Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ આભના ટેકા: ૧૧ ધસી આવ્યા. આંસુનું પૂર આવ્યું. “મારા દીકરાની આવી સિદ્ધિ ! આવી સમૃદ્ધિ ! આવું ઐશ્વર્ય ! શું ઠાઠ છે ! શું વૈભવ છે !' આમ વિચારતા વિચારતા અશ્રુની નદી વહેતી રહી. આંખમાં પેલા પાળ બાઝયા હતા તે ધોવાઈ ગયા. ચક્ષુ ચોખા થયા, નિર્મળ થયા ! સામેનું અદ્ભુત દશ્ય બરાબર દેખાયું. આવા પાવન દર્શનથી મરુદેવા માતાના અંતરમાં આનંદ ઉભરાયો. પ્રભુની સાથે તાદામ્ય સધાયું. દશ્ય, દષ્ટા અને દર્શન એકાકાર થયા. કલિકાલ સર્વજ્ઞ જેને ‘ભગવદર્શનાનદયોગ” કહે છે તે આનંદયોગ સિદ્ધ થયો. તેમાં સ્થિરતા આવતાવેંત મોહનીય આદિ ચારેય ઘાતિકર્મનો ક્ષય થયો અને લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થઈ. મરુદેવા આ અવસર્પિણીમાં સર્વપ્રથમ સ્ત્રીકેવળી થયા. એમની આંખોમાં આવેલા અનર્ગળ આંસુ આનંદના હતા અને તે મહાનંદના કારણ બન્યા ! સાવ ભદ્રિક જીવને ક્યારેય ન જોયું હોય તેવું અદ્ભુત દશ્ય જોઈને આનંદ થાય જ. તેમાં ય પોતાના દીકરાને આવા ઐશ્વર્યની વચ્ચે જોઈને હૃદયમાં હર્ષની છોળ ઊછળે. આને વિસ્મય કહેવાય. પ્રભુને જોઈ આપણે પણ આવા ભાવવિભોર બનીએ તો વાણી ગદ્ગદ્ બને, દેહ રોમાંચિત બને અને આંખે આંસુ ઉભરાય તો આપણને થયેલા અપૂર્વ દર્શનથી જે આનંદ થાય તે પરંપરાએ મહાઆનંદનું બીજ બની જાય. મરુદેવા માતાની જેમ -કર્મના પડળને કાઢવાની તાકાત પાણી જેવા આ આંસુઓમાં છે. આવા આંસુઓને આવકાર આપીએ. ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 186