Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ ૮: આભના ટેકા જળ લેવા ગયા કે સહસા ઈન્દ્રાસન કંપ્યું અને ઈદ્રમહારાજા અને દેવોએ મળી તીર્થજળથી અભિષેક કરી, દિવ્ય વસ્ત્રો ધારણ કરાવી મુગટ અને રત્નાલંકારો ધારણ કરાવ્યા. દેવોને આ બધું કરતાં શી વાર ! યુગલીયાઓને મનમાં ઘણી હોંશ હતી : આજે આપણે આપણા લાવેલા જળથી અભિષેક કરીશું પછી તેને વસ્ત્ર અલંકારથી સજ્જ કરીશું. પણ અહીંનું દશ્ય તો જુદુ હતું. હવે? બધા યુગલીયાઓ અખિન્ન હૃદયે ત્યાં જ ઊભા રહ્યા. ઈન્દ્રો અને દેવોનું આવાગમન ચાલુ જ હતું. સહેજ પણ છોભીલા પડ્યા વિના, ઋષભકુમારના પગનો એક અંગૂઠો દેખાતો હતો ત્યાં પોતાના પડીયાના જળ વડે, આચાર સાચવવા અભિષેક કર્યો ! સંતોષ માન્યો. અભિનવ ઋષભકુમાર પ્રસન્ન પ્રસન્ન થેઈ ગયા. મુખમાંથી સહસા ઉદ્ગારો સરી પડ્યા : સહો વિનીતા પત્તા (અહો ! આ બધા કેટલા વિનયવંત છે !) ઈન્દ્રમહારાજા પણ આ ઘટનાથી ખૂબ પ્રભાવિત થયા. નૂતન રાજાના મુખમાંથી નીકળેલા શબ્દોને કાયમી બનાવવા માટે જાહેર ઉદ્ઘોષણા કરી કે, “આ ઘટનાની સ્મૃતિને ચિરંજીવિની બનાવવા અહીં આ સ્થળે એક નગરી વસાવવામાં આવશે અને તેનું નામાભિધાન વિનીતા રાખવામાં આવશે. યુગલીયાઓ રાજી રાજી થઈ ગયા.9 A RE કરો NOON Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 186