________________
જિનાગમો વિજયતે
નિક્ષેપા, કર્મ પદના ૧૦ નિક્ષેપા તથા કષાય પદના નિક્ષેપાનું ખૂબ જ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.
પ્રથમ ઉદ્દેશકમાં પાંચ ઇન્દ્રિયોના વિષયો જ સંસારનું મુખ્ય કારણ છે અને તે વિષયોમાં આસક્ત થયેલ જીવની કેવી કેવી અવસ્થાઓ થાય છે. પ્રમાદને વશ થયેલાઓને કેવી યાતનાઓ ભોગવવી પડે છે વગેરે બાબતોનું હૃદયદ્રાવક વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી “જયાં સુધી ઇન્દ્રિયો શિથિલ થઇ નથી ત્યાં સુધી આત્મા કલ્યાણ સાધી લે” એવો પ્રેરણાદાયી સંદેશ પ્રભુ વીરે આપ્યો છે.
લોકવિજય અધ્યયનના બીજા ઉદ્દેશકમાં સંયમમાં થતી અરતિનો ત્યાગ કરવાથી પળવારમાં મોક્ષ થાય છે, તીર્થંકરની આજ્ઞા મુજબ પ્રવૃતિ ન કરનારને થતા નુકશાનો, સાધુ કેવા હોય, ધનમાં મૂર્શિત થનાર જીવોના કેવા હાલહવાલ થાય છે વગેરે બાબતોનું નિરૂપણ કર્યું છે.
જયારે ત્રીજા ઉદ્દેશકમાં “આ જીવે અનંતીવાર ઉચ્ચ-નીચ સ્થાનો પ્રાપ્ત કર્યા છે, તેથી જાતિમદ કે કુળમદ ન કરવો. તેમાં હર્ષ કે શોક ન કરવો. તેમ જ અંધાદિ જીવોની દુર્દશા જોઇ મધ્યસ્થભાવ કેળવવો'. તેઓને કેવી કેવી વિડંબણાઓ ભોગવવી પડે છે તેનો તાદ્દશ ચિતાર આપણી સમક્ષ રજૂ કર્યો છે.
ચોથા ઉદ્દેશકમાં કામ-ભોગમાં આસક્ત બનેલાઓને રોગોની ઉત્પત્તિ થાય છે અને ત્યારે નિકટના સ્નેહી-સ્વજનો પણ છોડીને ચાલ્યા જાય છે, સખત મહેનતથી ભેગું કરેલું ધન પણ
જ્યારે સાફ થઇ જાય છે ત્યારે જીવનાં કેવા બેહાલ થાય છે તેનું સ્પષ્ટ ચિત્ર આપણને બતાવવામાં આવ્યું છે.
પાંચમાં ઉદ્દેશકના પ્રારંભમાં શ્રમણના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. સાધુની ગોચરી ચર્યા, વસ્ત્ર-આહાર વગેરે કઇ વિધિથી ગ્રહણ કરવા, વગેરે બાબતો બતાવવામાં આવી છે. તથા સાધુ કાલજ્ઞ હોય, બલજ્ઞ હોય, વગેરે દ્વારા સાધુનો આંતરિક ગુણવૈભવ બતાવવામાં આવ્યો છે. તથા ઉદ્દેશકના અંતમાં કામવાસના દુયાજ્ય છે, જીવન ક્ષણભંગુર છે, શરીર ગંદકીથી ભરેલું છે વગેરે વગેરે વૈરાગ્યપ્રેરક ઉપદેશો દ્વારા અનાદિ કાળથી મોહનિદ્રાધીન થયેલ આત્માને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
લોકવિજય અધ્યયનના અંતિમ છઠ્ઠી ઉદ્દેશકમાં સમજદાર વ્યક્તિ તે છે જે પાપ કરતો નથી, એક મહાવ્રતના ભંગમાં સર્વમહાવ્રતનો ભંગ, એક કાયની હિંસામાં પર્લાયની હિસા, મમતાનો ત્યાગ કરનારો મુનિ જ મોક્ષમાર્ગનો યથાવસ્થિત દૃષ્ટા છે, તથા સંયમને ગ્રહણ કરીને દેહાધ્યાસ ત્યજવો. તીર્થંકર પરમાત્માની આજ્ઞામાં ન રહેનારા સાધુ કેવા હોય, તેનું વર્તન કેવું હોય ? ભગવાનની આજ્ઞામાં રહેનાર મુનિ સુવસુ છે. તેણે ગરીબ અને શ્રીમંત બન્નેને સમાન આદરભાવથી દેશના આપવી. તથા દેશના આપતી વખતે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઇને દેશના