Book Title: Aabhna Teka Author(s): Pradyumnasuri Publisher: Pathshala Prakashan View full book textPage 8
________________ આભના ટેકા : ૭ ઋષભ ચરણ અંગૂઠડે... ... આજે ઋષભકુમાર રાજા બનવાના છે. ઋષભકુમારનો રાજ્યાભિષેક છે. અયોધ્યાનગરીના બહિર ભાગમાં તડામાર તૈયારીઓ ચાલે છે. મંડપને સજીધજીને શણગાર્યો છે. સોનાનું સિંહાસન રચાઈ ગયું છે. પિતા નાભિના મોં પર પણ ઉલ્લાસ છલકાય છે. પ્રજારૂપ યુગલીયાઓ, પોતાને ત્યાં રાજાનો અભિષેક છે એ એક અવસર છે માટે આપણાથી થઈ શકે તે કરવા થનગનવા લાગ્યા છે. પહેલીવારનો જ આવો પ્રસંગ છે. હાજર રહેલા દેવોને યુગલીયાઓ પૂછે છે : શું શું કરવાનું હોય ! શું શું જોઈએ ? ખબર પડી કે આજે અભિષેક થશે એટલે સહુ સાથે મળીને અભિષેકનું જળ લેવા ઉપડ્યા. અંભોજિની (કમલિની)ના મોટા પાંદડાંઓના પડીયા બનાવી, નિર્મળ જળથી ભરેલા તળાવના પાણીથી એ પડીયા ભર્યા અને ઉછળતા ઉત્સાહથી મંડપ ભણી ચાલ્યા... જલ્દી જલ્દી ઉતાવળે ચાલ્યા પણ... મંડપમાં આવી જુએ છે તો ઋષભકુમારને તો સ્નાન-વિલેપન કરાવીને, ઉત્તમ વસ્ત્રાલંકાર પહેરાવીને સિંહાસન પર વિરાજમાન કરી દીધાં હતા! યુગલીયાઓ જેવા અભિષેક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 186