________________
२२
જિનાગમો વિજયતે
કપણે તપ કરવો, અજ્ઞાન તપથી મોક્ષ થતો નથી એ માન્યતાનું વર્ણન કરવામાં આવ્યું થા ઉદ્દેશકમાં સંક્ષેપ વચનોથી નિયમને વર્ણવામાં આવેલ છે. તદુપરાંત, સમ્યક્ત્વ શબ્દનો વાચ્યાર્થ જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણેય છે. તો શા માટે સમ્યક્ત્વ શબ્દ દર્શનમાં જ રૂઢ છે ? આવી શિષ્યની જિજ્ઞાસાનું સુંદર નિરાકરણ કરવામાં આવ્યું છે. અને તે માટે સમ્યગ્દર્શનની મહત્તા અંધ-ઈતરરાજકુમારના દૃષ્ટાંત દ્વારા બતાવવામાં આવી છે.
3.
સમ્યક્ત્વ અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં ‘કોઇ પણ જીવો ને હણવા નહીં' આવો સર્વ તીર્થંકરોનો મત બતાવવામાં આવ્યો છે. અને સર્વ જીવોની રક્ષા કરવા દ્વારા અપ્રમત થઇને સંયમમાં પરાક્મ કરવું એ ઉપદેશ આપવામાં આવ્યો છે.
બીજા ઉદ્દેશકના પ્રારંભમાં ખૂબ જ મહત્ત્વનો સંદેશ પ્રભુ વીરે આપ્યો છે. મિથ્યાત્વી માટે જે કર્મબંધનાં સ્થાનો છે તે જ સ્થાનો સમ્યક્ત્વી માટે કર્મનિર્જરાના છે. સમકિતી માટે જે કર્મનિર્જરાના સ્થાનો છે તે સ્થાનો મિથ્યાત્વી માટે કર્મબંધના કારણ બને છે. ત્યાર બાદ અન્યધર્મીઓના અનાર્ય મતનું નિરૂપણ કરી આર્યમતનું સ્થાપન કરવામાં આવ્યું છે.
ત્રીજા ઉદ્દેશકમાં ‘શરીરને સુકવી નાખ, આત્માને જીર્ણ કર, દ્વેધનો ત્યાગ કર' વગેરે વૈરાગ્યપ્રેરક વચનો ટાંકવામાં આવ્યા છે.
જ્યારે અંતિમ ચોથા ઉદ્દેશકમાં વીરપુરુષોનો માર્ગ ભગવદાશાની પ્રાપ્તિ થતી નથી, વીરપુરુષો સત્યનિષ્ઠ હોય કરવામાં આવ્યા છે.
દુરનુચર છે, અજ્ઞાની જીવને વગેરે ટંકશાળી ઉપદેશો રજૂ
આચારાંગ સૂત્ર ઉપરની શીલાચાર્યકૃત ટીકામાં વિશેષતા તો એ છે કે જયાં જયાં પણ પ્રસંગ આવ્યો છે ત્યાં ત્યાં કર્મો વિષે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આમ કરવા પાછળ કોઇ ખાસ કારણ જણાતું નથી કદાચ કર્મસાહિત્ય પ્રત્યેનો અપૂર્વ પ્રેમ અથવા તો તે કાળમાં થયેલી કર્મગ્રન્થની રચનાઓ આમાં કારણભૂત હોઇ શકે.
પ્રાન્ત, આચારાંગ ટીકામાં આવતા કેટલાક બેનમૂન દર્શનીય સ્થળો રજૂ કરીએ છીએ.
તે સ્થળો અવશ્ય જોવા એવી વાચકવર્ગને અમારી ખાસ ખાસ ભલામણ છે.
* બ્રાહ્મણાદિ ૪ વર્ણોની ઉત્પત્તિ. (પૃ૦૧૪-૧૬)
* પૃથ્વીકાય વગેરે ષટ્કાયમાં યુક્તિઓ દ્વારા જીવત્વની સિદ્ધિ.
* ૩૬૩ પાંખડીઓના મતની પ્રરૂપણા. (પૃ॰૩૧-૩૫)
* જાતિસ્મરણ નિયમા સંખ્યાત ભવનું જ થાય. (પૃ૦૬૮)
* પ્રભુ વીરે પણ શસ્ત્રાનુપહત અચિત પાણી અને તલ વગેરેનો ઉપભોગ કરવાની અનુજ્ઞા ન આપી. (પૃ૮૫)