૂળમાં રાખ્યો છે અને મૂળમાં રહેલ પાઠને ટિપ્પણમાં સ્થાન આપ્યું છે. અને તે માટે અમારે કેટલાંક સ્થળે ટિપ્પણો પણ બદલવી પડી છે. વળી, પાઠની શુદ્ધિ માટે અમે મોતીલાલ બનારસીદાસ દ્વારા પ્રકાશિત સટીક આચારાંગ અને સૂત્રકૃતાંગ પુસ્તકના અંતે પૂ.જંબૂવિજયજી મહારાજે આપેલ શુદ્ધિ-વૃદ્ધિપત્રકનો પણ ઉપયોગ કર્યો છે. તે પત્રકમાંથી પણ ઘણાં સ્થળે પાઠની સંગતિ માટે સહાય મળી. તથા તે પત્રકમાં નોંધેલા પાઠભેદમાં પણ કયાંક કયાંક શંકા લાગતા તે પત્રકના પાઠભેદને પણ કેટલાંક સ્થળે અમે ટિપ્પણમાં સ્થાન આપ્યું છે. પં.અમૃતલાલ ભોજક સંશોધિત ટીકાની પ્રેસકોપીમાં ઘણા ઘણા પાઠભેદો નોંધવામાં આવ્યા છે. તેમાંથી અર્થની દૃષ્ટિએ વિશિષ્ટ લાગતા પાઠભેદો જ અમે ટિપ્પણમાં લીધા છે. બાકીના ટિપ્પણો જાણવાની જેમને જિજ્ઞાસા હોય તેમણે પૂજંબૂવિજયજી મ. સંપાદિત પુસ્તક જોઇ લેવું. તે પ્રેસકોપીમાં રહેલ જે વિ૫૦ = જૈન વિષમપદપર્યાય અથવા જૈસલમેર વિષમપદપર્યાય અને સવિ૫૦ = સર્વસિદ્ધાંત વિષમપદપર્યાય ની ટિપ્પણો ® UF &A આવા ચિલો મૂળમાં મૂકી અલગ વિટિ = વિશેષટિપ્પણ કૉલમમાં મૂકી છે. તેમ જ, તેના જેવી બીજી પણ ટિપ્પણો વિટિક કૉલમમાં મૂકી છે જેથી અભ્યાસુ વર્ગને તે તે શબ્દના સરળ અર્થો સહેલાઇથી મળી શકે અને અભ્યાસમાં સુગમતા રહે (જુઓ પૃ૦૧,
ટિ ૧. જુઓ સિધ્ધ-ભુવન-મનોહર ટ્રસ્ટ પ્રકાશિત સટીક આચારાંગ સૂત્ર ભા-૧, પ્રસ્તાવના, પૃ૦૮
२४