________________
બન્યું. વારંવાર ઉદ્દાલક આ ધ્રુવપંક્તિના પુનરાવર્તનથી તેનો વિચાર સ્પષ્ટ વ્યક્ત કરી શક્યો. આ અદૃષ્ટ-તત્ત્વમાં સર્વ લય પામે છે, તેમાંથી જ સર્વ ઉદ્દભવે છે, તે જ સર્વનું અધ્યાત્મ છે, વગેરે જેવા વિચારોના ભારપૂર્વક સુંદર સંક્ષેપ રજૂ કરતી આ ધ્રુવપંક્તિ સર્વ ગ્રંથસંકલન-કર્તાનું (? Redactors) આકર્ષણ બની. આ ધ્રુવપંક્તિને તેના મૂળ ખંડ (છા.ઉપ. ૬.૧૨) માંથી લઈને બીજા ખંડોમાં પણ તેના વારંવાર પુનરાવર્તનથી આ અધ્યાયનાં વિષયવસ્તુ શ્રોતાના હૃદયમાં દઢસ્થિર-જડાઈ જાય છે. આવી પુનરાવૃત્તિ ફક્ત આ છો.ઉપ.ની જ શૈલી કે લક્ષણ નથી. બૃહદારણ્યક ઉપનિષદમાં (બુ. ઉપ.) પણ નેતિ નેતિ વાળું વિધાન ચાર વાર રજૂ થયું છે. (જુઓ ખૂ.ઉપ. ૩.૯.૨૬, ૪.૨.૪;૪.૪.૨૨; અને ૪.૫.૧૫). ઉપરાંત તે બૃ. ઉપ. ૨.૩.૬ માં પણ ફરીથી દૃષ્ટિગોચર થાય છે. હ૧૦ઃ બૃ. ઉપ.માં નેતિ નેતિની પુનરાવૃત્તિ :
બ્ર.પિ.માં નેતિ નેતિ વિધાનની મૂળ રચના થયા પછી તે વિધાન એ ઉપનિષદમાં ઠેરઠેર પ્રક્ષિપ્ત થતું ગયું. આ નેતિ નેતિ બૃ ઉપ. ના કાવ-શાખાના ૪.૫.૧૫ માં જ રજૂ થયું છે; પણ કાવ-શાખાની સમાતંર જતા માધ્યદિન-શાખાના બ્ર.ઉપ. ૪.૫.૨૪-૨૫ (=કાવશાખા ૪.૫.૧૫)માં નેતિ નેતિ નથી મળતું! ઉપરાંત, બૃ. ઉપ. ૨.૪ એ .ઉપ.૪.૫.નું “પુનરાવર્તન” હોવા છતાં આ ત તિ વિધાન બૃ.૧૫ ની કોઈપણ (કાવ કે માધ્યદિન) શાખાના ૨.૪. માં પણ નથી મળતું. આ બધું લક્ષ્યમાં લેતાં એમ સ્પષ્ટ થાય છે કે બુ.ઉપ.ની કુલ ચાર “અનુકૃતિઓ” ? (versions) માંથી ફક્ત એકમાં જ નેતિ નેતિ વિધાન મળી આવે છે; જેમ કે - (૧) બ. ઉપ. ૪.૫.૧૫ (કાવશાખા) નેતિ નેતિ સાથે,
= (૨) બ્ર.ઉપ.૪.૫.૨૪-૨૫ (માધ્યદિનશાખા) નેતિ નેતિ વગર, = (૩) બું. ઉ૫.૨.૪(કાવશાખા) નેતિ નેતિ વગર, = (૪) બૃ.૧પ..૨.૪, (માધ્યદિનશાખા) તિ નેતિ વગર.
આ પરિસ્થિતિમાં આ નેતિ નેતિ વિધાન બ. ઉપ. ૪.૫.૧૫ (કાશ્વશાખા) માં પ્રક્ષિપ્ત થયું હોય એવી શંકા સ્વાભાવિક થાય છે. આ શંકા છં. ઉપ.નું વિશ્લેષણ કરતાં યથાર્થ લાગે છે, તેનું વિવેચન નીચે સંક્ષેપમાં કરવામાં આવે છે.
(૧) બ્ર.ઉપ. (કાવશાખા) ૪-૫-૧૫, સર્વ જ્ઞાનનું કારણ અને આધારભૂત આત્મતત્ત્વ અવિષેય છે., એવા વિષયવસ્તુનું વિવરણ કરે છે. કાળક્રમે આ સંદર્ભમાં કોઈ અન્ય “આવૃત્તિ-કારે” અવિષેય આત્મતત્ત્વને અનુરૂપ તિ નેતિ વિધાન પણ ક્યાંકથી અહીં જોડી દીધું. કારણ કે આ તિ નેતિ વિધાનમાં પણ આત્મતત્ત્વના અવર્ણનીય સ્વરૂપ પર ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ આ નેતિ નેતિ વિધાન બુ.ઉ૫.૪.૫.૧૫ માં સળંગ ચાલ્યા આવતા વિષયવસ્તુના સરળ પ્રવાહને રોકી દે છે.
- .ઉપ. (કાવશાખા) ૪-૫-૧૫ ના વિષયવસ્તુમાં પ્રથમ યાજ્ઞવક્ય પૂછયું કે જેને સર્વ આત્મસ્વરૂપ થયું હોય તે કાંઈક ઈતર કેવી રીતે જોવે-સુંધે-રસ માણે - સંબોધે - વિચારે - સ્પર્શે અને તે કોનાથી શું જાણે ?
અને આવા પ્રકારના વિષયની પરંપરા નીચે મુજબ પર્યવસન પામી. બૃ.૧પ. [કાવશાખા]૪.૫.૧૫. (પા. ૭૮૨) (i) જેટું સર્વ વિનાનાતિ તે વેન વિનાનીયા
(કોઈ વ્યક્તિ) જેના લીધે આ સંર્વ (જગતુ) “જાણે” છે, તેને (ત વ્યક્તિ) કેવી રીતે જાણે ?"
આ વિધાન પછી (કાવશાખામાં) અહીં તરત જ નેતિ નેતિ વિધાન રજૂ થયું કે (ii) स एष नेति नेत्यात्मा। अगृह्मो न हि गृह्मते, अशीर्यो न हि शीर्थते, असंगो न हि सज्यते, असितो न व्यथते न रिष्यते।
“તે આત્મા આ : “એ નહીં; એ નહીં” છે. તે અગૃહ્ય (કારણ કે) પ્રહણ કરાતો નથી; તે શીર્ણ થઈ શકે એવો વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્ત્વમસિ (છા.ઉપ. ૬.૮-૧૬)નું વિવેચન] [૫૭