________________
સંપાદકીય
વિશેષટિપ્પણી).
આ પ્રસ્તુત પ્રકાશનમાં અમે કેટલાંક પરિશિષ્ટોનો પણ સમાવેશ કર્યો છે. પ્રથમ પરિશિષ્ટો પરિશિષ્ટમાં આચારાંગ ચૂર્ણિ અને આચારાંગ ટીકામાં જ્યાં જ્યાં ચૂર્ણિકા૨ અને ટીકાકારની વ્યાખ્યામાં ભિન્નતા દેખાઇ તે તે સ્થાનોનો સમાવેશ કર્યો છે. બીજા પરિશિષ્ટમાં આચારાંગ ટીકામાં જેમનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે કથાનકો સમાવિષ્ટ કર્યા છે.
ત્રીજા પરિશિષ્ટમાં અન્ય જૈન, જૈનેતર શાસ્ત્રો સાથે તુલના કરવામાં આવી છે. જેમ કે, આચારાંગ નિર્યુક્તિ ગા૦૨૨-૨૫ માં વર્ણ-વર્ણાન્તરની ઉત્પત્તિ બતાવી છે. બરાબર તેના જેવું જ વર્ણન મહર્ષિવેદવ્યાસરચિત મહાભારતના શાંતિપર્વમાં મળે છે. તેથી તે વર્ણનને ત્રીજા પરિશિષ્ટમાં લેવામાં આવ્યું છે. વળી, બીજા અધ્યયનમાં ટીકાકાર શીલાચાર્યજીએ ઈન્દ્રિયક્ષીણતાના પ્રસંગમાં દ્રવ્ય અને ભાવ ઈન્દ્રિયનું જે વર્ણન કર્યું છે તેવું વર્ણન તત્ત્વાર્થ સૂત્ર ઉપરની દિગંબરીય ટીકાઓમાં છે. તે દિગંબરીય ટીકા તથા શ્વેતાંબરપરંપરામાન્ય ઉદ્ધરણો પણ આપ્યા છે.
ચોથા પરિશિષ્ટમાં પ્રથમ શસ્ત્રપરિજ્ઞા અધ્યયન અન્તર્ગત પાંચમાં વનસ્પતિ ઉદ્દેશકમાં પ્રત્યેક વનસ્પતિના ૧૨ ભેદો બતાવ્યા છે. તે બાર ભેદમાં અનેક વનસ્પતિઓના નામ આપેલ છે. જેમ કે, પિવુમન્ત અશો પિત્થ વગેરે. કયા વૃક્ષને પિચુમન્ત કહેવાય, કયા વૃક્ષને અશોક કહેવાય. તે અંગે પ્રાય: મોટા ભાગનો આગમપ્રેમી વર્ગ અજાણ હશે. તેથી તે તે વૃક્ષના ફોર કલર ફોટા જો આપવામાં આવે તો અશોક વૃક્ષ કેવું હોય તે ખ્યાલમાં આવે એવી મારા ગુરૂદેવશ્રી પંન્યાસ પ્રવર યશોવિજયજી મહારાજાની ભાવનાથી પ્રેરાઇ mtemet ઉપરથી તથા ‘વસુંધરાની વનસ્પતિ’ પુસ્તકમાંથી તે તે વૃક્ષના, તેના ફળ-ફુલ, ધાન્ય વગેરેના ફોર કલર ફોટા શ્રાવક પાસે લેવડાવી ચોથા પરિશિષ્ટમાં સમાવેશ કરેલ છે. તેમ જ તે તે વૃક્ષના ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષામાં અને અંગ્રેજી ભાષામાં નામો પણ આપેલ છે. ક્યાંક ક્યાંક લેટીન ભાષામાં પણ તે તે વૃક્ષના નામો પરિશિષ્ટમાં આપેલ છે. આ પરિશિષ્ટ અંગે એક સ્પષ્ટતા કરવાની કે તે તે વૃક્ષોના સંસ્કૃત નામોથી વર્તમાનમાં પ્રસિદ્ધ એવા વૃક્ષના ફોટાઓ આ પરિશિષ્ટમાં લીધા છે. વૃક્ષોના નામ તથા તે નામ મુજબના વૃક્ષો અંગે ઘણી તકેદારી લીધી છે. પરંતુ, શાસ્ત્રકારને તે તે નામથી અમે લીધેલા વૃક્ષો જ માન્ય છે કે નહિ તે અમે જાણતા નથી. અમે તો માત્ર નામસામ્યથી તે તે વૃક્ષો લીધા છે તે ખ્યાલ રાખવું. આ અંગે એક ઉદાહરણ આપવા માંગું છું. આચારાંગ નિર્યુક્તિ ગા॰૧૨૮માં પ્રત્યેક વનસ્પતિના ૧૨ ભેદો બતાવ્યાં. તેમાં વૃક્ષના બે ભેદ બતાવ્યાં ૧. એકાસ્થિક ૨. બહુબીજક. હવે બહુબીજક વર્ગમાં આમન=આમળાનો ઉલ્લેખ આવે છે. પરંતુ, વર્તમાનમાં આમળા તરીકે પ્રસિદ્ધ એવા આમળા
२५