________________
જિનાગમો વિજયતે
એટલું તો સુપેરે નક્કી કરી શકાય છે કે શીલાચાર્યજી સમન્તભદ્રસૂરિ તથા હરિભદ્રસૂરિના પુરોવર્તી તો નથી જ.
વળી, સૂત્રકૃતાંગની વૃત્તિમાં વ્યાપનીયસંઘાગ્રણી શાકટાયનરચિત કેવલીભક્તિ પ્રકરણમાંથી “અપવર્તતેડતાઈ નાયુનાવ્યો ને રીયન્ત.......liદ્દા" એવી ગાથા ઉદ્ધત કરેલી છે. શાકટાયનાચાર્યનો સમય વિક્રમની નવમી શતાબ્દીના ઉત્તરાર્ધ દશમી શતાબ્દીનો પૂર્વાર્ધ છે. આથી શાકટાયનાચાર્યના સમયની સાથે પણ શીલાચંયજીનો સમય સુસંવાદને પામે છે.
પૂજ્ય શીલાચાર્યજીના ગુરૂ કોણ હતા? તેઓશ્રીની દિક્ષા ક્યારે થઈ હતી? વગેરે કંઈ પણ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. માત્ર એટલી માહિતી પ્રાપ્ત થાય છે કે તેઓ એ ગંભૂતા (હાલમાં ગાંભુ) નગરીમાં આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધની ઉપર ટીકા પૂર્ણ કરી. તેથી શીલાયજીનું વિચરણ તેની આસપાસ રહ્યું હશે તેવું અનુમાન થઈ શકે છે. તદુપરાંત, પ્રથમ શ્રુતસ્કંધને અંતે આચારાંગ ટીકા રચવા વાહરિસાધુ એ સહાય કરી છે એમ ઉલ્લેખ કર્યો છે. તથા સૂત્રકૃતાંગ ટીકાને અંતે વાહગિણિએ સહાય કરી છે એવો નિર્દેશ કર્યો છે. તેના ઉપરથી કલ્પી શકાય છે કે પ્રથમ શ્રુતસ્કંધની ટીકા કાળે વાહરિસાધુ મુનિપદથી અલંકૃત હશે. જયારે સૂત્રકૃતાંગ ટીકાની પૂર્ણાહુતિ અવસર દરમ્યાન વાહરિસાધુ આચાર્યપદથી વિભૂષિત થયા હશે. તેમ જ, શીલાચાર્યજીએ આચારાંગ સૂત્ર ના દ્વિતીય શ્રુતસ્કંધને અંતે વારિસાધુની સહાય સંબંધી ઉલ્લેખ કર્યો નથી. તેથી દ્વિતીય શ્રુતસ્કંધની ટીકા રચવા વાહરિસાધુએ સહાય કરી હશે કે નહિ તે નિર્ણાત થઇ શકતું નથી. તેમ છતાં, સૂત્રકૃતાંગ ટીકાને અંતે વાહગિણિની સહાયનો ઉલ્લેખ કર્યો છે. તેથી સંભવતઃ આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધની ટીકામાં પણ સહાય કરી હશે એવું સંભવી શકે છે.
આચારાંગ સૂત્રના ટીકાકાર શીલાચાર્યજીએ આચારાંગ સૂત્ર સિવાય દ્વિતીય અંગ સૂત્રટીકાકારની કૃતાંગ ઉપર પણ વૃત્તિ રચી છે. એ વાતનો ઉલ્લેખ સૂત્રકૃતાંગ ઉપર ટીકા અન્ય કૃતિઓ રચતા પ્રારંભમાં જ જણાવેલ છે. તે સિવાયની કેટલીક કૃતિઓ શીલાંકાચાર્યરચિત રૂપે મળે છે. પરંતુ તે પ્રસ્તુતુ ટીકાકારકત છે કે અન્ય કૃત છે તેમાં એકમત નથી. પંડિતવર્ય અમૃતલાલ ભોજકે ચઉપન્નમહાપુરિસચરિયની પ્રસ્તાવનામાં આ અંગે વિશદ છણાવટ કરી છે. તે સમાલોચનાના મુખ્ય મુખ્ય અંશો અમે અહીં વાચકવર્ગ સમક્ષ રજૂ કરીએ છીએ.
ટિ ૧. જુઓ સાગરાનંદસૂરિસંપાદિત સૂત્રતાંગ ટીકા પૃ૩૪૬A પં-૭. ૨.... તત્રીવારીકું વરણकरणप्राधान्येन व्याख्यातम् । अधुनाऽवसरायातं द्रव्यप्राधान्येन सूत्रकृताख्यं द्वितीयमङ्गं व्याख्यातुमारभ्यत इति - સૂત્રતાક્રવૃતિઃ, પૃ૦૬ i૦૪ll ૩. પં.અમૃતલાલભાઇની સમાલોચનાના અક્ષરશ: શબ્દો અમે આ ગ્રંથના અંતે પાંચમા પરિશિષ્ટમાં આપેલ છે. અધિક જિજ્ઞાસુઓએ તે પાંચમું પરિશિષ્ટ જોવા નમ્ર વિનંતિ.
१६