________________
પ્રસ્તાવના
પ્રરૂપણા કરે છે. તથા ગણધરો પણ એ જ મે સૂત્રોની રચના કરે છે. તેમ જ આચારાંગમાં મોક્ષના ઉપાયનું નિદર્શન કરવામાં આવ્યું છે. આચારાંગના અધ્યયનથી જ શ્રમણધર્મનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી આચારધર એ ગણિત્વ - આચાર્યત્વનું પ્રથમ સ્થાન છે.'
આચારાંગ નિર્યુકિતમાં આચારાંગ સૂત્રના બીજા નામોનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. જેમ કે, આચાર-આચાલ-આગાલ-આકાર-આશ્વાસ-આદર્શ-અંગ-આચીર્ણ-આજાતિ અને આમોક્ષ. આ ૧૧ પર્યાયવાચી નામોના અર્થ વાચકવર્ગે ટીકા તથા ચૂર્ણિમાંથી જોઇ લેવા વિનંતિ. વિસ્તારભયથી અમે અંહી દર્શાવતા નથી.
દ્વાદશાંગીમાં આચારાંગ સૂત્ર પ્રથમ છે એ તો અત્યંત પ્રસિદ્ધ વાત છે. પરંતુ આચારાંગ સૂત્રની પ્રથમતા કઇ રીતે છે, રચનાની અપેક્ષા એ કે સ્થાપનાની અપેક્ષાએ ? એ અંગે પૂર્વાચાર્યોના વિભિન્ન મત છે. મુખ્ય ૪ મત પ્રવર્તે છે.
આચારાંગ ચૂર્ણિકારજીના મતે સર્વે તીર્થંકર ભગવંતો તીર્થપ્રર્વતનના પ્રારંભમાં આચારાંગનો અર્થ સૌ પ્રથમ કહે છે અને ત્યાર પછી ૧૧ અંગોનો અર્થ કહે છે. અને તે જ ક્રમથી ગણધર ભગવંતો સૂત્રની રચના કરે છે. આચારાંગ વૃત્તિકાર શીલાચાર્ય(પ્રસિદ્ધ નામ શીલાંકાચાર્ય) પણ ચૂર્ણિકારજીના મત પ્રમાણે જ આચારાંગ વૃત્તિમાં વિવરણ કરે છે. (જુઓ પૃ॰૧૧ ૫૫-૭)
નંદિસૂત્ર ઉપરની ચૂર્ણિમાં ભગવાન જિનદસગણીજી જણાવે છે કે તીર્થપ્રર્વતનના પ્રારંભમાં તીર્થંકર ભગવંતો પૂર્વગત સૂત્રોનો અર્થ પ્રથમ કહે છે માટે તેને પૂર્વ કહેવામાં આવે છે. જ્યારે ગણધર ભગવંતો સૂત્રની રચના કરે છે ત્યારે આચારાંગ, સૂત્રકૃતાંગ આ મથી રચના કરે છે. અને સ્થાપના પણ આ જ મથી રચના કરે છે. અન્ય આચાર્યોના મતે તીર્થંકર ભગવંતો ૧૪ પૂર્વનો અર્થ સૌ પ્રથમ કહે છે અને ગણધર ભગવંતો પણ સૌથી પ્રથમ પૂર્વેની રચના કરે
द्वि० १. आयारो आचालो आगालो आगरो य आसासो । आयरिसो अंगं ति य आइण्णाऽऽजाइ आमोक्खो ॥ ૨. ‘.....સન્વેસિ આયારો ગાહા । સન્નતિસ્થા વિ આયારસ્ક અત્યં પઢમં બા ંતિ, તતો મેસાળં एकारसण्हं अंगाणं, ताए चेव परिवाडीए गणहरा वि सुत्तं गंथंति ।'- आचा० चू०८ ॥ 3. 'से किं तं पुव्वगतं ? ति, उच्यते- जम्हा तित्थकरो तित्थपवत्तणकाले गणधराण सव्वसुताधारत्तणतो पुव्वं पुव्वगतसुत्तत्थं भासति तम्हा पुव्व त्ति भणिता, गणधरा पुण सुत्तरयणं करेंता आयाराइकमेण रयंति ट्ठवेंति य । अण्णायरियमणं पुण पुव्वगतसुत्तत्थो पुव्वं अरहता भासितो, गणहरेहि वि पुव्वगतसुत्तं चेव पुव्वं रइतं, पच्छा आयाराइ । एवमुक्ते चोदक आह— णणु पुव्वावरविरुद्धं, कम्हा ?, जम्हा आयारनिज्जुत्तीए भणितं "सव्वेसिं आयारो” [आचा०नि०८] गाहा । आचार्याऽऽह - सत्यमुक्तं, किंतु सा ठवणा, इमं पुण अक्खररयणं पडुच्च भणितं, पुव्वं पुव्वा कता इत्यर्थः ।'- नन्दीसू० चू० पृ०७५, नन्दीसू० हारि०वृ० पृ०८८ ॥
९