Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ આભના ટેકાઃ ૪ અન્ય એક કથા-પ્રસંગ જોઈએ. મંત્રીશ્વર ઝાંઝણ જે રીતે રાજા તરફથી આવતાં પડકારને ઝીલે છે અને તેને સવાયો કરીને પરિપૂર્ણ કરી શોભાવે છે તે પ્રસંગનું પૃથ્થકરણ કરીએ ત્યારે આપણે હિસ્સે ઘણું હાથવગું કરી શકાય. આમ તો પ્રત્યેક કથા અને કથા-પ્રસંગોમાં આ કૌવત છે જ. માત્ર તેને વિચારણાની એરણ ઉપર ચડાવવાથી તે સ્પષ્ટ થાય છે. મને આવી ટેવ છે. માત્ર વાર્તા જાણી હું રાજી ન થાઉં, એના કથા-રસમાં પણ ન તણાઉં. એ ઘટના પાછળના પરિબળોને જોવામાં ટટોળવામાં મારી બુદ્ધિને પરોવી દઉં. પછી મને જે નવનીત પ્રાપ્ત થાય, સત્ત્વ તરફનો ઝોક જાણવા સમજવા મળે તેથી જિજ્ઞાસા ખીલી ઉઠે. “આભના ટેકાનાં પાનાંઓમાંથી પસાર થતાં કથાઓને આ દૃષ્ટિએ જોવાની છે, મૂલવવાની છે. કેવું અચરજ છે ! આપણી ઉપરનું વિશાળ અને અમાપ આભ-આકાશ વગર ટેકાએ ટકેલું દેખાય છે. આ કલ્પનાથી યે આગળ એવી એક કલ્પના છે કે આવી કથાઓના એ મહાન વ્યક્તિત્વના સથી આ આકાશી માંડવો ટકી રહેલો છે. આટલી ઉંચાઈએ પહોંચેલી પ્રતિભાઓ એ જ તો આભના ટેકા છે ! શત્રુંજય રક્ષક કપર્દી યક્ષની વાત હોય કેદાદા આદીશ્વરની છડી પોકારતા કરસન ચોપદારની હોય; દરિયાવ દિલના મનસુખભાઈ હોય કે વશરામ-રૂડી જેવા સરળ દિલનાં ભોળા ગ્રામજન હોય --આવી આવી વાતોના આ સંગ્રહને સહસા નામ અપાઈ ગયું: બાભના ટેકા. ઉત્તમ વ્યક્તિ અને ઉત્તમ ગ્રન્થો જ સાર છે, બાકી બધો ભાર છે. જેઠ સુદિ પાંચમ વિ.સં. ૨૦૬૩ દોલત નગર બોરીવલી (પૂર્વ) મુંબઈ - ૬૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 186