Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦: આભના ટેકા તેમના પૌત્ર ભરત ચક્રવર્તી રોજ સવારે માતાને પ્રણામ કરવા આવે ત્યારે માતા એને પહેલો પ્રશ્ન પૂછે કે : રિખવાના શું સમાચાર છે? માનું હૈયું છે, ક્યારેક તો તેને બાળુડાની યાદ આવતા હૈયું ભરાઈ જાય અને આંખમાંથી અનરાધાર આંસુ વહેવા માંડે. સમય વિતવા લાગ્યો. આમ એક હજાર વર્ષ વીત્યાં. પૌત્રનો રોજ વંદન કરવાનો ક્રમ અને માતાનો પુત્રના કુશળ પૂછવાનો પણ રોજનો ક્રમ ! માતા મરુદેવાનો રોજનો એક જ પ્રશ્ન હતો અને ભરત ચક્રવર્તીનો એક જ ઉત્તર હતો. આજે તો સંતોષકારક ઉત્તર આપી શકાય તેવો દિવસ ઊગ્યો છે! ભરત : ચક્રવર્તી માતાને પ્રણામ કરવા ગયા ત્યારે પ્રશ્ન પૂછાયો: ‘રિખવો ક્યાં છે?' પુત્ર પ્રેમને કારણે હૃદય વારંવાર ભરાઈ આવે, આંખમાંથી આંસુ તો વહ્યા જ કરે. સતત રડવાના કારણે આંસુ પણ થીજીને પડળ બની ગયા હતા. કાંઈ દેખાય પણ નહીં, પણ ભરત ચરણ-સ્પર્શ કરે એટલે ઓળખી જાય અને પૂછે : “રિખવાના શું સમાચાર છે ?' ભરતે કહ્યું : “મા ! આપણા નગરના પાદરમાં પધાર્યા છે. ચાલો જઈએ પ્રભુજીને વાંદવા.” જો કે ભરતને આજે એક સાથે બે સમાચાર મળ્યા હતા આયુધશાળામાં ચક્રરત્નની ઉત્પતિ અને શ્રી ઋષભદેવને કેવળજ્ઞાન પ્રાપ્તિ ! ક્ષણભર તો મૂંઝવણ થઈ હતી કે તાતં પૂગયામિ ત વ પૂગયામિ? પરંતુ મનમંદિરમાં દીપક જેવો વિવેક અજવાળાં પાથરતો હતો. પ્રભુની પૂજામાં ચકરત્નની પૂજા આવી જાય” એમ મનમાં સમાધાન કરીને પ્રભુજીના કેવળજ્ઞાન મહોત્સવમાં જવાનું ઠરાવ્યું. મરુદેવા માતાને હાથીની અંબાડી પર બેસાડ્યા અને વાજતે ગાજતે, આ અવસર્પણી કાળના પ્રથમ સમવસરણ અને તેમાં વીરાજેલા અહધર્મચક્રવર્તીના દર્શન વંદન કરવા નીકળ્યા. સમવસરણ પણ ઊંચું, ત્રણ વિશાળ ગઢ ઝાકમઝાળ. તેના પર ત્રણ ભુવનના બાદશાહ અહંતુ ઋષભદેવ વિરાજેલા હતા. ઇન્દ્રો ચામર વિંઝતા હતા. ગગનભેદી દુંદુભિના મધુર સ્વરો ચોમેર, ધર્મજનોને આમંત્રણ આપતાં ગાજતા હતા. અશોક વૃક્ષ આનંદથી નાચતો હોય તેમ લાલ સુકુમાર પાંદડાંથી ડોલતો શોભતો હતો. વાંસળીના સુમધુર સ્વરોથી ભરાયેલું આકાશ ગૂંજતું હતું. પાંચે વર્ણનાં ઝીણાં પુષ્પો સુગંધ રેલાવતા હતા. આવા વાતાવરણ વચ્ચે પોતાના દીકરાને બેઠેલો જોઈને માતા મરુદેવાની આંખમાં હર્ષના આંસુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 186