________________
પ્રસ્તાવના
પૂ. આગમપ્રભાકરજીના આ વચન મુજબ પૂ. પુણ્યવિજયજીને ગન્ધહસ્તિસૂરિજીએ ૧૧ અંગો ઉપર વિવરણ રચ્યું હતું આ વાત માન્ય હોય તેવું લાગે છે. જો કે, વર્તમાનમાં કેટલાંક વિદ્વાન મહાશયો તથાવિધ અજ્ઞાત કારણે કહેવાતા ઇતિહાસવિદોનું આલંબન લઇને પ્રમાણ રજૂ કર્યા વિના જ હિમવંત થેરાવલીને અર્વાચીન ઠરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે પ્રયાસ કેટલો સ્તુત્ય ગણાય તેની વિચારણા અમે વાચકવર્ગ ઉપર જ છોડીએ છીએ.
આચારાંગસૂત્ર ઉપર એક પ્રાચીન ચૂર્ણિ પણ વર્તમાનમાં ઉપલબ્ધ થાય છે. તે સંભવતઃ પૂજ્ય જિનદાસગણિ મહત્તરશ્રીએ રચી હોય તેવું લાગે છે. તે અંગે વિસ્તૃત વિવેચના અમે ટૂંક સમયમાં જ પ્રકાશિત થનાર આચારાંગ ચૂર્ણિ ભાગ - ૧ ની પ્રસ્તાવનામાં કરવા ઇચ્છીએ છીએ. તે સિવાયની અન્ય ચૂર્ણિ અંગે પૂજ્ય ન્યાયત્રિપુટીજી જૈન પરંપરાનો ઇતિહાસ ભા-૧માં જણાવે છે કે
તેમણે(-આચાર્યસિદ્ધસેનગણિએ) ‘તત્ત્વાર્થસૂત્ર' ઉપર મોટી ટીકા, આચારાંગ સૂત્રની ચૂર્ણિ અને આ જિનભÇગણીના જિતકલ્પની ચૂર્ણિની રચના કરી છે.
જો કે તેમની આચારાંગ ચૂર્ણિ મળતી નથી, કિન્તુ આ શીલાંકસૂરિ આચારાંગ સૂત્રના પ્રારંભમાં શસ્ત્રપરિજ્ઞા ઉપર બનેલા ગંધસ્તિવિવરણને સંભારે છે. એટલે એ રચના ગંધહસ્ત તરીકે ઓળખાતા આ· સિદ્ધસેનગણીની ચૂર્ણિરૂપે હોય, એ બનવાજોગ છે. તેમનો એ ચૂર્ણિરચનાનો યુગ છે.’
આ રીતે ન્યાયત્રિપુટીજી ગંધહસ્તિસૂરિના શસ્ત્રપરિજ્ઞાવિવરણને આચારાંગ ચૂર્ણિ રૂપે દર્શાવી રહ્યા છે. હિમવંત થેરાવલીના નિર્દેશ ઉપરથી આગંધહસ્તિસૂરિનો સત્તાકાળ વિક્ર્મની બીજી શતાબ્દી જણાય છે. જ્યારે પૂ. ન્યાયત્રિપુટીજી તત્ત્વાર્થસૂત્રના ટીકાકાર આ. સિદ્ધસેનગણિ, જે ગંધહસ્તિરૂપે પ્રસિદ્ધ છે. તેમને આચારાંગ સૂત્રના ચૂર્ણિકાર રૂપે સ્વીકારે છે. આ. સિદ્ધસેનગણિનો સત્તાકાળ વિક્ર્મસંવત ૭૦૦ની આસપાસનો છે. બન્ને ગંધહસ્તિમાં પ્રાય: ૫૦૦ વર્ષનો તફાવત પડે છે. તેથી પૂ. ન્યાયત્રિપુટીજીનું મંતવ્ય સંગત જણાતું નથી. તદુપરાંત, સમવાયાંગસૂત્રની ટીકામાં વ્યાખ્યાકાર
ટિ ૧. જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ, ભા-૧, પૃ૦૩૮૫-૮૬૧. ૨.‘૪ ૨ વિનયાવિવુ નધન્યતો द्वात्रिंशत् सागरोपमाण्युक्तानि, गन्धहस्त्यादिष्वपि तथैव दृश्यते' - समवायांगसूत्रवृत्ति, पृ०२६९, पं०७२ पंडित ઉપર પૂ. જંબુવિજયજી મ. ની ટિપ્પણ આ પ્રમાણે છે.
तत्त्वार्थटीकाकर्त्तुः सिद्धसेनाचार्यस्य गन्धहस्तिनाम्ना प्रसिद्धिरस्ति । किन्तु तत्त्वार्थस्य सिद्धसेनाचार्यविरचितायां टीकायामीदृशः पाठो वर्तते - " विजयादिषु चतुर्षु जघन्येन एकत्रिंशत् उत्कर्षेण द्वात्रिंशत्, सर्वार्थसिद्धे त्रयस्त्रिंशत् सागरोपमाणि अजघन्योत्कृष्टा स्थितिः । भाष्यकारेण तु सर्वार्थसिद्धेऽपि जघन्यापि द्वात्रिंशत् सागरोपमाण्यधीता, तन्न विद्मः केनाप्यभिप्रायेण " [ तत्त्वार्थटीका ४।३२] । अत इदमभयदेवसूरिवचनं तत्त्वार्थव्याख्याकर्त्तुः सिद्धसेनाचार्यस्य गन्धहस्तित्वप्रसिद्धिबाधकम्, ततः चिन्त्यमिदम् ।
१३