Page #1
--------------------------------------------------------------------------
________________
વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ તત્ત્વમસિ (છા. ઉપ. ૬.૮-૧૬)નું વિવેચન.
ભા.
પ્રો.ડૉ. બંસીધર ભટ્ટ (જર્મની) હ૧ : પ્રાસ્તાવિક :
ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃત ભાષા-ક્ષેત્રનું સાહિત્ય અને પ્રાકૃત-ભાષા-ક્ષેત્રનું સાહિત્ય, બંને પરસ્પર સંકળાયેલાં (interdisciplinary) રહ્યાં છે. આ ક્ષેત્રોનાં સાહિત્ય સર્વલક્ષી (આર્ય/આપેંતર) સામગ્રી ધરાવે છે. તેમાં ધર્મ, દર્શન, સમાજ, અર્થવ્યવસ્થા, રાજનીતિ, ઇતિહાસ, સાહિત્ય (કાવ્ય, નાટક, અલંકાર), છંદ, વ્યાકરણ, પુરાતત્ત્વ, ઇત્યાદિ પ્રકારના ગ્રંથો કે વિષયો મળી આવે છે; અને તે બધા ગ્રંથોમાં/વિષયોમાં પણ પરસ્પર વિચાર વિનિમય થતો રહ્યો છે; એટલે કે સંસ્કૃત કે પ્રાકૃત ભાષાના ગ્રંથોમાં ઉપર્યુક્ત વિષયો ક્યાંકને ક્યાંક મળી જ આવે છે. પરંતુ, સંસ્કૃત ગ્રંથોમાં અધ્યયન-સંશોધન કરનારા આપણા ભારતીય વિદ્વાનો પ્રાકૃત ગ્રંથોની અક્ષમ્ય ઉપેક્ષા કરે છે, તે રીતે પ્રાકૃત ગ્રંથોમાં અધ્યયન-સંશોધન કરનારા વિદ્વાનો પણ સંસ્કૃત-ગ્રંથોની અક્ષમ્ય ઉપેક્ષા કરે છે. વળી, આ રીતે અધ્યયન-સંશોધન કરનારા વિદ્વાનો પોતપોતાની રુચિના વિષયના “ખાબોચિયામાં” જ રાચ્યા રહે છે. જેમ કે, ઔપનિષદ કે દર્શનશાસ્ત્રના વિદ્વાનો વ્યાકરણ પ્રત્યે કે દાર્શનિક વિચારોની ઉત્ક્રાંતિ માટે જાતક કથાઓ અને પ્રાકૃત-પાલિ સાહિત્ય પ્રત્યે પણ દુર્લક્ષ્ય સેવે છે. તેમ વ્યાકરણ શાસ્ત્રના વિદ્વાનો પાણિનિ-અષ્ટાધ્યાયીના “કુંડાળામાંથી” બહાર નીકળીને પ્રાતિશાખ્યો, નિરુક્ત, - ઉપનિષદો, રામાયણ-મહાભારત કે પુરાણો, અને જાતક કથાઓ કે પાલિ-પ્રાકૃત સાહિત્ય જેવા વિષય-ગ્રંથોમાં પ્રાપ્ત ભાષા-લોકભાષા માટે ડોકિયું પણ કરતા નથી; તે રીતે અલંકારશાસના “કૂપમંડૂકો” પ્રાકૃત-સંસ્કૃત-ભાષા, છંદવિકાસ, વૈદિક વાય, વગેરેનું અનુશીલન કરતા જ નથી. આ વિદ્વાનોને કોણ સમજાવે કે દાર્શનિક વિચારધારાના કે નાટ્યશાસ્ત્રના કે વ્યાકરણશાસ્ત્રના તથા લોકભાષાના સંકેતો કે વિકાસ માટે સમાંતર જતા સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનું કે તેમાં મળી રહેતા વિષયોનું અધ્યયન પણ અત્યંત આવશ્યક છે. અને વળી વૈદિકગ્રંથોના વિદ્વાન/પંડિતો તો પોતાની એક આગવી પુરાણી દુનિયામાં જ સંતુષ્ટ રહે છે. અને વૈદિક સાહિત્ય માટે ખાસ જરૂરી મુદ્દા (વાક્યરચના, ભાષાકીય ક્લિષ્ટતા, ભાષાવ્યુત્પત્તિશાસ્ત્ર, વગેરે) વિષે અજ્ઞાન ધરાવે છે.
ઉપર્યુક્ત પ્રકારના વિદ્વાનો એવો દાવો તો કરે છે કે, તેઓએ તેમના મુખ્ય ક્ષેત્રના/વિષયના અધ્યયન-સંશોધન માટે ઈતર ક્ષેત્રનું/વિષયોનું પણ અધ્યયન કર્યું છે. પરંતુ તેમનો આવો દાવો યોગ્ય લાગતો નથી. જેમકે, અલંકારશાસ્ત્રના વિદ્વાને વૈદિક વામનું કે અન્ય ભાષાકીય સાહિત્યનું અધ્યયન કર્યું હોય, પણ વૈદિક કે અન્ય ભાષાકીય સાહિત્યના અધ્યયન-સંશોધનની પકડ તો તેને હોતી જ નથી, આથી તે તે વિષયોનાં કે ક્ષેત્રોનાં પાશ્ચાત્ય અને ભારતીય સંશોધનોમાંથી મુખ્ય મુખ્ય આધુનિક સંશોધનોનો આધાર લેવો જ જોઈએ. આવો આધાર આ વિદ્વાનો લેતા નથી. વળી, ગ્રંથ-વિશ્લેષણપ્રક્રિયાનું પણ તેમને પૂરતું જ્ઞાન હોતું નથી. સંસ્કૃત વ્યાકરણ-શાસ્ત્ર કિલષ્ટ રહ્યું છે. આથી ઉપર્યુક્ત અમારું વિધાન વાંચી કોઈ વ્યાકરણશાસ્ત્રનો વિદ્વાન તરત એવી ટકોર કરશે કે : પાણિનિ-અષ્ટાધ્યાયીના ““કુંડાળામાં” તમે તો જરા પગપેસારો કરી જુઓ ! આ બાબતે અહીં જણાવવું પડે કે : ભાષા પાણિનિ-અષ્ટાધ્યાયીમાં નિયમોથી બંધાઈ ચૂકી તે પહેલાંની વૈદિક ગ્રંથોમાં, શિલાલેખોમાં, જાતકકથાઓમાં, પાલિ-પ્રાકૃત ગ્રંથોમાં મળી આવતી ભાષા/લોકભાષાનાં વિશ્લેષણ કરી, અને તે સંબંધી ભાષા-વ્યુત્પત્તિ-શાસ્ત્રના વિદ્વાનોનાં સંશોધનોમાં રહેલી આ વ્યાકરણશાસ્ત્ર કરતાં ય વધારે કિલષ્ટ પ્રક્રિયા સમજવા/સમજાવવા તે પોતાની બુદ્ધિ કસી જુએ અને “કુંડાળાને” જ લિષ્ટ, વિષય-સર્વસ્વ માની લેવાનો ભ્રમ ના રાખે !
ઉપર જે તે તરી આવતાં, સંશોધનનાં આવશ્યક લક્ષણોને આવરી લેતો - તેના આદર્શ ઉદાહરણરૂપે - એક સંશોધન લેખ અહીં પ્રસિદ્ધ કરીએ છીએ. તેમાં વૈદિક - ઔપનિષદૂ સાહિત્યમાં જાણીતા અમેરિકાના વિદ્વાન જોયલ પી.
૪૬]
[સામીપ્ય : ઑકટોબર, ૨૦૦-માર્ચ, ૨૦૦૧
Page #2
--------------------------------------------------------------------------
________________
બેરેટનના (જુઓ, બેરેટન) ૧૯૮૬ માં પ્રસિદ્ધ થયેલા સંશોધન-લેખના આધારે છાંદોગ્ય (= છત્ર) ઉપનિષદ (=ઉપ.)ના છઠ્ઠા અધ્યાયના આઠમા ખંડથી સોળમા ખંડ સુધી (૬.૮-૧૬) ધ્રુવપંક્તિ તરીકે પુનરાવર્તન પામતા વાક્યમાં સંકલિત “તત્ત્વમસિ” વાક્યનું અહીં વિવેચન કરવામાં આવે છે. પ્રસ્તુત સંશોધન-લેખમાં છાં.ઉપ. (૬.૮-૧૬)ના વિષયવસ્તુનું વિવેચન તદ્દન વસ્તુલક્ષી રીતે (objective) થતું રહે તે ઉપર સતત લક્ષ્ય આપ્યું છે તે વાચકો નોંધે ! ઉપરાંત, ભારતીય વિદ્વાનના કે અન્ય વ્યક્તિના હૃદયમાં વસી રહેલા અને દરેકના મુખે એક “મહાવાક્ય” તરીકે સહજ બોલાઈ જતા, તથા અર્થની દૃષ્ટિએ કે સમજવામાં તદ્દન સરળ ભાસતા આ ઔપનિષદ વાક્ય : “તત્ત્વમસિ”નો યોગ્ય અને અભિપ્રેત અર્થ કયો ઘટી શકે એ બાબતે અહીં (કદાચ ભારતમાં) સૌ પ્રથમવાર વિશદ વર્ણન કરવામાં આવે છે. ૭૨ : ધ્રુવપંક્તિ અને શાંકરભાષ્ય : ",
છાં.ઉપ. ૬.૮-૧૬ માં નીચે મુજબ ધ્રુવપંક્તિ આવે છે :स य एषोऽणिमैतदात्म्यमिदं सर्वं, तत्सत्यं, स आत्मा तत्त्वमसि, श्वेतकेतो इति....1
તે જે આ અણિમા (સૂક્ષ્મતમ) છે, એ સ્વરૂપમય આ બધું (જગ) છે, તે સત્ય છે, તે આત્મા છે, હે શ્વેતકેતુ, તત” તું છે...”
આ ધ્રુવપંક્તિમાં આવતાં તે- અને ત- જેવાં સર્વનામો ક્યાં, કયી સંજ્ઞા માટે યોજયાં છે. અને તેમનો વ્યાકરણની દૃષ્ટિએ શો સંબંધ છે તેવા મુદ્દા માટે અહીં વિવેચન કરવાનું આવશ્યક થઈ પડે છે. - છાં. ઉપ. ઉપરના તેના ભાષ્યમાં શંકર આ ધ્રુવપંક્તિ નીચે મુજબ સમજાવે છે :
स य सदाख्यः, एष उक्तः अणिमा अणुभावो जगतो मूलम् । एतादात्म्यं-एतदात्मा यस्य सर्वस्य तद्-एतदात्म, तस्य भावः, ऐतदात्म्यम् । एतेन सदाख्येनात्मनात्मवत्सर्वमिदं जगत्।..... येन चात्मनात्मवत्सर्वमिदं जगत्-तद्-एव सदारव्यं कारणं, सत्यं परमार्थसत् । अतः स एव आत्मा जगतः प्रत्यक्स्वरूपं सतत्त्वं याथात्म्यम् । आत्मशब्दस्य निरुपपदस्य प्रत्यगात्मनि गवादिशब्दवन्-निरूढत्वात् । अतः, तद् सत् त्वमसीति हे श्वेतकेतो ।....
(પૂના. ૬૬૫ સરખાવો બ્રહ્મસૂત્ર-શાંકરભાષ્ય ૧.૧.૬ પાનું ૧૦૯).
“તે જે “સતુ” સંજ્ઞક (અસ્તિત્વ ધરાવતું તત્ત્વ) છે. (પહેલા) જણાવેલું આ, અણિમા - અણુનો ભાવ - જગતનું મૂળ (કારણો છે. એ આત્મા સર્વનો છે તે “એતદાત્મ”, તેનો ભાવ = ઐતદાભ્ય”. એ “સતુ” સંજ્ઞક આત્માથી આત્મમય આ સર્વજગત છે..... અને જે આત્માથી આત્મમય આ જગત છે તે જ “સ” સંજ્ઞક કારણ સત્ય છે. (ત) પરમાર્થ (દષ્ટિએ) સત્ છે. આથી તે જ આત્મા જગતનું પ્રત્યક (આંતરિક) સ્વરૂપ છે, સાચેસાચ સ્વભાવ છે અને માથાભ્ય (આત્મા) છે, ઉપપદ રહિત આત્મશબ્દ પ્રત્યક્ષ (આંતરિક) આત્માના અર્થમાં જાણીતો (જગતમાં રૂઢ) છે; જેમ કે ગાય વગેરે શબ્દો. તેથી તે સત્ તું છે; હે શ્વેતકેતુ !...”
આ ધ્રુવપંક્તિ ઉપરનું શાંકરભાષ્ય જોતાં જણાશે કે શંકરે અહીં ત- અને ત- સર્વનામો કોઈપણ રીતે સંત (અસ્તિત્ત્વ ધરાવતું કોઈ તત્ત્વ; Existent/Being) ના સંદર્ભમાં લીધાં છે, જેમ કે, *, , . 8: 8: = સલાવ્ય, આ રીતે પતાવ્ય{ ના પ્રથમપદમાં આવતાં તત્ સર્વનામને પણ સત તરીકે લીધું છે.; જેમ કે, તેન=સવાબેન- માત્મા.. અને છેલ્લા વિધાન તત્ત્વમસિ માં આવતા તત્ સર્વનામને પણ સતુ ના સંદર્ભમાં સમજાવ્યું છે, જેમ કે તસતું. જો કે તાત્ત્વિક (દાર્શનિક) વિચારધારાની દૃષ્ટિએ શંકરનું આ રીતનું અર્થઘટન વ્યાજબી ગણી શકાય, અને તત્ત્વજ્ઞાનમાં સને - અસ્તિત્ત્વ ધરાવતા કોઈ તત્ત્વને - નિમન્ (સૂક્ષ્મતમ કોઈ તત્ત્વ)ના અર્થમાં પણ ઘટાવી શકાય. પરંતુ, આ ધ્રુવપંક્તિ જેવી વિશિષ્ટ વાક્યરચનામાં તો સત્ અને મણિમન, બંને જુદા પ્રકારની સંજ્ઞાઓ છે, અને આ વાક્યરચનામાં આવતાં (પણ છેલ્લા તત્ત્વક વિધાનમાં આવતા તત્ સર્વનામ સિવાયના) બધાં સર્વનામો સતના સંદર્ભમાં નહીં, પરંતુ આગમનના સંદર્ભમાં યોજાયાં છે. આ મુદ્દો તથા છેલ્લા તત્વમસિ વિધાનમાં આવતા તત સર્વનામનો યોગ્ય સંદર્ભ, એ મુદ્દો પણ અહીં વિશિષ્ટ વિવેચન માગી લે છે. આ મુદ્ધની ચર્ચાની પહેલાં અહીં દેતાભ્ય વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્વસિ (છા.ઉપ. ૬.૮-૧૬)નું વિવેચન] [૪૭
Page #3
--------------------------------------------------------------------------
________________
પાઠ વિષે વિવેચન કરવામાં આવે છે. હરૂ : તિલાવ્ય” કે તિલાવ્યમ્ ?
શંકર આ ધ્રુવપંક્તિના ... મૈતાવ્યમ... ના બે શબ્દસમૂહને (સંધિને) છૂટા પાડતાં ઉત્તર પદમાં ખેતલાવ્ય પાઠ સ્વીકારે છે (૬૨). વ્યોહતલિંકે અને તેને અનુસરીને સેનાè તદ્દાને બદલે પતરાત્મન્ પાઠ સુધાર્યો છે; એજઈને (પા. ૧૭૫) તો રેતદ્વાન્યમ્ પાઠ લઈ અંગ્રેજી અનુવાદ કર્યો છે.
આ ભાષ્યકારો ભાવવાચક નામોના પ્રયોગ કરવાનું વિશેષ વલણ દાખવે છે. અહીં પણ કાલ્પનિક તલાશ પાઠ ભાષ્યકારોની ભાષામાં કાંઈક સર્વસંમત હોવા છતાં આ પાઠ પ્રાચીન ઔપનિષદ ભાષા-પ્રયોગોને અનુરૂપ નથી. ઉપરાંત હેતાળ” પાઠ યથાર્થ વિવરણ કે અનુવાદ કરવામાં અહીં મુશ્કેલી સર્જે છે. આથી અહીં દેતવ્યમ કે પતાત્મિમ જેવા પાઠને બદલે તિવ્યમ્ પાઠ જ યોગ્ય છે એવું સ્પાયરે (૧૮૮૬ : હું ૨૭.૧. પા.૧૮; ૧૮૯૬ઃ હું ૯૫ 6 પા. ૩૦) તથા દેબૂકે (૭ ૨૭૯: પા. પ૬૫), રણુએ (૧૯૬૧ઃ ૩૬૯, પા. ૫૦૦) અને ઈક્લરે (પાનાં ૪....) જણાવ્યું છે, અને વૈદિક વાકયમાં પણ મળી આવતા આવા પાઠ નોંધ્યા છે. આવા પાઠો છાં. ઉ૫. ના ઉપર્યુક્ત પાઠ (ઉતાવ્યમ) સાથે સરખાવી શકાય, જેમ કે – (૧) મૈત્રાયણીય સંહિતા ૧.૪.૬ (પા. ૫૪) :
"एते वै देवा अहुतादो यद् ब्राह्मणां एतद्देवत्य एष य: पुरानीजानः..... ।
તે દેવો હોમેલું નહીં ખાનારા બ્રાહ્મણો છે. જેણે પહેલાં યજ્ઞ નથી કર્યો અને આ દેવત્ય (દેવતા) છે.” તત્ય: =તે (બ્રહ્મા:) રેવત્યા પૂર્વ પણ સ: = (૨) તૈત્તિરીય બ્રાહ્મણ ૩.૯.૧૭.૩ (પાનું ૧૨૯૭) = रौद्रं चरुं निर्वपेत्, यदि महती देवताभिमन्येत, एतद्देवत्यो वा अश्वः । स्वयैवैन देवतया भिषज्यति, अगदो हैव भवति ।
“જો મોટો દેવતા (આ પશુને) ઇજા કરે (ત્રાસ આપે) (તો) તેણે અદ્રને યજ્ઞમાં ચરુ આપવો જોઈએ (ઢોળવો જોઈએ). ઘોડાને એ દેવત્ય છે, (તેથી) પોતાના દેવતા દ્વારા તેનો વૈદ્ય બને છે. તે નીરોગી બને છે.”
તદ્વત્ય: =ાષ=(==) રેવત્વ પુર્વ થી સ:
ઉપર્યુક્ત ઉલ્લેખોમાંથી ઉદાહરણ (૧)ના પતિદેવત્વ: પદમાં યોજાયેલું પતન સર્વનામ તેના પુરોવર્સી બ્રાહ: પદનો સંદર્ભ સૂચવે છે; તથા ઉદાહરણ (૨)ના તદ્દત્ય: પદમાં યોજાયેલું તત્ સર્વનામ તેના પુરોવર્સી દ્ર-શબ્દનો સંદર્ભ સૂચવે છે. તે પ્રમાણે પ્રસ્તુત ધ્રુવપંક્તિના પતરાન્ચમ્ પદમાં યોજાયેલું હત- સર્વનામ પણ તેના પુરોવર્તી ગણિતપદનો જ સંદર્ભ જણાવે છે.
एतदात्म्यम् एषः (=अणिमा) आत्म्यः यस्य तद्
(છાં. ઉ૫. ૬.૮-૧૬ માં પતલામ્ પાઠ સાચો છે, તેની મનિઅર-વિલિયમ્સના સંસ્કૃત અંગ્રેજી શબ્દકોષમાં (આવૃત્તિ ૧૮૯૯, પાનું ૨૩૧ 6 ) એ મુજબ સુધારો કરવાની જરૂર છે !] . . ૬૪: “જાતિ-વચન સ્વીકારનો નિયમ”
પ્રસ્તુત ધ્રુવપંક્તિના તત્ સત્યમ્ શબ્દ-સમૂહમાં વપરાયેલું તત્ સર્વનામ પણ તેના પુરોવર્સી (પુલ્લિગ) પદના સંદર્ભમાં જ યોજાયું છે; છતાં તે 7- સર્વનામે ગમન નાં જાતિ (પુ), વચન (એકવચન) સ્વીકારવાને બદલે સત્ય નાં જાતિ (નપુ) અને વચન (એકવચન) સ્વીકાર્યા છે; અને વૈદિક ગદ્યવાભયની વાક્યરચનાનું અનુસરણ કર્યું છે. વૈદિક ગદ્યની વાક્યરચનાના નિયમ મુજબ દર્શક (deictic) સર્વનામનાં જાતિ અને વચન તટસ્થ રહે છે; તે ગમે તે જાતિ-વચનમાં વપરાય છે. આ સર્વનામ, પ્રથમ વિભક્તિમાં પરંતુ વિધેય (વા) તરીકે યોજાયેલા પદનાં (predicate
૪૮]
[સામીપ્ય : ઓકટોબર, ૨૦૦માર્ચ, ર૦૦૧
Page #4
--------------------------------------------------------------------------
________________
nominative), અથવા પ્રથમા વિભક્તિમાં કર્તા (પાણિનિ ૨,૩.૪૬ પા. ૫૧૨) તરીકે યોજાયેલા પદનાં (subject nominative), અથવા સંગતિ દર્શાવતા પદનાં (appositive) જે “વચન” અને “જાતિ” હોય છે તે જ વચનનો અને જાતિનો સ્વીકાર કરી લે છે. ટૂંકમાં, દર્શક સર્વનામ જે શબ્દની સાથે હોય તે શબ્દનાં જાતિ અને વચન સ્વીકારી લે છે. આને “જાતિ-વચન-સ્વીકારનો નિયમ' કહે છે. (સરખાવો =સ્પાયર ૧૮૮૬; $. ૨૭.૧ પા. ૧૮; ૧૮૯૬: § ૯૫ b પા. ૩૦; દેલ્યૂક $૨૭૯ =પા. ૫૬૫; રણ્ ૧૯૬૧ : ૩૬૯, પા. ૫૦૦; ઈક્લેર =પાનાં ૪.....) આ જાતિ વચન-સ્વીકારનો નિયમ તત્ત્વમસિ ના વિવરણ માટે પણ આવશ્યક થઈ પડે છે. સામાન્ય રીતે આ નિયમ અને તેના અનુસંધાનમાં તત્ત્વમસિ નું વિવરણ કરવા પ્રત્યે અનુવાદ કરનારા લોકોનું ધ્યાન ખેંચાતું નથી. આ જાતિ-વચન-સ્વીકારના નિયમનું ઉદાહરણો સાથે વિશદ વિવરણ કરતાં પહેલાં અહીં સર્વનામ માટે કાંઈક સામાન્ય વિવરણ કરવાનું યથાર્થ લાગે છે. (પાણિનિ કે પતંજલિએ વિધેય પ્રથમા વિભક્તિ વિષે કોઈ વિવેચન કે સંજ્ઞા આપ્યાં નથી !)
સંસ્કૃતમાં અને ખાસ તો વૈદિક ગ્રંથોમાં સર્વનામ અને નામનો એક સાથે થતો પ્રયોગ ગ્રીક ભાષાના નિશ્ચયાત્મક આર્ટિકલના (article = પદનો અર્થનિર્ણય કરનારો અવ્યય-શબ્દ; જેમ કે, અંગ્રેજીમાં the, વગેરે) જેવો હોય છે. જેમ કે તે રેવા: (=the gods) આવો પ્રયોગ ઋગ્વેદમાં નથી. આ પ્રયોગ કુરુ-પંચાલ કેન્દ્રમાં પ્રચલિત મૈત્રાયણીય-સંહિતા, કાઠક સંહિતા, તૈત્તિરીય-સંહિતા વગેરેમાંથી બધે (વૈદિકગ્રંથોમાં) ફેલાયો. પ્રાચીન વૈદિક કથાનકો સાધારણ રીતે રેવા હૈ થી શરૂ થાય છે, પંરતુ ઐતરેય - બ્રાહ્મણમાં તેવાં કથાનકો તે રેવા:=થી શરૂ થાય છે. આ રીતે વૈદિક સોમ, સ ત્વમ વગેરે પાલિભાષામાં સં. સોમ્ > પાલિ સોહમ્ અને સં. (વૈદિક) તં ત્વમ્ > પાલિ. તે તૅ થયાં. આમ સામાન્ય રીતે વૈદિક શરૂઆત અથ થી થતી ત્યાં ઉત્તરકાલીન વૈદિક ગ્રંથોમાં વાક્યની શરૂઆત સ થી થવા માડી (સરખાવો =વિલ § ૯.૨ પા. ૨૧૩ અને § ૯-૧૦ પા. ૨૨૧).
આથી, ત- સર્વનામ સાધારણ રીતે વિશેષણાત્મક (abjectival) નથી હોતું, પરંતુ ત- સર્વનામ વિશેષણાત્મક હોઈ શકે (જુઓ ઈક્લેર પા. ૧૦....) આ ઉપરાંત તત્ સર્વનામ (નપું.) ક્રિયાવિશેષણ તરીકે અનેક અર્થમાં વપરાય છે. (જુઓ § ૧૨).
હવે વૈદિક ગદ્યસાહિત્યની વાક્યરચનામાં સર્વનામના જાતિ-વચન-સ્વીકારના નિયમો નીચેનાં ઉદાહરણો ઉપરથી સમજી શકાશે.
(૧) જૈમિનીય બ્રાહ્મણ ૩.૩૨૬ (પા. ૪૮૭)
તરૂં.....અક્ષરે - ૩પોસર્પતાં સૈવૈષાનુષુવમવત્ ।
“તેમાંથી ( વાચ્ માંથી). બે અક્ષરો ઉદ્ભવ્યા; તે બે (અક્ષરો : સા =અક્ષરે) આ અનુષ્ટુલ્ છંદ બન્યા’ અહીં સા સર્વનામ અક્ષરે નો (નપું., દ્વિવચન) સંબંધ દર્શાવે છે, પણ તે સર્વનામે વિધેય-પ્રથમાવિભક્તિ-પદ અહુનાં જાતિવચન (સ્રી. એકવચન) સ્વીકાર્યાં છે. અહીં સા.....અનુષુવમવત્ થી એવો અર્થ નથી નીકળતો કે “તે....અનુષ્ટુમ્ છંદ બન્યો,” પણ અવશ્ય આ જ અર્થ થઈ શકે કે; વાણીમાંથી ઉદ્ભવેલા બે અક્ષરો અનુષ્ટુમ્ બન્યા. અહીં ત- સર્વનામ વિશેષણાત્મક નથી; પણ ા સર્વનામ અનુષુમ્ ના વિશેષણ તરીકે છે.
(૨) અહીં સંબંધક વાક્યરચનામાં ત– સર્વનામ વિષે જણાવવામાં આવે છે. સંબંધક વાક્યરચનામાં મુખ્ય વાક્ય સાથે ગૌણ સંબંધક વાક્ય (Relative clause) સંકળાયેલું હોય છે. આ ગૌણ સંબંધક વાક્યમાં જો કર્તા સ્પષ્ટ હોય, ત્યારે પણ જાતિ-વચન-સ્વીકારનો નિયમ લાગુ પડે છે. અહીં ત– સર્વનામ ગૌણ સંબંધક વાક્યમાં કર્તાના સંદર્ભમાં; પરંતુ મુખ્ય વાક્યમાં તે વિધેય પ્રથમાવિભક્તિનાં જાતિ-વચન સ્વીકારે છે, છતાં આ ત- સર્વનામ સંદર્ભ તો મૂળ કર્તાનો જ સૂચવે છે ! જેમ કે
ઐતરેય બ્રાહ્મણ ૩.૩૪.૨ (પા. ૩૭૯. ઓફ.પા.૮૨) :
यानि परिक्षाणान्यासँस्ते कृष्णाः पशवोऽभवन् ।
વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્ત્વમસિ (છા.ઉપ. ૬.૮-૧૬)નું વિવેચન] [૪૯
Page #5
--------------------------------------------------------------------------
________________
“ જે બળી ગયા પછી શેષભૂકો (ખાખ) હતાં તે (રિક્ષાન) કાળાં પશુ થયાં.”
અહીં નિ પરિક્ષાચાલન ગૌણ વાક્ય સમૂહ છે; અને તેમાં રિક્ષાનિ (નપું. બહુવચન) કર્તા તરીકે સ્પષ્ટ છે. તેના સંદર્ભમાં વપરાયેલા તે સર્વનામે પરિક્ષાના કર્તાના સંદર્ભમાં રહેવા છતાં, પરિક્ષાનનાં નપું. જાતિ અને બહુવચન સ્વીકાર્યો નથી.; પણ વિધેય પ્રથમાવિભક્તિમાં આવેલા પશવ:નાં જાતિ (પુ.) અને વચન (બહુવચન) સ્વીકાર્યો
(૩) જૈમનીય બ્રાહ્મણ ૩.૧૨૬ (પા. ૪૦૭) :
तद् यत् तद् यज्ञस्य शिरोऽछिद्यतेति सोऽसावादित्यः । ' “એમ કહેવાય છે કે યજ્ઞનું તે શિર કપાયું તે(=":) એ સૂર્ય હિતો.”
ઉપર જણાવેલી સંબંધક વાક્યરચના જેવી અહીં પર વાક્યરચના થઈ છે. તેમાં ગૌણ વાક્યસમૂહમાં શિ=કર્તા સ્પષ્ટ છે. અહીં : સર્વનામ, મુખ્ય વાક્યમાં વિધેય પ્રથમા-વિભક્તિમાં રહેલા બદ્રિત્ય: (પુ. એકવચન) મુજબ રહ્યું છે; અને ગૌણ વાક્યના શિ=કર્તાના સંદર્ભમાં તે હોવા છતાં તેણે શિરીનાં નપું. એકવચન સ્વીકાર્યા નથી. (૪) ઐતરેય બ્રાહ્મણ ૪.૧૭.૬ (પા.૪૮૪,; ઓફ. પા. ૧૧૦)
प्रायणीयोऽतिरात्रश्चतुर्विश उक्थ्यः सर्वेऽभिप्लवा: षळहा आक्ष्यन्त्यन्यान्यहानि, तदादित्यानामयनम् ।
પ્રાયણીય (પ્રાસ્તાવિક)-અતિરાત્ર, ચતુર્વિશ - ઉકથ્ય, સર્વે અભિપ્લવ પડહ અને બીજા કેટલાક) આક્યન્ત દિવસો-તે (તત્ = બધા નિર્દેશેલા યજ્ઞ) આદિત્યોનો માર્ગ છે.” ' આવા પ્રકારની (Proleptic) વાક્યરચનામાં તત્ સર્વનામ પૂર્વનિર્દિષ્ટ શબ્દોના સંદર્ભમાં યોજાય છે. અહીં
તત્ સર્વનામ વિત્યાનામયનમ્ વાક્યસમૂહમાં યોજાયું છતાં તેનો સંદર્ભ પૂર્વનિદિષ્ટ યજ્ઞવિધિઓ સાથે રહે છે. છતાં આ સર્વનામે નયનમ્ નાં જાતિ-વચન સ્વીકાર્યા છે, પરંતુ પૂર્વનિર્દિષ્ટ વિવિધ યજ્ઞવિધિઓનાં જાતિ-વચન (પુ.નપું: એકવચન, બહુવચન) નથી સ્વીકાર્યા. અહીં અયન પરિણામ છે અને તેનો હેતુ, પૂર્વનિદિષ્ટ યજ્ઞવિધિ ક્રિયાઓ છે. (૫) શતપથ બ્રાહ્મણ (૨.૫.૧.૧૮) (માધ્યદિન-શાખા) (પા. ૧૭૯) :
प्रस्व उपसंनद्धा भवन्ति, तं प्रस्तरं गृह्णाति प्रजननमु हीदं, प्रजननमु हि प्रस्वस्तस्मात् प्रसूः प्रस्तरं गृह्णाति । - “ખીલતી કળીઓ,કુંપળો (બહિના સમૂહ સાથે) બાંધી છે. તેમને (તું.=પ્રસ્વ:) પ્રસ્તર (તરીકે) ગ્રહણ કરે છે. ખરેખર આ પ્રજનન છે, અને ખીલતી કળીઓ/કુંપળો પ્રજનન છે, તેથી ખીલતી કળીઓ/કુંપળો પ્રસ્તર (તરીકે) પ્રહણ .કરે છે.”
આ વાક્યમાં પ્રકૂટ અને પ્રતરમ, બંનેની યોગ્યતા - યથાર્થતા કે સંગતિ- દર્શાવી છે (Apposition). આ વાક્યના અંતે આવતું વિધાન પ્રસૂટ પ્રસ્ત ગૃહતિ સ્પષ્ટ કરે છે કે અહીં આ આખા વાક્યમાં તમ્ સર્વનામ પ્રસ્તરમ્ પદના વિશેષણ તરીકે કે દર્શક સર્વનામ તરીકે (deiotic) નથી, પરંતુ તે કળીઓના (54:) સંદર્ભમાં યોજાયું છે. છતાં આ ત-સર્વનામે પ્રd: ના.પં. બહુવચનને બદલે પ્રસ્તરનું નપું. એકવચન સ્વીકાર્યું છે. એગેલીંગ (પા. ૩૮૯) પણ એ મુજબ જ આ વાક્યનું ભાષાંતર કર્યું છે. પઃ વૈદિક વાડ્મયની અને છા.ઉપ.ની વાક્યરચનામાં સમાનતા :
ઉપર ( ૪ માં દર્શાવેલી વૈદિક ગદ્યની વાક્યરચના જેવી જ વાક્યરચના છા. ઉપ.માં પણ મળી આવે છે તે નીચે જણાવેલાં (૧-૧૧) ઉદાહરણો ઉપરથી સ્પષ્ટ થશે. (૧) છાં. ઉપ. પ.૧૦-૧ (પા. ૩૪૨)
- તા. [ન:] સમુદ્રત્ સમુદ્રમેવાણીન્તિા ઃ સમુદ્ર પર્વ ભવતિ | તા યથા તત્ર 1 વિવું.....
સિામીપ્ય : ઑકટોબર, ૨૦૦૦-માર્ચ, ૨૦૧
Page #6
--------------------------------------------------------------------------
________________
“આ નદીઓ સમુદ્રમાંથી (વહે છે.) અને સમુદ્રને મળે છે. તેઓ (સ:=તા:/ઘ:) સમુદ્ર થાય છે. જેમ તેઓ ત્યાં જાણતી નથી....'
આ વાક્યમાં તાઃ =સર્વનામો નદીઓ માટે - નદીઓના સંદર્ભમાં યોજાયાં છે. ઉપરાંત, આ જ વાક્યના સ સમુદ્ર પર્વ મત વિધાનમાં : =સર્વનામ પણ નદીઓ માટે યોજાયું છે. છતાં, આ સ: સર્વનામે સમુદ્રના (વિધેય પ્રથમ વિભક્તિનાં) ૫. અને એકવચન સ્વીકાર્યા છે (સરખાવો : ઈક્વેર પા. ૪); નદીનાં (સ્ત્રી. બહુવચન) જાતિ-વચન નથી
સ્વીકાર્યા. (૨) છા. ઉપ. ૬.૩.૮
ते वा एते पञ्चान्ये पञ्चान्ये दश सन्तस्तत् कृतम् । “તે એ પાંચ અન્ય (અને વળી) બીજા પાંચ મળી દશ થતાં તેઓ (તત્ =પાંચ + પાંચ) “કૃત' છે.”
અહીં તત સર્વનામનો સંબંધ પડ્યું, પડ્ઝ સાથે સ્પષ્ટ છે; પણ તેણે વૃતમ્ (વિધેય પ્રથમ વિભક્તિ)નાં નાન્ય. અને એકવચન સ્વીકાર્યા છે; પણ તેણે પૐ- પશ્ચનાં પં. બહુ નથી સ્વીકાર્યા. (૩) છા. ઉપ. ૨.૨૧.૧ (પા. ૯૮)
त्रय इमे लोकाः, स प्रस्ताव: अग्नि र्वायुरादित्यः, स उद्गीथो नक्षत्राणि वयांसि मरीचयः, स प्रतिहारः । सर्पा गन्धर्वाः fપતરૌંનિધન.... |
“(અહીંના) આ ત્રણ લોક, તેઓ (સ: =નવા:) પ્રસ્તાવ (સામનું, પ્રાસ્તાવિક સ્તુતિ) છે. અગ્નિ, વાયુ અને સૂર્ય, તેઓ (૧ : =નિઃ + વાયુ: + આત્યિ:) =ઉગીથ (સામવેદગાયન) છે. નક્ષત્રો, પક્ષીઓ અને મરીચિઓ (પ્રકાશ-કિરણ), તેઓ (સ:=નક્ષત્રાણ + વયસિ + મરી વય: =) પ્રતિહાર (સામન્ના અક્ષરો) છે. સર્પો, ગંધર્વો અને પિતૃઓ, તેઓ (સ: =સ: + 'બ્ધિ: + fપતર:) નિધન (સામનું અંતે આવતું પદ,વાક્યો છે.”
આ ઉદાહરણ, ઉપર જણાવેલા ઉદાહરણ (૨) ની સમાન જાય છે. આ રીતે સરખાવો; છા. ઉપ. ૨.૩ અને ૨.૪. (પા. ૭૮-૭૯) આ ઉદાહરણો (૨)-(૩) માં તે- સર્વનામનો સંદર્ભ તેની પાસે જ આવેલા શબ્દ સાથે કે એવા અનેક શબ્દોના સમૂહ સાથે સ્પષ્ટ થાય છે. (૪) છા.ઉપ. ૭.૪ ૧-૨ (પા. ૩૭૦-૩૭૩)
અહીં મંત્પનો મર્મ સમજાવવામાં આવ્યો છે. તે જણાવે છે કે, મન, વાણી, નામ, મંત્ર, કર્મ, એ સર્વનો આધાર પંપ છે. (છા.-ઉપ.૭-૪-૧). આ રીતે ઘાવાપૃથિવી (સ્વર્ગ અને પૃથ્વી), વાયુ, આકાશ, તોપ, તેજ; એ બધાં સંતૃપ્ત છે, તેમાંથી વર્ષા, અન્ન, પ્રાણો, મત્રો, કર્મો અને જગતું, એ સર્વ ઉદ્દભવે છે. અહીં ઉપસંહાર કરતાં જણાવ્યું
છે કે ષ: સં ૫: =.... (છા. ઉપ. ૭.૪.૨, પા. ૩૭૩) આ 8: =સર્વનામનો સંદર્ભ ઉપર જણાવેલાં સંન્સ અને સંસ્કૃતનાં બધાં વર્ણનોમાં જે દર્શાવ્યું છે તે સમગ્ર ફકરા સાથે રહે છે. જો આ : =સર્વનામનો અહીં આવો. સંદર્ભ ના હોત તો તેવી પરિસ્થિતિમાં અહીં સ: સર્વનામને બદલે સામાન્ય રીતે તત સર્વનામ (નપું. એકવચન) યોજાયું હોત (૫) છા. ઉપ. ૩.૧.૧-૨ (પા.૧૧૯-૧૨૧)
માં વા સાહિત્ય ટેવમધુ.... I (૩.૧.૧) તથ યે પ્રી રમેયસ્તા વાર્થ પ્રાળો મધુના : મધુત: | ત્રવેઃ ઇવ પુન્ તા અમૃતા માપ:... | (૩.૧.૨)
“દેવોનું મધુ આદિત્ય છે.... તેનાં (=આદિત્યનાં) જે પૂર્વનાં કિરણો છે તેઓ આના (કW =મધુના) પૂર્વ તરફી કોષો છે, ઋચાઓ મધમાખીઓ છે, ઋગ્વદ પુષ્પ છે. તે (તા: = મધુ) શાશ્વત આપ (પ્રવાહી-તત્ત્વ) છે.”
આ પછી આ માપ: કેવી રીતે ઉદ્ભવે છે અને તે શા માટે બધુ છે તેનું વર્ણન આવે છે.
વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્ત્વમસિ (છા.ઉપ. ૬.૮-૧૬)નું વિવેચન] [૫૧
Page #7
--------------------------------------------------------------------------
________________
અહીં મરૌ વા... પુષ્પમ સુધીનું વર્ણન તેની અંતે આવતા તા અમૃતા માપ:ની અપેક્ષા રાખે છે એવું સૂચન કરતું હ્યુમનું ભાષાંતર =The drops of the nectar fluid [arose as follows] (પા.૨૦૩) યથાર્થ નથી. અહીં તેસર્વનામ તેના પુરોવર્તી શબ્દ સાથે નહીં કે તેના કોઈ ઉત્તરવર્તી શબ્દ સાથે-સંદર્ભમાં રહ્યું છે. સામાન્ય રીતે, ત- સર્વનામ વાક્યની શરૂઆતમાં કોઈ શબ્દનું પુનરાવર્તન કરે છે, અથવા તો વાક્યરચનાનો પૂર્વાપર સંદર્ભ દર્શાવે છે. આવી વાક્યરચના અન્વાદેશીય (Anaphoric સરખાવો =નિરુક્ત ૪.૨૫ પા. ૬૯ અને પાણિનિ ૨.૪.૩૨-૩૪ પાનાં ૫૪૬-૫૪૯) હોય છે. આવાં વાક્યોમાં તે – સર્વનામ કોઈ નવો જ મુદ્દો સૂચવતું નથી, કે તે કોઈ એવા મુદાની અપેક્ષા પણ રાખતું નથી. અહીં અમૃતા માપ: પ્રવાહીઓ છે અને છા. ઉપ. ભિન્ન ભિન્ન પ્રકારનાં પ્રવાહીઓ ભિન્ન ભિન્ન ઉપમાથી દર્શાવે છે; જેમકે તેઓ યજ્ઞની પ્રવાહી આહૂતિઓ છે, દા.ત. સોમ, ઘી, દૂધ વગેરે (સરખાવો આ ઉપરનું શાંકરભાષ્ય પા. ૧૧૯-૧૨૨), તે મધુમાખીઓએ સર્જેલો રસ છે. (છા. ઉપ. ૩.૧.૩), તે દેવોના સૂર્ય પ્રત્યે વહે છે. (છા.ઉપ.૩.૧-૪.) તે અમૃતના લીધે દેવો નિર્ભર છે. (છા ઉપ.૩.૬.૧). તેઓ સાચેસાચ દેવમધુ છે, અને અહીં આમ તેસર્વનામ સ્વાભાવિક રીતે જ આ બધુ ના સંદર્ભમાં રહે છે.
() ઉપર ૪૪. (૨-૩)માં જણાવ્યા પ્રમાણે છા.પિ.માં પણ સંબંધક વાક્યરચનામાં ગૌણ-વાક્યના વિશિષ્ટ કિર્તાના સંદર્ભમાં તે- સર્વનામનો પ્રયોગ મુખ્ય વાક્યમાં થાય છે. આ માટે ઉદાહરણ ૬-૮ આપવામાં આવે છે; જેમ
છા.ઉપ. ૭.૨૩.૧ (પા. ૩૯૭) : જો વૈ પૂમા, તત્ સુદ્યમ્
“જે પરિપૂર્ણતા (પૂના) છે, તે (તત્ =ધૂમા) સુખ છે.” (૭) છા.ઉપ. ૧.૩.૩. (પા. ૩૦) - યો નઃ, સા વૈદ્ !
જે થાન (વ્યાપ્ત થયેલો વાયુ) છે, તે (ા =ાન:) વાણી છે.” (૮) છો. ઉપ. ૩.૧૯.૨ (પા. ૧૭૭)
तद् यद् रजतं, सेयं पृथिवी ।
તે જે (અર્ધભાગ) રજત છે, તે (સાકરેનતમ) આ પૃથ્વી છે.”
ઉપરાંત જુઓ, છા.ઉપ.૨.૭.૨ અને ૩.૧૬.૧. (૯) આ ઉપરાંત કેટલીકવાર ગૌણ સંબંધક વાક્યના સમગ્ર વિષય વસ્તુના સંદર્ભમાં પણ ત- સર્વનામ યોજાય છે.
આ માટે નીચે ઉદાહરણો ૯-૧૦ દર્શાવવામાં આવે છે.
છા. ઉપ.૭.૨૪.૧ (પા.૩૯૮-૩૯૯) यत्र नान्यत् पश्यति, नान्यच्छृणोति, नान्यद् विजानाति, स भूमा ।
‘જયાં કોઈ અન્ય કાંઈ જોતું નથી, અન્ય કોઈ સાંભળતું નથી, અન્ય કાંઈ (નિશ્ચિત) જાણતું નથી, તે (:) પરિપૂર્ણતા છે.”
અહીં : સર્વનામ યત્ર નાચ....વિજ્ઞાનતિ સુધીના ગૌણ સંબંધક વાક્યના સમગ્ર વિષયવસ્તુના સંદર્ભ માટે યોજાયું છે, છતાં આ સર્વનામે સ્વીકાર્યા છે જાતિ(પુ.) અને વચન (એકવચન) તો પૂનાનાં ! (૧૦) છા. ઉપ. ૩.૧૭.૧ (પા. ૧૬૮).
स यद् अशिशिषति यत् पिपासति यन्न रमते ता अस्य दीक्षा । પ૨].
[સામીપ્ય : ઑકટોબર, ૨000-માર્ચ, ૨૦૦૧
Page #8
--------------------------------------------------------------------------
________________
તે જ્યારે ભૂખ્યો થાય છે (ખાવા ઇચ્છે છે), જ્યારે તરસ્યો થાય છે (પીવા ઇચ્છે છે), જ્યારે પોતાને સંતોષતો (પોતે આનંદ માણતો) નથી, એ (તા:) એની દીક્ષા(વિધિ) છે.
અહીં તા: સર્વનામ સમગ્ર વાક્યમાં શિશિષત, પિપાતિ, મળે પદોથી દર્શાવેલી દીક્ષાવિધિના સંદર્ભમાં યોજાયું છે. (૧૧) છા. ઉપ. ૭.૨૫.૧ (પા. ૪૦૧).
स एवाधस्तात् स उपरिस्तात् स पश्चात् स पुरस्तात् स दक्षिणत: स उत्तरतः स एवेदं सर्वमिति । “તે નીચે, તે ઉપર, તે પશ્ચિમે, તે પૂર્વે, તે દક્ષિણે, તે ઉત્તરે, તે જ આ સર્વ (જગતુ) છે.”
હ્યુમ (પા. ૨૬૧) આ વાક્યને ઉપર દર્શાવેલાં છા. ઉપ.નાં ઉદાહરણોમાં અપવાદ તરીકે ગણે છે; અને આ વાક્યના અંતિમ વિધાન .... વેટું સર્વમિતિ માં આવતું : સર્વનામ પૂનાના સંદર્ભમાં યોજાયું છે; અને આની શરૂઆતમાં ચાલી આવતા પૂનાના વર્ણનને લીધે, અહીં : સર્વનામે મૂમ ના સંદર્ભમાં જૂની નાં જાતિ (પુ.) અને વચન (એકવચન) સ્વીકાર્યા છે; પરંતુ તે સર્વનામે વિધેય-પ્રથમા વિભક્તિ દ્વમ્ પદનાં નપું. એકવચન નથી સ્વીકાર્યા, એમ જણાવે છે. પરંતુ હ્યુમનું આ વિવરણ યથાર્થ નથી. કારણ કે આ આખું વાક્ય આનુષંગિક છે, અને તેનાં અધતત, ૩પરિતત, વગેરે ક્રિયાવિશેષણો ઉપરથી અહીં કોઈ ગત્યાત્મક ક્રિયાપદ (દા.ત. “વિસ્તરે છે'') અધ્યાહાર્ય (ellipsis) છે. આ રીતે ઉપર્યુક્ત વાક્યનો અર્થ એ થાય છે કે :
“તે નીચે-ઉપર-પશ્ચિમે-પૂર્વે-દક્ષિણે-ઉત્તરે (વિસ્તરે છે); તે જ આ સર્વ (જગતમાં વિસ્તરે) છે.” સરખાવો મુંડક ઉપનિષદ્ ૨-૨-૧૧ (પા. ૩૩)
ब्रह्मैवेदममृतं, परस्ताद् ब्रह्म, पश्चाद् ब्रह्म, दक्षिणतश्चोत्तरेण- अधश्चोर्ध्वं च प्रसृतं, ब्रह्मैवेदं विश्वमिदं वरिष्ठम् ।
બ્રહ્મ આ અમૃત છે, બ્રહ્મ પૂર્વમાં, બ્રહ્મ પશ્ચિમમાં, દક્ષિણમાં અને ઉત્તરે, નીચે અને ઉપર, પ્રસરેલું (છે) બ્રહ્મ જ આ બધે (વિશ્વ) અને અત્યંત બહોળા વિસ્તારમાં (પ્રસરે છે.)”
અહીં ક્રિયાવિશેષણો (૫૨તાત, પછાત, વગેરે) સાથે સ્પષ્ટ રીતે ગત્યાત્મક ક્રિયાપદ પ્ર+ઙ્ગ યોજાયું છે.
આ બધાં ઉદાહરણો (૧-૧૧) ઉપરથી સ્પષ્ટ થાય છે કે છા. ઉપ.ની વાક્યરચના વૈદિકવામયની ગદ્ય વાક્યરચનાની સમાન જાય છે. (જુઓ : “સર્વનામોની તારવણી” પરિશિષ્ટ ૧). હ૬ : ધ્રુવપંક્તિમાં તત્સત્યમ્ અને તે માત્મા:
ઉપર્યુક્ત ( ૪) વૈદિક ગદ્યમાં આવતી વાક્યરચનાના નિયમો તથા ઉદાહરણો ઉપરથી નિશ્ચિત થાય છે કે, પ્રસ્તુત છા, ઉ૫. ૬.૮-૧૬ની ધ્રુવપંક્તિમાં સંકળાયેલા તત્ સત્યમાં તત્ સર્વનામ પૂર્વવર્તી ખમા (પું. એકવચન) ના સંદર્ભમાં યોજાયું છે, છતાં અહીં આ સર્વનામે તેના વિધેય-પ્રથમા-વિભક્તિ પદ સત્ય નાં જાતિ (નપુ) અને વચન (એકવચન) સ્વીકાર્યા છે, પરંતુ મણિમા નાં જાતિ-વચન (પુ. એકવચન) નથી સ્વીકાર્યા.
આ રીતે, પ્રસ્તુત ધ્રુવપંક્તિમાં સંકળાયેલા સ માત્મા માં : સર્વનામ uિrમાના સંદર્ભમાં છે તે સ્વાભાવિક સ્પષ્ટ થાય છે, કારણ કે, સ: સર્વનામના સંદર્ભમાં રહેલો પૂર્વવર્તી મા શબ્દ અને વિધેય પ્રથમવિભક્તિ તરીકે રહેલો આત્મા શબ્દ, આ બંને શબ્દો છું. એકવચનમાં છે, છતાં એમ કહી શકાય કે : સર્વનામે અહીં જમાના સંદર્ભમાં રહીને વિધેય પ્રથમાવિભક્તિ પદ આત્માનાં જાતિ (પુ.) અને વચન (એકવચન) સ્વીકાર્યા છે. '
વળી, આ ધ્રુવપંક્તિમાં ઉમિન પદ સિવાય બીજું એવું કોઈ પદ નથી કે જેનો સંદર્ભ : સર્વનામ સૂચવતું હોય. ઉપરાંત, આ ધ્રુવપંક્તિથી અન્યત્ર-બીજે સ્થળે -ક્યાંય : સર્વનામ માટે અન્ય કોઈ સંદર્ભ શોધવો પડે એવો કોઈ અગત્યનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો નથી.
વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્ત્વમસિ (છા.ઉપ. ૬.૮-૧૨)નું વિવેચન] [૫૩
Page #9
--------------------------------------------------------------------------
________________
§૭ : ધ્રુવપંક્તિમાં તત્ ત્વમસિ :
છા. ઉપ. ૬.૮-૧૬ માં આવતી પ્રસ્તુત ધ્રુવપંક્તિ, અને ખાસ તો તેમાં વણાયેલું આ તત્ત્વમસિ વાક્ય અને તે ઉપરનાં વિવિધ ભાષ્યો કે અંગ્રેજી, હિંદી, ગુજરાતી, વગેરે ભાષાઓમાં થયેલાં તેનાં ભાષાંતરો સર્વત્ર એટલાં તો જાણીતાં થઈ ગયાં છે કે તેની વાક્યરચના કે વ્યાકરણની દૃષ્ટિએ ઉપસ્થિત થતી તેનાં વિવરણની આંટીઘૂંટી તરફ કોઈનું પણ ધ્યાન ખેંચાયું નથી. ઊલટું, આ ધ્રુવપંક્તિની પ્રચલિતતા અને તે પરનાં આવાં ભાષ્યો-ભાષાંતરોના પ્રવાહમાં તણાઈ જતા આજના ઘણા વિદ્વાનો પણ આ ધ્રુવપંક્તિ જેમ છે તેમ અને તે પરનાં ભાષ્યો-ભાષાંતરો જે કાંઈ જણાવે છે તે સ્વીકારી લે છે. આજે પણ આપણા ઘણા વિદ્વાનોને આ ધ્રુવપંક્તિના વિવરણમાં ઉપસ્થિત થતા વિકટ આંટીઘૂંટીવાળા પ્રશ્નો જ જ્યાં ઉદભવ્યા ન હોય - તેવા પ્રશ્નોની કલ્પના પણ ન ઉદ્ભવી હોય - ત્યાં તેમની પાસેથી તેવા પ્રશ્નોના યોગ્ય ઉકેલની આશા તો ક્યાંથી રખાય ?
(૧) શંકરે આ ધ્રુવપંક્તિના ભાષ્યની શબ્દરચનાના પ્રવાહમાં અન્ય સર્વનામોની સાથે સાથે યુક્તિપૂર્વક તત્ત્વમસિ વિધાનમાં આવતા તમ્ (નપું. એકવચન) સર્વનામને પણ સત્ (નપું. એકવચન)ના સંદર્ભમાં વણી લીધું (જુઓ ઉપર ૬૨).
એક રીતે આવું અર્થઘટન સંભવી શકે. છા-ઉપ.૬.૮-૧૦ ની આ ધ્રુવપંક્તિમાં પુરુષ/નાનાં વિવિધ પાસાંનું, તેમના કારણભૂત માં પર્યવસન થતું હોય એવું વર્ણન આવે છે. અહીં વિશેષ તો ૬.૯.૩ (પા. ૩૪૦-૩૪૧) અને ૧૦.૨ (પા. ૩૪૨-૩૪૩) માં પ્રસ્તુત ધ્રુવપંક્તિની રજૂઆત થયા પહેલાં જ યોજવામાં આવતું તત્ સર્વનામ સત્ ના સંદર્ભમાં હોઈ શકે. અહીં એમ જણાવવામાં આવે છે કે,
છા. ઉ૫. ૬.૯.૩ =૬.૧૦.૨ (પા. ૩૪૦-૩૪૩)
तइह व्याघ्रो वा सिंहो वा वृको वा वराहो वा कीटो वा पतङ्गो वा दंशो वा मशको वा यद् यद् भवन्ति तदाभवन्ति ।
‘‘તે [પશુઓ] અહીં : વાઘ કે સિંહ કે વરૂ કે વરાહ કે કીડો કે (ચારપાંખવાળું) પતંગિયું કે દંશ (બે પાંખવાળું, ડંખવાળું જંતુ) કે મચ્છર કે જે જે (તેઓ) થાય છે, (તેઓ) તેમાં (તત્ =સત્) લય પામે છે/ તે (તત્ =સત્) તરફ પ્રયાણ કરે છે.”
અહીં સર્વ ઠેકાણે તનું વર્ણન છે (જુઓ છા.ઉપ.૬ સા...સમ્પન્નઃ છા.ઉપ. ૮.૧ મભૂતા... પ્રજ્ઞા: ૮.૪.૬; સતિ સંપદ્ય ૯.૨, સત આગમ્ય/આાષ્ઠામહે ૧૦.૩ વેગેરે) અને તેના જ સંદર્ભમાં ઉ૫૨ (૬.૯.૩. =૬.૧૦.૨માં) તાન્તિમાં તત્ સર્વનામ નું સૂચન કરે છે.
(૨) આના અનુસંધાનમાં ઈક્લેરે (પા. ૧૭....) આ વાક્યની રચના વિષે વિવેચન કર્યું છે. હિલેબ્રાંટે (પા.૧૭૩, નોંધ ૯૩) આ પ્રસ્તુત વાક્યમાં તને બદલે ત્ પાઠની સંભાવના પણ સ્વીકારી છે. પરંતુ જે ધ્રુવપંક્તિની અંતર્ગત વાક્યરચનાની અને તેના અનુસંધાનમાં વ્યાકરણની ચર્ચા અહીં પ્રસ્તુત છે, તે ધ્રુવપંક્તિ તો છા.ઉપ.માં ઉપર નિર્દેશેલાં વિધાનો (છા.ઉપ.૬.૮-૧૦) પછી જ આવે છે. આ રીતે ધ્રુવપંક્તિના ક્ષેત્રની બહાર રહેલાં ઉપર્યુક્ત વિધાનોમાં આવતા ત્ સર્વનામના સંદર્ભમાં સત્ત્નું ગ્રહણ યોગ્ય કે તર્કસંગત ગણી શકાય. અહીં ધ્રુવપંક્તિના આંતરિક વિશ્લેષણ સાથે આ આખો મુદ્દો વણાયેલો છે; તેથી આ મુદ્દો આગળ ($૧૨) સ્પષ્ટ કરવામાં આવશે.
(૩) હ્યુમે (પા. ૨૪૬) તેના અંગ્રેજી ભાષાંતરમાં અહીં બધાં; ત- અને તે – સર્વનામો અભિમન્ના સંદર્ભમાં લીધાં છે. પરંતુ, આ ધ્રુવપંક્તિના છેલ્લા - તત્વમસિ - વિધાનમાં ત–સર્વનામ નપું. છે, જ્યારે અળિમા અને ત્વમ્ બંને નપું.માં નથી. જો આ છેલ્લું વિધાન (તત્વમસિ) એવો ભાવ સૂચવતું હોય કે “ તે (સૂક્ષ્મતમ તત્વ/અણિમા) તું છે” તો તત્ત્વમસિ વિધાનને બદલે અહીં “મૈં ત્વમસિ' વિધાન હોત—એટલે કે, અહીં ત- સર્વનામે ત્વમ્ વિષય વિભક્તિ (પુ.એકવચન)નાં જાતિ-વચન સ્વીકાર્યાં હોત અને ત- સર્વનામ નપું.માં ન હોત !
૫૪]
IF
(૪) મિનાર્ડના મતે તત્ત્વમસિ માં તત્ સર્વનામ ગુહ્યતમ વ્રજ્ઞ ના ગુહ્યતમ નામનું સૂચન કરે છે; એટલે કે,
[સામીપ્ટ : ઑકટોબર, ૨૦૦૦-માર્ચ, ૨૦૦૧
Page #10
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મ' એવા સ્પષ્ટ પદ શબ્દને બદલે બ્રહ્મ માટે અહીં ફક્ત તત્ સર્વનામ યોજ્યું છે. તેમાં બ્રહ્મ નો સંદર્ભ રહે છે. પોતાના આવા વિધાનના સમર્થનમાં મિના બૃ.ઉપ.નો આધાર લીધો છે, જેમ કે, બુ.ઉપ.૩.૯.૯. (પા. પ૩૬)
स ब्रह्म त्यद् इत्याचक्षते ।। “તે બ્રહ્મ “ત્ય” એમ લોકો કહે છે.”
અહીં આવેલા ત્યત્ “સર્વનામે” બ્રહ્મ નાં જાતિ (નપું.) અને વચન (એકવચન) સ્વીકાર્યા છે. ઉપરાંત, છા.ઉપ.ના પ્રસ્તુત ખંડોમાં બ્રહ્મ નું વર્ણન આવતું નથી, અહીં તો મુખ્ય વિષય સત્ છે. અને તે સત્ નું વર્ણન તો તેના “સ” એવા નામ સાથે જ કરવામાં આવ્યું છે. ! સત્ અદ્રશ્ય/ગષ્ટ છે, પણ તે જ્ઞાનગમ્ય છે, અને તેનું કોઈ રહસ્યમય ગુહ્યતમ નામ આપવા જેવા પ્રસંગો આ છા.ઉપ.ના આગળના ખંડોમાં પણ જોવા મળતા નથી. ટૂંકમાં, મિનાની ઉપર્યુક્ત કલ્પના આધાર વગરની છે (જુઓ મિનાર્ડ, ૧૯૫૬ ૬૪૫૩, પા. ૧૮૨), વળી વૈદિક વાડુમયમાં તે- સર્વનામ આ ત્યની જેમ દ્રા માટે યોજાયું હોય એવો ઉપર્યુક્ત ઉલ્લેખ સિવાય બીજે ક્યાંય ઉલ્લેખ મળતો નથી.
(૫) અન્ય પ્રકારે સ્પષ્ટતા કરી તો જો તત્વમસિમાં તત્ સર્વનામનો સંદર્ભ મણિમા (પુ.) સાથે હોત તો તત્ સર્વનામે પોતાનાં જાતિ-વચન તેના વિધેય-પ્રથમાંવિભક્તિ ત્વમ્ - પદનાં જાતિ (પુ.) અને વચન (એકવચન) સ્વીકાર્યા હોત; એટલે કે અહીં “સ વમસિ” જેવું કોઈ નિધાન હોત. તો પછી અહીં તત્વમસિ માં તત્-સર્વનામ નપું.માં કેમ ?
તત્ત્વમસિ વિધાનમાં આમ વૈદિક વાક્યરચનાના જાતિવચન-સ્વીકારના નિયમનું ઉલ્લંઘન થયું છે, એ પ્રત્યે સ્પાયરનું (૧૮૮૬ પા. ૧૮, નોંધ ૧) ધ્યાન પણ દોરાયું છે. તેણે આ પ્રશ્નનો ઉકેલ શોધવા તત્ત્વનું યથાર્થ વિવરણ કરવા - તત્ત્વજ્ઞાનનો આશરો લીધો છે; અને કલ્પના કરી છે કે “તે (તત્ =માત્મા) પણ તારામાં (ત્વમ) છે.” ! પરંતુ સ્પાયરનું આ વિવરણ યોગ્ય નથી. વૈદિક કાળનાં વાક્ય-રચના અને વિધાનો માટે તત્ત્વજ્ઞાનનો આશરો ન લઈ શકાય, ઉપરાંત તત્વજ્ઞાન માટે પણ વ્યાકરણના, વાક્યરચનાના અને શબ્દ-યોજનાની ક્રમબદ્ધતાના – શબ્દવિન્યાસના – સામાન્ય નિયમોને અનુસરવું જ પડે. જો કે સ્પાયરે પાછળથી એનું પોતાનું ઉપર્યુક્ત પ્રકારનું કાલ્પનિક વિવરણ ત્યજી દીધું (સ્પાયર ૧૮૯૬, ૬૯૫૬. પા. ૩૦); અને નોંધ્યું કે, તત્ત્વમસિ માં તત્ સર્વનામ રહેવા છતાં તત્ત્વ-વિચારણા કિલષ્ટ નથી બની.
(૬) તત્ત્વમસિ માં તત (નપું.) સર્વનામની અગાઉ ધારો કે કોઈ શબ્દ નપું. (એકવચન)માં હોત તો પણ અહીં * તત્ સર્વનામનું વિવરણ કિલષ્ટ જ રહે છે. કારણ કે, તત સર્વનામ તેના પુરોવર્સી કોઈ નપું (એકવચન)-શબ્દના સંદર્ભમાં હોવા છતાં જાતિ-વચન-સ્વીકારના (વાક્યરચનાના) નિયમ પ્રમાણે તો અહીં ન ત્વમસિ જેવા વિધાનની જ અપેક્ષા રખાય. અહીં તે- સર્વનામે તેના વિધેય-પ્રથમાવિભક્તિ ત્વમ્ પદની જ જાતિ (પુ.) અને વચન (એકવચન) સ્વીકાર્યા હોત ! આમ, તત્ત્વમસિ ના વિવરણ માટે છા. ઉપ. ૬.૮-૧૦ માં તો કોઈ સંકેત મળતા નથી. 6૮: છા.ઉપ. ૬.૧૨ અને ધ્રુવપંક્તિ
. હાનેફેલ્ડ (પા. ૧૧૬....) અહીં જણાવે છે કે કાળક્રમે કોઈ એક કે એકથી વધારે “ગ્રંથ સંકલન કર્તાએ (? Redactors) છા. ઉપ.ના આ છઠ્ઠા અધ્યાયમાં અનેક સ્વતંત્ર ખંડો ઉમેર્યા/પ્રક્ષિપ્ત કર્યા છે. આ અધ્યાયનો ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ, બંને ભાગો રચનાની દૃષ્ટિએ અને તત્ત્વમસિ વિધાનની ઉપયુક્તતાની -સંગતિની-દષ્ટિએ એકબીજાથી જુદા તરી આવે છે. આ ઉત્તરાર્ધ (છા-ઉપ.૬.૮-૧૬) પાંચ ભિન્ન ભિન્ન પ્રકારના ખંડોમાં વિભક્ત થયો છે; પરંતુ તેમાં ખંડ ૧૧૧૩ જ નીવનનીય સિદ્ધાંતની વિચારધારા રજૂ કરતાં, તત્ત્વમસિ વિધાન સાથે યોગ્ય રીતે સંકળાયેલા રહ્યા છે. (સરખાવો હાનેફેલ્ડ પા. ૧૬૨.૧૬૩).
અહીં છા.ઉપ.ના પ્રસ્તુત પ્રકરણમાં સમગ્ર રીતે ચર્ચાયેલાં વિષયવસ્તુની એકબદ્ધતાનો નિર્ણય લેવામાં હોનેફેલ્વે વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્ત્વમસિ (છા.ઉ૫. ૬.૮-૧૬)નું વિવેચન [૫૫
Page #11
--------------------------------------------------------------------------
________________
પૂરતો ન્યાય આપ્યો નથી. એ સાચું કે, ખંડ ૧૧-૧૩ નાં વિષયવસ્તુ સાથે તત્વમસિ વિધાનનો સ્વાભાવિક સંબંધ રહે છે. તેમાં પણ તે વિધાન છા.ઉપ.૬.૧૨ સમગ્રનો કોઈ આવશ્યક ભાગ હોય એ રીતે તે સ્વાભાવિક સંબંધથી જોડાયેલું રહ્યું છે. - છા. ઉપ. ૬.૧૨ માં ઉદ્દાલક આરુણિએ તેના પુત્ર શ્વેતકેતુને વડના (ન્યોધ- Ficus Indica) ફળના દૃષ્ટાંત દ્વારા આત્મતત્ત્વનું વિવરણ કર્યું છે. ઉદાલકે શ્વેતકેતુને વડનું ફળ લાવી તેને તોડી તેમાં જોવા જણાવતાં શ્વેતકેતુએ તેમાં ઝીણા બીજના દાણા (ધાન) જોયા. તે દાણાને પણ છેદી, તેની અંદર જોતાં શ્વેતકેતુને કશું ન દેખાયું; આ ઉપરથી ઉદ્દાલકે “અદષ્ટ | સૂક્ષ્મતમ”ની સ્પષ્ટતા કરી કે, છા. ઉપ. ૬.૧૨.૨ (પા. ૩૪૬),
यं वै सोम्य, एतमणिमानं न निमालयस एतस्य वै सोम्य, एषोऽणिम्न एवं महान्यग्रोधस्तिष्ठति । श्रद्धत्स्व सोम्य इति ।
‘હે પ્રિય, જે આ સૂક્ષ્મતમ અણિમાને તું નથી જોતો (જોઈ શકતો), આ જ સૂક્ષ્મતમ તત્ત્વમાંથી, હે પ્રિય, આ આવું મોટું વડવૃક્ષ ઊભું થાય છે. હે પ્રિય, (હું કહું છું તેમાં) વિશ્વાસ કર.”
(નોંધ :- પર્વ મહાન પાઠાંતર માટે સરખાવો ઇક્વેર પા. ૭૩. તે માટેની અન્ય સંભાવનાઓ માટે જુઓ, હામ પા. ૧૫૭, નોંધ ૬૫,૬૬.) - આ પછી, તરત જ તત્વમસિ વિધાન અને આ મન તત્ત્વ ઉપરની ચર્ચા શરૂ થઈ છે. જેમ વડવૃક્ષનું અસ્તિત્વ
ગમનને - અદેશ્ય તત્ત્વને - આભારી છે, તે રીતે જ આ અદશ્ય તત્ત્વ આ જગતનું અને શ્વેતકેતુનું પણ સત્યસ્વરૂપ છે, તેમનો આત્મા છે. અહીં પ્રસ્તુત ધ્રુવપંક્તિની મૌલિક્તા સ્પષ્ટ થાય છે. S૯ : ધ્રુવપંક્તિનો અન્ય ખંડોમાં પ્રક્ષેપ :
* છા.૧૫.૬.૧૨.માં ઉદ્ભવેલું અને ઓતપ્રોત થયેલું મૂળ તત્ત્વમસિ વિધાન ૬.૧૨માંથી પહેલાં છા. ઉપ. ના છઠ્ઠા અધ્યાયના ખંડ ૧૧ માં અને પછી ખંડ ૧૩ માં પ્રક્ષિપ્ત થયું. આમ છતાં પણ આ વિધાન ફક્ત ખંડ ૧૬ના એક સ્વાભાવિક ભાગ તરીકે જણાય છે. પરંતુ, હકીક્ત, પ્રસ્તુત વિધાન છા.ઉપ. ૬.૧૨ માં અસ્તિત્વમાં આવ્યું ત્યાર પછી જ ખંડ ૧૬ની રચના થઈ હતી.
ખંડ ૧૬માં તપાવેલી કુહાડીના (પરશુના) દષ્ટાંત દ્વારા સત્ય અને આત્મા નો સંબંધ સૂચવ્યો છે. જો કોઈએ સાચેસાચ ચોરી કરી હોય છતાં ‘તેણે ચોરી નથી કરી' એવું તે અસત્ય જાહેર કરે તો તપાવેલી કુહાડી પકડતાં તે દાઝે; પરંતુ જો કોઈએ સાચેસાચ ચોરી ન કરી હોય અને પોતે ચોરી નથી કરી એવું સત્ય જાહેર કરે તો આમ તે નિર્દોષ હોવાથી તે તપાવેલી કુહાડી પકડે તો પણ દાઝતો નથી. તેનું સત્યવચન તે દાઝે નહીં તે માટે તેને આવરી લે છે અને તેનું રક્ષણ કરે છે. આ ખંડમાં સત્ય અને માત્મા એક હોઈ શકે એવા ગૂઢ આશય સાથે તત્વમસિ વિધાન બંધ બેસે એવું લાગતાં તે વિધાનને પ્રસ્તુત ધ્રુવપંક્તિ ખંડ ૧૬ માં અંતે જોડી દીધું છે.; જેમ કે: છા. ઉપ.૬-૧૬.૩ (પા.૩૫૭-૩૫૮).
स यथा तत्र नादा तैतदात्म्यमिदं सर्वं तत् सत्यं स आत्मा तत्त्वमसि श्वेतकेतो....।
જેમ ત્યાં (એ દષ્ટાંતમાં) તે ન દઝાવે-દાઝવાને કોઈ સ્થાન ન આપે કે દાઝવા ન દે – (તેમ) આ સર્વ (જગત) એ સ્વરૂપનું છે, તે સત્ય છે, તે માત્મા છે, હે શ્વેતકેતુ, તે તું છે....”
આ કહાડીના દૃષ્ટાંતમાં સત્યે માત્માને આવરી લઈ તેની સુરક્ષા કરી તેવી સમગ્ર પરિસ્થિતિના સંદર્ભમાં અહીં હત સર્વનામ બંધ બેસે છે. આ કારણે, સામાન્ય ર૮ ક્રિયાપદને બદલે અહીં મા-દ્વાદિય- એટલે કે, માત્ર (બાળવાનું સ્થાન) ઉપરથી નામધાતુનું રૂપાંતર થયું છે. (સરખાવો. જેમિસન. પા. ૮૯..). છા.ઉપ.ના આ છઠ્ઠા અધ્યાયના મૂળભૂત વિષયવસ્તુનું યથાતથ્ય –સ્પષ્ટ- વિવરણ આ ધ્રુવપંક્તિ દ્વારા શક્ય
સિામીપ્ય : ઑકટોબર, ૨૦૦-માર્ચ, ૨૦૦૧
Page #12
--------------------------------------------------------------------------
________________
બન્યું. વારંવાર ઉદ્દાલક આ ધ્રુવપંક્તિના પુનરાવર્તનથી તેનો વિચાર સ્પષ્ટ વ્યક્ત કરી શક્યો. આ અદૃષ્ટ-તત્ત્વમાં સર્વ લય પામે છે, તેમાંથી જ સર્વ ઉદ્દભવે છે, તે જ સર્વનું અધ્યાત્મ છે, વગેરે જેવા વિચારોના ભારપૂર્વક સુંદર સંક્ષેપ રજૂ કરતી આ ધ્રુવપંક્તિ સર્વ ગ્રંથસંકલન-કર્તાનું (? Redactors) આકર્ષણ બની. આ ધ્રુવપંક્તિને તેના મૂળ ખંડ (છા.ઉપ. ૬.૧૨) માંથી લઈને બીજા ખંડોમાં પણ તેના વારંવાર પુનરાવર્તનથી આ અધ્યાયનાં વિષયવસ્તુ શ્રોતાના હૃદયમાં દઢસ્થિર-જડાઈ જાય છે. આવી પુનરાવૃત્તિ ફક્ત આ છો.ઉપ.ની જ શૈલી કે લક્ષણ નથી. બૃહદારણ્યક ઉપનિષદમાં (બુ. ઉપ.) પણ નેતિ નેતિ વાળું વિધાન ચાર વાર રજૂ થયું છે. (જુઓ ખૂ.ઉપ. ૩.૯.૨૬, ૪.૨.૪;૪.૪.૨૨; અને ૪.૫.૧૫). ઉપરાંત તે બૃ. ઉપ. ૨.૩.૬ માં પણ ફરીથી દૃષ્ટિગોચર થાય છે. હ૧૦ઃ બૃ. ઉપ.માં નેતિ નેતિની પુનરાવૃત્તિ :
બ્ર.પિ.માં નેતિ નેતિ વિધાનની મૂળ રચના થયા પછી તે વિધાન એ ઉપનિષદમાં ઠેરઠેર પ્રક્ષિપ્ત થતું ગયું. આ નેતિ નેતિ બૃ ઉપ. ના કાવ-શાખાના ૪.૫.૧૫ માં જ રજૂ થયું છે; પણ કાવ-શાખાની સમાતંર જતા માધ્યદિન-શાખાના બ્ર.ઉપ. ૪.૫.૨૪-૨૫ (=કાવશાખા ૪.૫.૧૫)માં નેતિ નેતિ નથી મળતું! ઉપરાંત, બૃ. ઉપ. ૨.૪ એ .ઉપ.૪.૫.નું “પુનરાવર્તન” હોવા છતાં આ ત તિ વિધાન બૃ.૧૫ ની કોઈપણ (કાવ કે માધ્યદિન) શાખાના ૨.૪. માં પણ નથી મળતું. આ બધું લક્ષ્યમાં લેતાં એમ સ્પષ્ટ થાય છે કે બુ.ઉપ.ની કુલ ચાર “અનુકૃતિઓ” ? (versions) માંથી ફક્ત એકમાં જ નેતિ નેતિ વિધાન મળી આવે છે; જેમ કે - (૧) બ. ઉપ. ૪.૫.૧૫ (કાવશાખા) નેતિ નેતિ સાથે,
= (૨) બ્ર.ઉપ.૪.૫.૨૪-૨૫ (માધ્યદિનશાખા) નેતિ નેતિ વગર, = (૩) બું. ઉ૫.૨.૪(કાવશાખા) નેતિ નેતિ વગર, = (૪) બૃ.૧પ..૨.૪, (માધ્યદિનશાખા) તિ નેતિ વગર.
આ પરિસ્થિતિમાં આ નેતિ નેતિ વિધાન બ. ઉપ. ૪.૫.૧૫ (કાશ્વશાખા) માં પ્રક્ષિપ્ત થયું હોય એવી શંકા સ્વાભાવિક થાય છે. આ શંકા છં. ઉપ.નું વિશ્લેષણ કરતાં યથાર્થ લાગે છે, તેનું વિવેચન નીચે સંક્ષેપમાં કરવામાં આવે છે.
(૧) બ્ર.ઉપ. (કાવશાખા) ૪-૫-૧૫, સર્વ જ્ઞાનનું કારણ અને આધારભૂત આત્મતત્ત્વ અવિષેય છે., એવા વિષયવસ્તુનું વિવરણ કરે છે. કાળક્રમે આ સંદર્ભમાં કોઈ અન્ય “આવૃત્તિ-કારે” અવિષેય આત્મતત્ત્વને અનુરૂપ તિ નેતિ વિધાન પણ ક્યાંકથી અહીં જોડી દીધું. કારણ કે આ તિ નેતિ વિધાનમાં પણ આત્મતત્ત્વના અવર્ણનીય સ્વરૂપ પર ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ આ નેતિ નેતિ વિધાન બુ.ઉ૫.૪.૫.૧૫ માં સળંગ ચાલ્યા આવતા વિષયવસ્તુના સરળ પ્રવાહને રોકી દે છે.
- .ઉપ. (કાવશાખા) ૪-૫-૧૫ ના વિષયવસ્તુમાં પ્રથમ યાજ્ઞવક્ય પૂછયું કે જેને સર્વ આત્મસ્વરૂપ થયું હોય તે કાંઈક ઈતર કેવી રીતે જોવે-સુંધે-રસ માણે - સંબોધે - વિચારે - સ્પર્શે અને તે કોનાથી શું જાણે ?
અને આવા પ્રકારના વિષયની પરંપરા નીચે મુજબ પર્યવસન પામી. બૃ.૧પ. [કાવશાખા]૪.૫.૧૫. (પા. ૭૮૨) (i) જેટું સર્વ વિનાનાતિ તે વેન વિનાનીયા
(કોઈ વ્યક્તિ) જેના લીધે આ સંર્વ (જગતુ) “જાણે” છે, તેને (ત વ્યક્તિ) કેવી રીતે જાણે ?"
આ વિધાન પછી (કાવશાખામાં) અહીં તરત જ નેતિ નેતિ વિધાન રજૂ થયું કે (ii) स एष नेति नेत्यात्मा। अगृह्मो न हि गृह्मते, अशीर्यो न हि शीर्थते, असंगो न हि सज्यते, असितो न व्यथते न रिष्यते।
“તે આત્મા આ : “એ નહીં; એ નહીં” છે. તે અગૃહ્ય (કારણ કે) પ્રહણ કરાતો નથી; તે શીર્ણ થઈ શકે એવો વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્ત્વમસિ (છા.ઉપ. ૬.૮-૧૬)નું વિવેચન] [૫૭
Page #13
--------------------------------------------------------------------------
________________
નથી કારણકે) શીર્ણ કરાતો નથી. તે અસંગ છે (કારણ કે, સક્ત થતો નથી, તે અવિનાશી છે, તે વ્યથા પામતો તેથી (ક) ઘવાતો નથી”
આ વિધાન પછી ઉપસંહારમાં એવો જ પ્રશ્ન (જુઓ ઉપર (i) ) ફરીથી આવીને ઊભો કે (iii) વિજ્ઞાતારમ્ અરે, વેન વિનાનયાત્ ? “અરે, (કોઈ વ્યક્તિ) વિજ્ઞાતાને કોનાથી જાણે (જાણી શકે ) ?” ,
[અહીં બૃ.૧પ. (કાવશાખા) ૪.૫.૧૫ ના સળંગ વિધાનને વિશદતા ખાતર (i) (ii) (iii) એવા ત્રણ ભાગમાં જણાવ્યું છે.]
ઉપર જણાવેલા ઉલ્લેખમાં સ્વાભાવિક ક્રમ એ રીતે સંભવે કે સૌ પ્રથમ પ્રશ્ન (i), પછી તરત જ તેવા પ્રશ્નની પરાકાષ્ઠા રજૂ કરતાં પ્રશ્ન (iii) આવે; પણ આ બંને પ્રશ્નો વચ્ચે પ્રક્ષિપ્ત થયેલું ત ત વિધાન (ii) સમગ્ર વિષયવસ્તુને અનુરૂપ છતાં પ્રશ્ન (i) અને પ્રશ્ન (iii)ની સ્વાભાવિક સળંગસૂત્રતામાં અવરોધ કરે છે. તેમ છતાં, બૃ. ઉપ. ૪.૫.૧૫ (કાર્વશાખા)માં નેતિ નેતિ વિધાનનું પુનરાવર્તન બુ. ઉપ.ના મૂળભૂત, મધ્યવર્તી વિષય-નિરૂપણ-સમઝને આવરી લે છે.
આમ, . ઉપ.માં નેતિ નેતિ ની જેમ, પણ કાંઈક વધુ પદ્ધતિસર, છા.ઉપ. ના છઠ્ઠા અધ્યાયમાં પ્રસ્તુત ધ્રુવપંક્તિ પણ આગળ પડતો ભાગ ભજવે છે તે નીચે જણાવવામાં આવે છે. હ૧૧ : ધ્રુવપંક્તિની વિશેષતા :
ઉપર (૮) દર્શાવેલા કારણ ઉપરાંત, છા.ઉપ.ના છઠ્ઠા અધ્યાયના ખંડોમાં પ્રસ્તુત ધ્રુવપંક્તિ પ્રક્ષિપ્ત થવાનું બીજું પણ કારણ છે. સામાન્ય રીતે, પ્રાચીન ઉપનિષદૂ-ગ્રંથોમાં ક્યાંક ક્યાંક વિષયવસ્તુનો ઉપસંહાર દર્શાવવા વર્ણનમાં અંતે આવતા કોઈ શબ્દોની પુનરાવૃત્તિનો નિયમ હોય છે. છા.ઉપ.ના છઠ્ઠા અધ્યાયના ખંડ ૮-૧૧; ૧૩-૧૬નાં વર્ણનોના અંતે ધ્રુવપંક્તિ પ્રક્ષિપ્ત થતાં-જોડાતાં - તે તે ખંડોનો ઉપસંહાર પણ સરસ રીતે વ્યક્ત થઈ શક્યો . (છા.૧પ.૬.૧૨માં તો ધ્રુવપંક્તિની મૌલિક રચના થઈ ગઈ હતી.) .
- જેમ બ. ઉપ. (કાવશાખા) ૪.૫.૧૫ માં નેતિ નેતિ વિધાનના પ્રક્ષેપથી તેની મૂળ સળંગસૂત્રતાનો અવરોધ થયો, તે રીતે છા.ઉપ. ૬-૧૪ અને ૬.૧૫માં આ ધ્રુવપંક્તિ જોડાવાથી આ બંને ખંડોનાં મૂળ વર્ણનમાં જળવાઈ રહેલી સળંગસૂત્રતા ટકી શકી નથી. (સરખાવો રણ્ ૧૯૫૫ પાનાં. ૯૧...)
(૧) અહીં, ખંડ ૧૪ માં આંખે પાટા બંધાયેલા પુરુષનું દષ્ટાંત (allegory) આવે છે. તેમાં, તે પુરુષને ચોરે આંખે પાટા બાંધી ગંધારદેશમાંથી જનશૂન્ય દેશમાં એકલો મૂકી દેતાં, તે ફરી ફરીને, પૂછતાં પૂછતાં પાછો પોતાના ગંધારદેશમાં આવી પહોંચ્યો. ખંડ ૧૫ માં મૃત્યુશરણ કોઈ માંદી વ્યક્તિનું વર્ણન આવે છે. અહીં, મૃત્યુશરણ વ્યક્તિની માનસિક શક્તિઓ તેમના કારણમાં લીન ન થાય ત્યાં સુધી તેઓ કાંઈક ક્રિયાશીલ રહી શકે છે એવું વર્ણન આવે છે. મૂળ આધાર કારણ તરફ પ્રયાણ અને તે જ કારણમાં અંતે લય, એવી આ બંને ખંડોનાં મૂળ વિષયવસ્તુની સમાનતા છે. ઉપરાત, બંનેના વિષયવસ્તુનિરૂપણની પરિભાષામાં પણ સમાનતા છે. જેમ કે, (i) છા. ઉપ. ૬.૧૪.૪. (પા.૩પ૩-૩૫૪). ___ तस्य तावदेव चिरं यावन विमोक्ष्येऽथ सम्पत्स्य इति ।
“જ્યાં સુધી- “હું મોક્ષ (બંધનમાંથી છુટકારો) નથી પામતો” (એવી પરિસ્થિતિ રહે) તેટલી જ તેને (મુક્ત, થવામાં) વાર થાય છે. પછી તો “હું (સ્વદેશ/સ્વજનને) મળીશ (તે સ્વજનોને મળે છે)”
(અહીં વાક્યની કિલષ્ટ રચના અનુવાદ કરવામાં મુશ્કેલી સર્જે છે ! પરંતુ, તેનો ભાવાર્થ સ્પષ્ટ છે. જયાં સુધી આંખે પાટા બાંધેલા છે ત્યાં સુધી પુરુષને ગંધારદેશ તરફ પ્રયાણમાં (સ્વજનોને મળવામાં વિલંબ છે; પણ આંખે બંધન છૂટતાં જ તે સ્વદેશ અને સ્વજનોને પામે છે. આ રીતે આચાર્ય દ્વારા પુરુષ પણ મોક્ષ પામતાંની સાથે જ મૂળ કારણમાં
૫૮]
[સામીપ્ય : ઓકટોબર, ૨૦૦૦-માર્ચ, ૨૦૦૧
Page #14
--------------------------------------------------------------------------
________________
લય પામે છે.) (ii) છા. ઉપ. ૬.૧૫.૧ (પા. ૩૫૪)
तस्य यावन्न वाङ् मनसि सम्पद्यते, मनः प्राणे प्राणस्तेजसि, तेजः परस्यां देवताथां, तावंज्जानाति ।
જ્યાં સુધી તેની વાણી મનમાં, મન પ્રાણમાં, પ્રાણ તેજમાં અને તેજ પરમ દેવતામાં પ્રાપ્ત ન થાય, ત્યાં લગી (તે તેના સ્વજનોને) જાણે/ઓળખે છે.”
એટલે કે, વાણી વ. તેમનાં કારણોમાં લય પામતાંની સાથે જ તે માંદો માણસ દેહમુક્ત થાય છે. - “મુક્તિ” પામે છે.
ઉપર, (i) અને (ii) માં સામ્ય સ્પષ્ટ છે; જેમકે, “વત્ર તાવતું....” વાક્ય રચના અને સન્ + ત્ ક્રિયાપદ, ઉપરાંત બંનેમાં આવતા સમાન વિચારો, ખંડ ૧૫ માં આવતું ઉદાહરણ ખંડ ૧૪માં આવતા દષ્ટાંતરૂપકને સમજાવે છે અને મૂળ મુદ્દાને જીવંત રાખે છે. પરંતુ ખંડ ૧૪ અને ખંડ ૧૫ વચ્ચે આવતી (ખંડ ૧૪ ના અંતે છા.ઉપ.૬.૧૪.૩) પ્રસ્તુત ધ્રુવપંક્તિ તત્ત્વમસિ વિધાન જુદું પડી જાય છે. ધ્રુવપંક્તિમાં સૂક્ષ્મતમ તત્ત્વ અને તેની વ્યાપક્તાનો મૂળ મુદ્દો છે;
જ્યારે આ બંને ખંડોમાં સર્વ ઈંદ્રિયોનું આત્મામાં લય પામવું એવો મૂળ મુદ્દો છે; આમ ધ્રુવપંક્તિના અને આ બંને ખંડોના મૂળભૂત મુદ્દા જુદા જુદા તરી આવે છે. અહીં, બંને ખંડોમાં ધ્રુવપંક્તિનો સુમેળ થયો નથી. ! હ૧૨: તત્ત્વશિમાં તત સર્વનામનું વિવેચન :
ઉપર ૬૮ માં જણાવ્યા મુજબ તત્ત્વમસિ વિધાન છા.ઉપ. ૧૨ માંથી જ ઉદ્ભવ્યું છે, તેથી છા.ઉ૫. ૬.૧૨ ને અનુલક્ષીને જ તેનું યથાર્થ વિવરણ કરવું જોઈએ. અહીં બિમનું વર્ણન આવે છે, પણ સત્ નું નહીં. સાધારણ રીતે ગામના વર્ણનને ના અર્થમાં ઘટાવી શકાય, પરંતુ આ આખા ખંડમાં સત્ સાથે સાંકળી લેવાય એવો કોઈ નિર્દેશ મળતો નથી. આમ, સંબંધ અને વાક્યરચનાની દૃષ્ટિએ પણ તત્ત્વમસિમાં આવતા તત્ સર્વનામનું સત્ ના સંદર્ભમાં વિવરણ કરવું તે યથાર્થ લાગતું નથી. જો કે આ બાબતે વિસ્તૃત વિવેચન ઉપર ૬૭ માં કરવામાં આવ્યું છે. તે
(૧) તત્ત્વમણિનું તત સર્વનામ પુરોવર્તી મિન્ કે દૂરવર્તી સત્ ના સંદર્ભમાં નથી યોજાયું; આથી આ તત સર્વનામ માટે એના અનુસંધાનમાં નપું.માં યોજાતાં દર્શક (deictic) સર્વનામના વિશિષ્ટ પ્રયોગોનું પરીક્ષણ કરવું રહ્યું.
પુત, અદ્ર, અને મ્ નપું. દર્શક સર્વનામોની જેમ ત- (નપું.) સર્વનામ પણ વૈદિક ગદ્યમાં ક્રિયાવિશેષણના અનેકવિધ અર્થમાં પ્રયોજાય છે. (જુઓ સ્પાયર ૧૮૯૬: ૧૪૭, પા. ૪૩ અને સ્પાયર: ૧૮૮૬ ૨૭૦-૪, પા. ૨૦૯); દા.ત. આવાં સર્વનામો “આથી/તેટલા માટે”, “પરિણામે” “તેથી” એવા અર્થમાં કોઈ તર્કસંબદ્ધ કાર્યનું પરિણામ સૂચવે છે. (જુઓ સ્પાયર ૧૮૮૬ : હ૪૪૪; પા. ૩૪૪ અને દેબૂક ૭૧૪૧ પાનાં ૨૧૬.....; તથા મિનાર્ડ ૧૯૩૬, ૬૨૯૪, પા. ૯૩); ઉપરાંત, “પછી” (then); “એ પછી” તેમજ “આના લીધે, આ કારણે” એવા અર્થો પણ વેરપોર્ટને (પા. ૨૯૭) દર્શાવ્યા છે. આ સર્વનામો “ત્યાં અહીં” એવા અર્થમાં કોઈ સ્થળનું સૂચન અથવા કોઈ પ્રસંગનો નિર્દેશ પણ કરે છે. (જુઓ બોડેવિલ્બ પા. ૧૫૯; રણ્ ૧૯૬૧; ૬૧૧૯ ૮, પા. ૧૫૬); જેમ કે, (i) શતપથબ્રાહ્મણ (માધ્યદિન-શાખા) ૨.૫.૨.૫ (પા, ૧૮૦)
तद्वै द्वे वेदी द्वावग्नी भवतः । “અહીં- આ યજ્ઞમાં - (=તત) બે વેદિ અને બે અગ્નિ હોય છે.”
અથવા તો, “એ પ્રસંગે”, એવા અર્થમાં પણ તત સર્વનામ કોઈવાર કોઈ પરિસ્થિતિનો નિર્દેશ કરે છે; જેમ કે, (ii) શતપથબ્રાહ્મણ (કાવશાખા) ૨.૨.૧.૧૬ (પા. ૮૫)
स यत्र विश्वरूपं त्वाष्ट्रमिन्द्रो जघान तस्य ह वध्यस्य विदां चक्रुः शश्वद्धनं त्रित एव जद्यान तदत्य॒ह तदिन्द्रोऽमुच्यत देवो
વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્વમસિ (છા.ઉપ. ૬.૮-૧૬)નું વિવેચન [૫૯
Page #15
--------------------------------------------------------------------------
________________
હિંસ: |
“ જ્યારે ત્વષ્ટ્રના પુત્ર વિશ્વરૂપને હણ્યો/માર્યો; તેમણે (એક્ત, દ્વિત,અને ત્રિત; ત્રણેએ) જાણ્યું કે તે વધ કરવા યોગ્ય હતો. કદાચ (=ાશ્વત્ + દઈ એને ત્રિતે જ હણ્યો. તે પ્રસંગે (ત) ઈંદ્ર (હણવાના દોષથી) સંપૂર્ણ રીતે મુક્ત થયો, (કારણ કે તે દેવ છે.”
અહીં મિનાર્ડ (૧૯૪૯, ૪ ૫૮૯ : પા. ૨૦૨) જણાવે છે કે એક તત્ સર્વનામ ક્રિયાપદ સાથે સંબંધિત છે; અને બીજું ક્રિયાવિશેષણ છે. આવા અર્થો ઉપરાંત, તત્ સર્વનામ “આના અનુસંધાનમાં” – એવો અર્થ પણ વાક્યમાં દર્શાવે છેઃ જેમ કે
| (iii) શતપથ બ્રાહ્મણ (માધ્યદિન-શાખા): ૧૦-૫-૨-૪ (પા. ૭૯૨); ૧૦-૫-૪-૧૬ (પા. ૮૭), સરખાવો : શતપથ બ્રાહ્મણ (માધ્યદિન-શાખા); ૧૧-૫.૫.૧૨ (પા. ૮૬૫); ૧૨.૩.૨.૭ (પા. ૯૧૨). | (iv) બૃ. ઉપ. ૨-૨-૩, ૪-૪-૬ વગેરે; સરખાવો : બૃ.૧પ : ૪-૩-૧૧, ૪-૪-.
(v) છા.ઉપ. ૨.૨૧.૩, ૩.૧.૧૧, ૫-૨-૯, ૫-૧૦-૯, ૫-૨૪-૫, ૭-૨૬-૨ અને ૮.૬ ૬ વગેરેમાં ટ્રેષ રસ્તો: “આના અનુસંધાનમાં (=ત૬) આ શ્લોક છે”.
ટૂંકમાં, આ બધાં ઉદાહરણોમાં તત્ સર્વનામ કોઈ પુરોવર્તી હેતુ કે પ્રસંગના સંદર્ભમાં યોજાયું હોય છે; અને એ પુરોવર્સી હેતુ/પ્રસંગ અને તત્ સર્વનામથી યુક્ત ઉત્તરવર્તી વિધાન; એ બંનેનો તત્ સર્વનામ સંબંધ દર્શાવે છે.
વળી, તત્વમસિનું તત્વ દર્શક સર્વનામ પણ કોઈક આવા ક્રિયાવિશેષણના અર્થમાં રહ્યું હોય. આવા અર્થની સમાંતર જતું નીચે દર્શાવેલું ઉદાહરણ આ બાબત વધુ સ્પષ્ટ કરશે; જેમ કે
(vi) તૈત્તિરીય સંહિત ૧-૫.૭.૬ (પા. ૬૧૯-૬૨૦) : सं त्वमग्ने सूर्यस्य वर्चसागथा, इत्याहेतत्त्वमसीदम॒हं भूयासमिति वावैतदाह, त्वमग्ने सूर्यवर्चा असीत्याहाशिष मेवैतामाशास्ते।
તું, હે અગ્નિ, સૂર્યના પ્રકાશ (વર્ચ) સાથે અહીં આવ્યો છે. તે કહે છે : તે રીતે (તત) તું છે, તે રીતે (૫) હું હોઉં . તે આમ કહે છે : તું, હે અગ્નિ, સૂર્યનો પ્રકાશ (વર્ચસ) ધરાવે છે; એમ તે કહે છે તે આ આશિષ છે, જે તે જણાવે છે.”
સરખાવો : તત્ત્વમસિ વિધાન; અને અહીં તત્ત્વમસિ તથા ટ્વમાં મૂયાનમ્. અહીં તત્ અને દ્વમ બંને સર્વનામો નિ એ પ્રાપ્ત કરેલી સ્થિતિ ના (સૂર્યવર્વસ) સંદર્ભમાં યોજાય છે. આ રીતે તત્વમસિ વિધાનમાં તત સર્વનામ પણ અગાઉ જણાવેલી સ્થિતિના -વડવૃક્ષ (ચુધી અને સર્વજગતના (છા.ઉપ. ૬-૧૨)- સંદર્ભમાં યોજાયું છે. જગતુ અને વડવૃક્ષ, બંને આંખમાથી સૂક્ષ્મતમ તત્ત્વથી વ્યાપ્ત છે, અને આ મા સત્ય છે; તેમનો આત્મા છે; તે રીતે, શ્વેતકેતુ પણ મનમાંથી વ્યાપ્ત છે. આમ, પ્રસ્તુત ધ્રુવપંક્તિનો અનુવાદ આ રીતે સંભવી શકે :
“તે કે જે આ સૂક્ષ્મતમ તત્ત્વ છે; એ (સૂક્ષ્મતમ તત્ત્વ) કાવ્ય (વાળું) (આત્મસ્વરૂપ) આ આખું જગત છે. એ (સૂક્ષ્મતમ તવ) સત્ય છે; એ (સૂક્ષ્મતમ તત્ત્વ) આત્મા છે, હે શ્વેતકેતુ, આ રીતે (ત) તું છે.”
છા.ઉપ.૬.૧૨ નો યથાર્થ ઉપસંહાર-અંત-આ ધ્રુવપંક્તિથી થયો છે. અહીં આ ધ્રુવપંક્તિનું અસ્તિત્વ મૂળ, યોગ્ય અને સ્વાભાવિક છે; અને તે અહીં ઉપદેશની પરાકાષ્ઠા દર્શાવે છે. આ ૧૨ મા ખંડની સમગ્ર વિચારધારા તર્કસંગત રહી છે; જેમ કે , પ્રથમ, વડવૃક્ષ અદશ્ય તત્ત્વમાંથી ઉદ્દભવે છે એમ સ્પષ્ટ કરી ધ્રુવપંક્તિ દ્વારા વ્યક્ત કર્યું કે આ સર્વજગત એ અદષ્ટ તત્ત્વથી અસ્તિત્વ ધરાવે છે. આ તત્ત્વ સત્ય છે, કારણ કે તે શાશ્વત છે, વાસ્તવિક છે. આ તત્ત્વ વળી આત્મા છે; કારણકે તેના આધારે દરેક જીવી રહ્યું છે; અને અંતે ઉદાલક પોતાની આવી વિચારધારા -ઉપદેશ- વ્યક્તિગત રીતે સમેટે છે કે શ્વેતકેતુએ પોતાની જાતને આ રીતે (તત) વિચારવી જોઈએ. વડવૃક્ષ, આખું જગત, વગેરેની જેમ શ્વેતકેતુ પણ સૂક્ષ્મતત્ત્વથી વ્યાપ્ત છે, તે તેનું સત્ય છે, તેનો આત્મા છે.
jને ન
૬૦]
[સામીપ્ય : ઑકટોબર, ૨૦૦૦-માર્ચ, ૨૦૦૧
Page #16
--------------------------------------------------------------------------
________________
હ૧૩ : સાંપ્રદાયિક વિવાદ અને ઉપસંહાર :
છા. ઉ૫. ૬.૮-૧૬ ની આ ધ્રુવપંક્તિના સંબંધમાં તત્વમસિ વિધાનના ઉપર્યુક્ત વિવેચન ઉપરથી એટલું નિશ્ચિત થાય છે કે, આ વિધાનમાં આવતું તત્ સર્વનામ બ્રહ્મ ના, કે માત્મા, સત્ કે મHI માંથી કોઈના પણ સંદર્ભમાં યોજાયું નથી. આના અનુસંધાનમાં જો કે આ યુવપંક્તિ ઉપર મળી આવતાં ભાષ્યોમાં શાંકરભાષ્ય સૌથી પ્રાચીન હોવાથી અમે શાંકરભાષ્યની સમીક્ષા કરી છે (જુઓ હ૬૨-૩). કા. ઉપ. ના છઠ્ઠા અધ્યાયની પરસ્પર વિષય-સંગતિ, ધ્રુવપંક્તિની વાક્યરચના અને વ્યાકરણ, વગેરે મુદ્દાને ધ્યાનમાં લેતાં તત્ત્વમસિનું વિવરણ શાંકરભાષ્યમાં યથાર્થ થયું નથી એ સ્પષ્ટ થાય છે.
આ રીતે શંકર પછીના અદ્વૈતવેદાંતના કે શંકરના અનુયાયીઓ કે સાંપ્રદાયિક પક્ષકારો તત્ત્વમસિ માં આવતા તત્ સર્વનામનો સંબંધ કોની સાથે અને કેવી રીતે યોજે છે, તેની સમીક્ષા અહીં યોગ્ય નથી.
આ ઉપરાંત, શંકરના કે અદ્વૈત વેદાંતના કેટલાયે પ્રતિપક્ષી વેદાંતમતાવલંબીઓ પણ તત્ત્વમસિ ના તત્ સર્વનામનો બ્રહ્મ સાથે સંબંધ ઈચ્છે છે; પરંતુ ઉપર્યુક્ત તત્ત્વમસિ ના વિસ્તૃત વિવેચન ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે તત્ત્વમણિના તત્ સર્વનામનો સંબંધ બ્રહ્મ સાથે છે જ નહીં (જુઓ ૬ ૭)
અહીં એ પણ નોંધવું આવશ્યક છે કે અદ્વૈતવેદાંતના પ્રતિપક્ષી વેદાંતીઓ તત્ત્વસિમાં આવતા તન અને ત્વમ; બંનેના તાદાત્મ સંબંધથી જુદા કોઈ વિશિષ્ટ સંબંધ માટે દલીલ કરે છે. માધ્વ સંપ્રદાયના વિષ્ણુદાસાચાર્યે તેના વાદરત્નાવલિ નામે ગ્રંથના એક વિભાગમાં પાણિનિની અષ્ટાધ્યાયીનો આધાર લઈ વીસ પ્રકારે એવું પુરવાર કરવા પ્રયાસ કર્યો છે કે તત્ત્વમસિ વિધાનમાં તત્ અને ત્વનો તાદાત્મ સંબંધ સંભવે જ નહીં; જેમકે,
(૧) “તું. તેના જેવો (ત) છે” એવો સંબંધ શક્ય નથી. (પ્રકાર ૩) (૨) ઊંચે દોરીથી બાંધેલા પક્ષીની જેમ “તું તેને (ત) બંધાયેલો નથી” એવો સંબંધ પણ નથી. (પ્રકાર ૪) (૩) “તું તેનો (તત) આશ્રિત છે” એવો સંબંધ પણ નથી. (પ્રકાર ૯) (૪) “તું તે (તત) સ્વરૂપે છે.” એવો સંબંધ પણ નથી. (પ્રકાર ૧૦) વગેરે વગેરે !
અંતે- ઉપસંહાર રૂપે- વિષ્ણુદાસચાર્યે મધ્વાચાર્યના છા.ઉપ. ૬.૮.૭. ઉપરના ભાષ્યના આધારે ધ્રુવપંક્તિનું એક પાઠાંતર સૂચવ્યું છે કે
સ ચ ષો........ ન માત્મા + મૃત ત્વમસિ......
અહીં તને બદલે માત્ પાઠાંતર ધ્યાનમાં લેવા જેવું આકર્ષક લાગે, પણ આ પાઠાંતર અશક્ય છે. (બ્રેરેટન.. પા. ૧૦૯ અને નોંધ. ૩૩ માંથી) !
વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્વમસિ (છા.ઉ૫. ૬.૮-૧૬)નું વિવેચન] [૬૧
Page #17
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧ : સર્વનામોની તારવણી - (૧) વૈદિક ગદ્યની વાક્યરચનામાં સર્વનામનો “જાતિ-વચન-સ્વીકારનો નિયમ” (Gender-NumberAgreement). $$4-5. પૂર્વીશ વાક્યમાં :
મૂળ કર્તાના સંદર્ભમાં યોજાયેલા તેનાને સામાન્ય (simple) વાક્ય : હું જ. ૧
સ્પષ્ટ કર્તાના સંદર્ભમાં યોજાયેલા તેનાને ગૌણ સંબંધક વાક્ય (Relative Clause) : હું ૪.૨
સંદર્ભમાં યોજાયેલા તેના વિવિધ ક્રિયાઓના, વિષયવસ્તુના કે પૂર્વ-નિર્દિષ્ટ શબ્દોના BULUH U34 (Proleptic Clause) : $ 7.8
સંગતિ ધરાવતા વિષય શબ્દના સંદર્ભમાં યોજાયેલા તેના સંગતિસૂચક વાક્ય (Appositive Clause) : હું ૪.૫
સંદર્ભમાં યોજાયેલા તેનાને સળંગ વર્ણનમાં અનુસૂત કે પુનરાવર્તિત વિષય કે શબ્દના અવાદેશીય વાક્ય (Anaphoric Clause) : $ ૫.૫
અપરાંશ વાક્યમાં :
તત્ – સર્વનામનું
જાતિ-વચન, વિધેય પ્રથમાવિભક્તિ ] (Predicate Nominative)ના જાતિ-વચન પ્રમાણે.
(૨)વૈદિક ગદ્યમાં તત્ (નપું), (નપું.) અને મ્ (નપું.) ની જેમ તત્ (નપું) ક્રિયાવિશેષણ તરીકે હ૧૨.
૧. “તેથી”, “પરિણામે” ના અર્થમાં, ૨. “તે પછી”, “આના પછી”, “આના લીધે” ના અર્થમાં, ૩. “ત્યાં” (સ્થાનસૂચક) ના અર્થમાં,
“તે....માં તેમાં” (પ્રસંગસૂચક)ના અર્થમાં, ૫. “એ બાબતે”, “આના સંદર્ભમાં”, “આના અનુસૈવાનમાં” ના અર્થમાં.
૬૨]
[સામીપ્ય : ઑકટોબર, ૨૦OO-માર્ચ, ૨૦૦૧
Page #18
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ આ સંશોધન-લેખમાં વૈદિક ગ્રંથોનાં વિવેચનો આવરી લેતા સંદર્ભો.
સંહિતા ગ્રંથો : તૈત્તિરીય સંહિતા ૧.૫.૭.૬ =૧૨ vi. મૈત્રાયણીય સંહિતા ૧.૪.૬ =૧. બ્રાહ્મણ-ગ્રંથો : ઐતરેય-બ્રાહ્મણ ૩.૧૬.૧. પ.૮ ૩. ૧૪. ૨. =S૪.૨. " ૪. ૧૭.૬ =S૪.૪. જૈમિનીય બ્રાહ્મણ ૩.૧૨૬ =$૪.૩. ૩.૩૨૬ =S૪.૧. તૈતિરીય બ્રાહ્મણ ૩.૯-૧૭.૩ : $૩.૨ શતપથ બ્રાહ્મણ (કા.) ૨.૨.૧.૧૬ =6૧૨.ii (મા.) ૨.૫.૧.૧૮ =$૪-૫ ૧૦-૫. ૨.૪ ૧૦.૫.૪.૧૬ ૧૨.iii ૧૧.૫.૪.૧૨ ૧૨.૩.૨.૭ . ઉપનિષદો : છા.ઉપ. ૧.૩.૩ =6પ. ૭. ૨.૩-૪ =$૫. ૩. ૨.૭.૨: ૬૫.૮. ૨.૨૧.૧. $૧.૩ ૨.૨૧.૩. ડું ૧૨.V. ૩.૧.૧-૪ : $ ૫.૫. ૩.૬.૧ = $ ૫.૫.
છા.ઉપ. ૩.૧૧.૧ ૬ ૧૨.V. ૩. ૧૬.૧ ૩.૧ ૩.૧૭.૧ =S ૫.૧૦. ૩.૧૯.૨ = ૫.૮. ૪.૩.૮ =૫.૨ ૫.૨.૯ 5 * ૫.૧૦.૯ SS૧૨.ફ. ૫.૨૪.૫ J ૬.૮-૧૬. $$ ૨.૩. ૬.૮-૧૦ = ૭.૧ ૬.૮.૧ ૭.૧ ૬.૮.૪ ૬૭.૧ ૬.૮.૬ ૬૭.૧ ૬.૮.૭. =s (શાં.ભા.) ૬.૯.૨ ૭.૧ " ૬.૯-૩ હ ૭.૧ ૬-૧૦.૧ ૬ ૫.૧. ૬.૧૦.૨=s ૭.૧ ૬.૧૧-૧૩. $ ૮ ૬.૧૨ =$$ ૮, ૯, ૧૨.vi. ૬.૧૨.૨. = S૮ , ૬.૧૩ = ૮ ૬.૧૪ =$ ૮. ૬.૧૪. =$ ૧૧.૧ ૬.૧૪.૩ = ૧૧.ii ૬.૧૪.૪ =૧૧ ૬.૧૫ : $ ૧૧. ૬.૧૫.૧૬૧૧. , ૬.૧૬.૩. == ૯
છા.ઉપ. ૭.૪.૧ = ૫.૪ ૭.૪.૨ =6પ. ૨. ૭.૨૩.૧=પ. ૬. ૭.૨૪.૧ =૫.૯ ૭.૨૫.૧. =૭પ.૧૧. ૭.૨૬.૨ =૧૨.ફ. ૮.૬.૬ ૪૬૧૨. ફ. બુ.ઉપ. ૨.૨.૩. =૧૨ iv. ૨.૩.૬ =૬૯ ૨.૪ (કા.) 1 $૧૦. ૨.૪ (મા.) ૩.૯.૯ ૪૭.૪ ૩.૯. ૨૬.૬૯ ૪.૨.૪ =૬૯ ૪.૩.૧૧૧ ૪.૪.૬ / ૧૨iv ૪.૪.૮ J. ૪.૪.૨૨ =$ ૯ ૪.૫. ૧૦ ૪.૫.૧૫ (કા.).
$$૯, ૧૦, ૧૦.૧, ૧૧. ૪.૫.૨૪-૨૫ (મા) : ૧૦ મુંડક ઉપ. ૨.૨.૧૨ =6પ.૧૧.
-
નિરુક્ત =૪.૨૫ =૬૫.૫. પાણિનિ =૨.૩.૪૬ =$૪ ૨.૪.૩૨-૩૪ =$૫.૫.
વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્ત્વમસિ (છા.ઉપ. ૬.૮-૧૬)નું વિવેચન] [૬૩
Page #19
--------------------------------------------------------------------------
________________
ઈક્લેર :
પરિશિષ્ટ ૩
સંદર્ભ-ગ્રંથ અને સંકેત સૂચી (અક્ષરાનુક્રમે) Ingeborg Ickler. Untersuchungen zur Wortstellung und Syntax der Chāndogyopanisad (છા,ઉપ.ના શબ્દ- વિન્યાસ તથા વાક્યરચના સંબંધી સંશોધનો) ગ્યોપીંગન ૧૯૭૩. =ઉપનિષદ્. J.Eggelin, The Satapatha Brahmana Vol. 1 (Trans.) ઓક્સફર્ડ ૧૮૮૧, (Sacred Books of the East Scrics.) Franklin Edgerton. The Beginnings of Indian Philosophy. 36019 (MA) 1664.
ઉપ
એગેલીંગ
xét
ઐતરેય બ્રાહ્મણઃ ઐતરેય બ્રાહ્મણ, આનંદાશ્રમ સંસ્કૃત ગ્રંથાવલિ ૩૨, પૂના ૧૯૩૧, ઓફ : Theodor Aufrecht; ed. Aitareya Brahmana. બોન ૧૮૭૯. પુનર્મુદ્રણ =Georg Olms.
(2). ઑલિવેલ્લે Patrick Ollivcllc. The Early Upanisads. Annotated texts and Trans. South Asia
Research, ન્યૂયોર્ક ૧૯૯૮.બુ.ઉપ. પા. ૩૬-૧૬૫. છા.ઉપ. પા. ૧૭૦-૨૮૭ અને મુંડક ઉપ. પા.
૪૩૬-૪૫૫. . છા, ઉ૫. છાન્દોગ્ય ઉપનિષદૂ જુઓ =પૂના. (અહીં અમે આ પૂનાની આવૃત્તિમાંથી ઉલ્લેખો આપ્યા છે.) સમીક્ષાત્મક
આવૃત્તિ માટે જુઓ = ઓલિવેલ્લે પા. ૧૭૦-૨૮૭. | છા. ઉપ. (શાંકરભાલ્ય) : જુઓ પૂના. જેમિસન =S.W. Jamison. Fucation & Form. in the “aya-Formation of the Bgveda & Atharava
veda. ગ્યોટીંગન ૧૯૮૩. જૈમિનીય બ્રાહ્મણ : જૈમિનીય બ્રાહ્મણ, ed. ડો. રઘુવીર અને ડો. લોકેશચંદ્ર, સરસ્વતી વિહાર સીરીઝ ૩૧. નાગપુર
' ૧૯૫૪. તૈત્તિરીય બ્રાહ્મણ : તૈત્તિરીય બ્રાહ્મણ. આનંદાશ્રમ સંસ્કૃત ગ્રંથાવલિ ૩૭, પૂના ૧૯૩૮. તૈત્તિરીય સંહિતા = તૈત્તિરીય સંહિતા. ભાગ.૨. આનંદાશ્રમ સંસ્કૃત ગ્રંથાવલિ ૪૨, પૂના. ૧૯૪૦. દેબૂક = B.Delbrück. Altindische Synatax (પ્રાચીન ભારતીય વાક્યરચના). હાલ, a.d.s. ૧૮૮૧.
પુનર્મુદ્રણ. Darmastadt ૧૯૬૮. નિરુક્તઃ નિઘંટુ અને નિરુક્ત-=સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, સૂરત ૧૯૭૨ પાણિનિ પાણિનિની અષ્ટાધ્યાયી અને પતંજલિનું મહાભાષ્ય. ભાગ. ૧-૩. ભારત-સરકાર તરફથી. મોતીલાલ
બનારસીદાસ. દિલ્હી. (અહીં ફક્ત ભાગ ૨) ૧૯૬૭. છાન્દોગ્ય ઉપનિષદ્ શાંકરભાષ્ય સાથે. આનંદાશ્રમ સંસ્કૃત ગ્રંથાવલિ ૧૪. પૂના ૧૯૩૪, બૃહદારણ્યક ઉપનિષદ્ પ્રો એસ. કપૂસ્વામિ શાસ્ત્રી અદ્વૈતઆશ્રમ, આલમોરા (સમીક્ષાત્મક આવૃત્તિ માટે
'જુઓ. ઓલિવેલ્લે : પા. ૩૬-૧૬૫). અમારા ઉલ્લેખો પૂના-આવૃત્તિમાંથી. બૃ.ઉપ. (કાવશાખા). જુઓ =ઓલિવેલ્લે પા. ૩૬-૧૬૫. ખૂ.ઉપ. (માધ્યદિન શાખા) જુઓ. ઓલિવેલ્લે પા. ૩૩-૩૫ (ફક્ત સમાંતર જતી કાવશાખા અને માધ્યદિનશાખાના
ગ્રંથોનું લીસ્ટ.), બોડેવિત્ર =II.W. Bodewitz. Jaiminiya. Brahmana. 1.1.65 લાયડન ૧૯૭૩.
પૂના
બૃ.૧પ.
[સામીપ્ય : ઑકટોબર, ૨૦૦૦ન્માર્ચ, ૨૦૦૧
Page #20
--------------------------------------------------------------------------
________________ wiledles Otto Bohtlingk = Khandogyopanishad. (ed. and Trans. German). 414 LOL 1889. બહાસત્ર શાંકરભાષ્ય = બહ્મસૂત્ર અને શાંકરભાષ્ય ed. M.S.Bakre પુનર્મુદ્રણ વાસુદેવ લક્ષ્મણ શારડી પણશીકર. નિર્ણય સાગર પ્રેસ. મુંબઈ 1984. Alzent = Joel P. Brereton 'TatTvam Asi' in Context, in = Zeitschrift der Deutschen Morgenlandischen Gesellschaft (ZDMG=Journal of the German Oriental society) 136, વીસબાડન 1986, પા. 98-109. મિનાર્ડ 1936 A. Minard =La Subordination dan la Prose vediques. પેરિસ 1936. મિના-૧૯૪૯ A.Minard. Tois Enigmes sur le Cent Chmins 1. પેરિસ 1949. મિનાર્ડ-૧૯૫૬ A.Minard. Trois Enigmes Sur lc Cent Chemis II. પેરિસ ૧૯પ૬. મું. ઉપ. મુંડક ઉપનિષદુ આનંદાશ્રમ સંસ્કૃત ગ્રંથાવલી. 9 પૂના, શાલિ 1810 (સમીક્ષાત્મક આવૃત્તિ માટે જુઓ. ઓલિવેલ્લે પા. 439-455.) અમારા ઉલ્લેખો પૂના-આવૃત્તિમાંથી. મૈત્રાયણીય સંહિતા મૈત્રાયણીય સંહિતા. ભાગ.૧. ed. L. von schroeder. વીસબાડન 1970 રણ-૧૯૫૫ L. Renou. Etudes vedigues et panincenes I પેરિસ 1955. રજૂ-૧૯૬૧ L. Renou. Grammaire sanscrite. પેરિસ 1961. lapaset M. Witzel, Tracing the Vedic Dialectes in Dialectes dans Les Literatures Indo Aryennes. પેરિસ 1969) પા. 97.-265. azert J.M. Verpoorten. L'Order des Mots dans L'Aitareya- Brahmana. Fa 1699. શતપથ બ્રાહ્મણ (કાવશાખા) શતપથબ્રાહાણ- કાવશાખા. ed. Caland, પંજાબ સંસ્કૃત સીરીઝ 10, 1926. પુનર્મુદ્રણ : ડૉ. રઘુવીર. મોતીલાલ બનારસીદાસ દિલ્હી 1983. શતપથ બ્રાહ્મણ (માધ્યદિન શાખા) શતપથ બ્રાહ્મણ. માધ્યદિન શાખા. ed. Albrecht Weber. ચૌખંબા સંસ્કૃત સીરીઝ 96. વારાણસી 1964. શંકર . શાંકરભાષ્ય છા.ઉપ.ઉપરનું શાંકરભાષ્ય જુઓ =પૂના. સેનાર્ટ Emil Senart red-Chandogya-Upanisad. URL 9630. સ્પાયર-૧૮૮૬ J.s. Speijer. Sanskrit syntax. લંડન 1886. પુનર્મુદ્રણ =મોતીલાલ બનારસીદાસ. દિલ્હી 1973. સ્પાયર-૧૮૯૬ J.s.speijer vedische-und Sanskritsyntax (વૈદિક અને સંસ્કૃત વાક્યરચના) સ્ટ્રાસબર્ગ 1896. હાનેફેલ્ડ E. Hanefeld. Philosophische Haupttexte der Alteren Upanisaden (તત્ત્વજ્ઞાનનાં પ્રાચીન ઉપનિષદોના મુખ્ય ગ્રંથો.) વીસબાડન 1976. E.R.Hamm. Chandogyopanisad VI. Ein eneuter Versuch. (છા.ઉપ.૬. એક નવો પ્રયાસ) in Festschrift fur Frauwallner વિયેના 1968, પા. 149-159. હિલેબાંટ A. Hillebrandt. Aus Brahmanas and Upanishaden (બ્રાહ્મણગ્રંથો અને ઉપનિષદોમાંથી.) થેના 1921. હ્યુમ R.E.Hume. The Thirteen Principal Upanishads. બીજી આવૃત્તિ. ઓક્સફર્ડ 1931. પુનર્મુદ્રણ =મદ્રાસ 1949. હામ વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ H તત્ત્વમસિ (છા.ઉપ. ૬.૮-૧૨)નું વિવેચન] [65