Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ આભના ટેકા:૯ આનંદના આંસુએ મહાઆનંદની ભેટ આપી પરમ સૌભાગ્યભંડાર શ્રી ઋષભદેવ ભગવાન અને તેમનો પરિવાર સકળ ઉત્તમતાને હાંસલ કરવામાં પહેલો રહ્યો છે. એ ઋષભદેવ ભગવાનનના માતા માદેવા માતા પ્રકૃતિથી સહજ ભદ્રમૂર્તિ. તેમનું મન સ્ફટિક જેવું નિર્મળ અને પારદર્શી. તેમનો પરિવાર ખાસ્સો બહોળો મોટો. ઋષભદેવ એમના સુપુત્ર અને તેમના સો પુત્રો અને બે પુત્રીઓ. પુરો પરિવાર એવો હળુકર્મી કે બધા એ જે ભવમાં અનાદિ કાળના સકળ કર્મોને ખેરવી વિખેરીને આત્માના સ્વાધીન સુખને મેળવનારા થયાં. | મારુદેવા માતાને, પુત્ર ઋષભદેવ પ્રત્યે, માતાને હોય તેવો અનર્ગળ અસીમ પ્રેમ એટલે કે વાત્સલ્ય હતા. પુત્રને દીક્ષા લેવામાં ના ન કહી, પરંતુ સંસાર ત્યાગીને દીક્ષા લઈ જંગલની વાટે એ ચાલી નીકળ્યા પછી રોજ રોજ ' ચિંતા કરે : મારો રિખવો આજે ક્યાં હશે ? શિયાળો ચાલે છે, ટાઢ પડે છે. એને ઠંડી લાગતી હશે. તેનું શરીર તો કેવું કોમળ છે ! કોમળ એની કાયા છે, અંગો છે સુકોમળ; સુખમાં દુખમાં એહની, કોણ કરે સંભાળ? એ મુજ નાનો બાળુડો, એક જ મુજ સંતાન; વિકટ પંથ એણે ગ્રહ્યો, ત્યજી મમતા ને માન. શિયાળે ઠંડી ઘણી, ઉનાળે લૂ વાય; ચોમાસુ અતિ દોહિલું, દુઃખમાં દિવસો જાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 186