Book Title: Aabhna Teka Author(s): Pradyumnasuri Publisher: Pathshala Prakashan View full book textPage 7
________________ Sી વારા EE EED ISો કીડી ચોપડી વાંચતાં પહેલાં... વારતા સાંભળવાનો રસ બધાને જ હોય છે. જુગ જૂનો આ ચાલ છે. અહીં જે વારતા વાંચવા મળશે તે વારતામાંથી કાંઈ ને કાંઈ મેસેજ મળે છે, એને વાગોળવાનો છે, આત્મસાત્ કરવાનો છે. જૈન સંઘમાં થયેલા આવા ઉત્તમ પુરુષો છે. કાળનો કાટ ન લાગે તેવું જીવન જીવી ગયા છે. એ જ એમનો સંદેશો છે. આપણે એમના જેવી જ ઉત્તમતા ખીલવવાની છે. આપણા રૉલ મૉડેલ એ બધા સ્ત્રી-પુરુષો છે. તેથી આ પુસ્તકને એક વાર વાંચી મૂકી દેવાનું નહીં. કરતાં; પણ સહેજ ઝીણી નજર કરી બીજી વાર, ત્રીજી વાર વાંચજો. આ વારતાઓમાંથી પસાર થજો. જેથી તમારા મનમાં આદર્શરૂપે એ ચરિત્ર નાયકની પ્રતિમા કંડારાય. આ બધા સતુ પુરુષો અને સતી સ્ત્રીઓના સતુ બળથી જ આ આકાશ આપણા ઉપર છત્રરૂપે ટક્યું છે તે આ બધાના સત્ના પ્રભાવે. | આપણે આ બધી ધર્મકથાનો આપણા જીવન સાથે અનુયોગ (જોડાણ) કરીએ જેથી આ ધર્મકથાનો યોગ બને. એ જ શુભ કામના સાથે.. માછલી અને હંસ, સ્વભાવ અને સમજ ! માછલી જેવો તરલ સ્વભાવ બદલાતો બદલાતો, સુધરતો છેવટે હંસ જેવો શુભઅમલિન થઈ, નીર-ક્ષીરના ભેદ પારખી શકે એવી સમજ કેળવી, છેક પાતાળમાંથી ઊર્ધ્વ દિશાએ આકાશગામી થઈ મુક્તિની ઉડાન હાંસલ કરશે. આ પરિવર્તન આમ ક્રમે ક્રમે અને અનાયાસે સહજપણે થતું, જગખ્યાત કલાકાર ઍચરે, કુનેહભરી કળાથી દશ્યમાન કર્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 186