________________
સંપાદકીય
ઋણગ્રસ્ત બનાવ્યો છે.
મારા ગુરૂભાતા મુનિરાજશ્રી નિર્મલયશવિજયજી, મુનિરાજશ્રી જીવબંધુવિજયજી, મુનિરાજશ્રી દિવ્યયશવિજયજી, મુનિરાજશ્રી શ્રુતયશવિજયજી, મુનિરાજશ્રી ભક્તિયશવિજયજી, મુનિરાજશ્રી જ્ઞાનયશવિજયજી આદિ તમામ ગુરૂબાંધવોએ આ સંશોધન-સંપાદનયાત્રામાં પ્રત્યક્ષપરોક્ષપણે જે સહાય કરી છે તે ક્યારેય સ્મરણપથ પરથી વિલીન થશે નહીં.
પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજાના અંતેવાસી મુનિરાજશ્રી પ્રેમસુંદરવિજયજી, મુનિરાજશ્રી દિવ્યદર્શનવિજયજી, મુનિરાજશ્રી દયાસિંધુવિજયજી, મુનિરાજશ્રી કૃપાબિંદુવિજયજી, મુનિરાજશ્રી સુધારસવિજયજી, મુનિરાજશ્રી પ્રિયદર્શીવિજયજી આદિ તમામે તમામ શિષ્યવર્ગે સંશોધન-સંપાદનમાં જે સહાય કરી છે, જે અનુકૂળતા કરી આપી છે તેની યત્કિંચિત્ પણ ઋણમુક્તિ કરવા માટે પરમકૃપાળુ પરમાત્મા શક્તિ આપે.
તથા મારા અત્યંત અત્યંત નિકટના સ્નેહીસ્વજનતુલ્ય કલ્યાણમિત્ર મુનિરાજશ્રી કરૂણાદૃષ્ટિવિજયજી ને તો હું આ મંગલઘડીએ કોઈ એટલે કોઈ રીતે ભૂલી શકતો નથી, તેમનો મારા પ્રત્યેનો પ્રેમાળ સ્વભાવ, નિતાંત સ્નેહ, મારા પ્રત્યેની નિ:સ્વાર્થ લાગણી એ જ મારો મુખ્ય આધારસ્તંભ છે, તેઓના આ ઋણમાંથી મુક્ત થવાની કલ્પના પણ મારા મનને અત્યંત કષ્ટદાયી લાગે છે.
મારું મિત્રવર્તુળ મુનિરાજશ્રી યશકલ્યાણવિજયજી, મુનિરાજશ્રી સૌમ્યરત્નવિજયજી, મુનિરાજશ્રી ત્રિલોકવલ્લભવિજયજી, મુનિરાજશ્રી તીર્થપ્રેમવિજયજી, મુનિરાજશ્રી જ્ઞાતિનંદનવિજયજી તથા મુનિરાજશ્રી રૂપાતીતવિજયજી આદિ મુનિવરોને પણ આ સોહામણા અવસરે યાદ કરવા ઈચ્છું છું.
પરમ પૂજ્ય આચાર્ય જયસુંદરસૂરીશ્વરજી મ. તથા મુનિરાજશ્રી ધર્મરત્નવિજયજી મ. ની પ્રેરણાથી સુરત, શ્રી ઉમરા જૈન સંઘે પ્રસ્તુત પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધો છે. તે ઉમરા જૈન સંઘની આ શ્રુતભક્તિનું અંતરથી અભિવાદન કરું છું.
આ સંપાદનને પુન: પ્રકાશિત કરવાની અનુમતિ આપી તે બદ્દલ સિદ્ધિ-ભુવન-મનોહર ટ્રસ્ટ તથા તેના સંચાલકો, શ્રીયુત જીતુભાઈ મણીલાલ સંઘવી વગેરે તમામ ધન્યવાદને પાત્ર છે.
અમદાવાદ નિવાસી શ્રીમાન્ અશોકભાઈ ચોકસી આદિ પરિવારે આચારાંગ ટીકાના પ્રફો તપાસી આપવામાં સહાય કરી છે પણ તેમનું યોગદાન ભૂલી નહિ શકાય.
સુરત નિવાસી પીયુષભાઈ સીરોહિયા પરિવારે તથા વેરાવળ નિવાસી ડો. સી. પી. મોદી એ ઈન્ટરનેટ ઉપરથી તથા વસુંધરાની વનસ્પતિ પુસ્તકમાંથી વૃક્ષોના ફોટા મેળવી આપવામાં અમૂલ્ય સહાય કરી છે. તેથી તેઓ પણ ધન્યવાદને યોગ્ય છે. વસુંધરાની વનસ્પતિ તથા જૈન આગમ વનસ્પતિ કોશ પુસ્તકોનો પણ આમાં યથાયોગ્ય ઉપયોગ કર્યો છે માટે તેઓના સંપાદકોનો પણ આભાર વ્યક્ત કરું છું.
ઘાટકોપરનિવાસી સુશ્રાવક રાજુભાઈ, સુનીલભાઈ, હેમાંગભાઈ, રોહિતભાઈ, ચેતનભાઈ