Book Title: Aabhna Teka Author(s): Pradyumnasuri Publisher: Pathshala Prakashan View full book textPage 4
________________ ૩: આભના ટેકા * શ્રુતના લાભાર્થી : સ્વ. પ્રતાપરાય મોહનલાલ શાહ | (દાઠા -હાલ અંધેરી, મુંબઈ) હ. લીલાબહેન, અજય-હર્ષા, કેતન-શૈલા, નિતેશ-ફાલ્યુની, હર્ષા-બિપિનભાઈ, ભાવિકા-દીપકકુમાર ROSE કથાની આગળ-પાછળ વાર્તાનું આકર્ષણ અનાદિનું છે. બાળકો અને વૃદ્ધોને તો છે જ, જો ઝીણવટથી જોઈએ તો બધાને જ છે. અહીં જે વાર્તા અને કથાનકો આપ્યાં છે તે બધા પ્રાયઃ પ્રસિદ્ધ જ છે, જૈન સંઘમાં ખૂબ જાણીતી વાર્તાઓ છે. કથાના રસથી વાંચવા પ્રેરિત થાય એવો પણ એક વર્ગ છે. તેની રસ-પિપાસા પૂર્ણ થાય એવી આ કથાઓ છે. આખર આ બધી કથા કહેવાય. તેમાં ઝીણું નકશીકામ કરેલું જણાય છે તે મહાન વ્યક્તિત્વના અંશો જ છે. તેમના સત્ત્વને જોઈ તપાસીને હૃદયથી પ્રશંસા કરવામાં આવે કે આવા સત્ત્વનો અંશ અમને મળો, તો ભલે સંપૂર્ણ રૂપે એ કદાચ ન મળે, કારણ કે એ સત્ત્વને જીરવવાની શક્તિ પણ જોઈએ. તેથી સત્ત્વ જેટલું જીરવી શકાય તેટલું તો જરૂર મળે. જેમકે, સતી મદનરેખાનું સત્ત્વ અસમાન જણાય છે. પોતાના પતિના મસ્તકને ખોળામાં રાખીને શરણાગમન કરાવવું, પતિના મોટાભાઈ મણિરથ પ્રત્યે તેમના દિલના ખૂણામાં પણ દુર્ભાવ, વૈષ કે વૈર ન જમા થાય તેની તકેદારી રાખીને સમજૂતી આપવી. આમાં પોતાની અસલામત પરિસ્થિતિનો તો વિચાર સુદ્ધાં ન કર્યો. કયું બળ તેમને સ્થિર રાખી શકે તે તો આપણે કલ્પના જ કરવી રહી. સતી મદનરેખાના આ કથા પ્રસંગને ચારેબાજુથી કાર્ય-કરણની દૃષ્ટિથી વિચારવામાં આવે તો થોડું નૈવેદ્ય જરૂર લાધે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 186