________________
પ્રસ્તાવના
છે. તથા પૂ. જંબૂવિજયજી મહારાજા પણ આ જ મત ધરાવે છે. તેઓશ્રી આચારાંગ સૂત્ર મૂલની પ્રસ્તાવનામાં જણાવે છે કે ૧ તેમનું અત્યારે તો શીલાકાંચાર્ય પ્રસિદ્ધ નામ છે. પરંતુ તેઓશ્રી પોતે જ પોતાને શીલાચાર્ય તરીકે ઓળખાવે છે'. તેથી અમે પણ તેઓના માર્ગને જ અનુસરતા ટીકાકારશ્રીને શીલાચાર્ય એવા નામથી ઓળખાવીએ છીએ.
તેઓશ્રીનો સત્તાસમય વિક્ર્મસંવત્ ૯૧૮ની આસપાસનો જણાય છે. કારણ કે, ખંભાતસ્થિત શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડારની વિ.સ.૧૩૨૭માં લખાયેલ (પાંચમા અધ્યયનથી કરેલ સંશોધનમાં જેની અમે સ્વંસંજ્ઞા રાખી છે.) તાડપત્રીય હસ્તપ્રતના પ્રાન્તે નીચે પ્રમાણે પાઠ ઉપલબ્ધ થાય છે. ‘શરૃપાલાતીતસંવત્સરળતેવુ સપ્તસુ ચતુરશીધિયુ વૈશાહપશ્વમ્યામાંપાટીના ઐત્તિ ।'
આ પાઠના આધારે પૂજ્ય શીલાર્ચાયજીએ શકસંવત્ ૭૮૪ અર્થાત્ વિક્ર્મસંવત્ ૯૧૮માં આચારાંગ સૂત્ર ઉપરની ટીકા રચી હતી એવું નિશ્ચિત થાય છે. તેથી તેમનો સત્તાકાળ વિક્ર્મની નવમી શતાબ્દીનો ઉત્તરાર્ધ અને દશમી શતાબ્દીનો પૂર્વાર્ધ હોઈ શકે એવું સહેજે અનુમાન થઈ શકે. જો કે, સંઘવી પાડા, પાટણ ની વિ.સ. ૧૪૬૭ વર્ષમાં લખાયેલ તાડપત્રપ્રત ઉપર આચારાંગ ટીકાના અંતે પૂર્વોક્ત કરતાં જરા જુદો પાઠ, શક સંવત ૭૯૮માં (= વિ.સ. ૯૩૨માં) આચારાંગ ટીકા રચ્યાનો પાઠ મળે છે. તો પણ તે પાઠના કારણે શીલાંકાચાર્યજી ના સત્તાકાળમાં કોઈ ફરક પડતો નથી. એ જ પ્રતમાં પ્રથમ શ્રુતસ્કંધના અંતે આ પ્રમાણે પાઠ મળે છે. “द्वासप्तत्यधिकेषु हि शतेषु सप्तषु गतेषु गुप्तानाम् । संवत्सरेषु मासि च भाद्रपदे शुक्लपञ्चम्याम् ॥ शीलाचार्येण कृता गम्भुतायां स्थितेन टीकैषा । स्मयगुपयुज्य शोध्यं मात्सर्यविनाकृतैरार्यैः ॥”
આ પાઠમાં ગુપ્તસંવત ૭૭૨માં ગાંભુ નગરમાં આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધની ટીકા પૂર્ણ કર્યાનો નિર્દેશ મળે છે. અહીં લખેલ ગુપ્તસંવત એ શકસંવત જ હોય તો વિ.સ. ૯૦૬માં પ્રથમ શ્રુતસ્કંધની ટીકા પૂર્ણ થઈ હશે અને વિ.સ. ૯૧૮માં દ્વિતીય શ્રુતસ્કંધની ટીકા પૂર્ણ થઈ હશે એમ સમયનો તાળો બેસી જાય છે. પૂજ્ય જંબૂવિજયજી મહારાજ, પંડિતવર્ય અમૃતલાલ ભોજક તથા D + વગેરે વિદ્વાનોનું પણ આ જ મન્તવ્ય છે.
11
તદુપરાંત, શીલાર્ચાયજીએ પોતે બીજા લોકવિજય અધ્યયનમાં ગુણનિક્ષેપના અવસરે પૂજ્ય नेयास्तव स्यात्पदसत्त्वलाञ्छिता સમન્તભદ્રસૂરિ મહારાજ વિચિત બૃહત્સ્વયંભૂસ્તોત્રમાંથી કારિકા તથા તે જ અધ્યયનમાં પૂજ્ય હરિભદ્રસૂરિ વિરચિત ધર્મસંગ્રહણિમાંથી “” ય ઋિષિ अण्णा । મોતુ મેદુળભાવ ન ત વિળા રાલેસેĚિ'' ગાથા ઉદ્ધૃત કરેલી છે. તેના ઉપરથી
44
ટિ ૧. જુઓ આયારંગ સુત્ત, પ્રસ્તાવના પૃ૪૯. ૨. શવરૃપાલાતીતસંવત્સરશતેવુ સત્તસુ માનવત્યધિવેષુ વૈશાલશુદ્ધપશ્વમ્યામાવાટીજા તેતિ । ૩. જુઓ આવારગ સુત્ત, પ્રસ્તાવના, પૃ૦૪૯ ૫૦૧૦. ૪. જુઓ ચઉપન્નમાપુરિસચરિયું, પ્રસ્તાવના, પૃ૫૪ ૫૦૨૫-૨૮. ૫. જુઓ પૃ૰૧૫૯. ૬. જુઓ પૃ૦૨૪૬.
१५