________________
પૂરતો ન્યાય આપ્યો નથી. એ સાચું કે, ખંડ ૧૧-૧૩ નાં વિષયવસ્તુ સાથે તત્વમસિ વિધાનનો સ્વાભાવિક સંબંધ રહે છે. તેમાં પણ તે વિધાન છા.ઉપ.૬.૧૨ સમગ્રનો કોઈ આવશ્યક ભાગ હોય એ રીતે તે સ્વાભાવિક સંબંધથી જોડાયેલું રહ્યું છે. - છા. ઉપ. ૬.૧૨ માં ઉદ્દાલક આરુણિએ તેના પુત્ર શ્વેતકેતુને વડના (ન્યોધ- Ficus Indica) ફળના દૃષ્ટાંત દ્વારા આત્મતત્ત્વનું વિવરણ કર્યું છે. ઉદાલકે શ્વેતકેતુને વડનું ફળ લાવી તેને તોડી તેમાં જોવા જણાવતાં શ્વેતકેતુએ તેમાં ઝીણા બીજના દાણા (ધાન) જોયા. તે દાણાને પણ છેદી, તેની અંદર જોતાં શ્વેતકેતુને કશું ન દેખાયું; આ ઉપરથી ઉદ્દાલકે “અદષ્ટ | સૂક્ષ્મતમ”ની સ્પષ્ટતા કરી કે, છા. ઉપ. ૬.૧૨.૨ (પા. ૩૪૬),
यं वै सोम्य, एतमणिमानं न निमालयस एतस्य वै सोम्य, एषोऽणिम्न एवं महान्यग्रोधस्तिष्ठति । श्रद्धत्स्व सोम्य इति ।
‘હે પ્રિય, જે આ સૂક્ષ્મતમ અણિમાને તું નથી જોતો (જોઈ શકતો), આ જ સૂક્ષ્મતમ તત્ત્વમાંથી, હે પ્રિય, આ આવું મોટું વડવૃક્ષ ઊભું થાય છે. હે પ્રિય, (હું કહું છું તેમાં) વિશ્વાસ કર.”
(નોંધ :- પર્વ મહાન પાઠાંતર માટે સરખાવો ઇક્વેર પા. ૭૩. તે માટેની અન્ય સંભાવનાઓ માટે જુઓ, હામ પા. ૧૫૭, નોંધ ૬૫,૬૬.) - આ પછી, તરત જ તત્વમસિ વિધાન અને આ મન તત્ત્વ ઉપરની ચર્ચા શરૂ થઈ છે. જેમ વડવૃક્ષનું અસ્તિત્વ
ગમનને - અદેશ્ય તત્ત્વને - આભારી છે, તે રીતે જ આ અદશ્ય તત્ત્વ આ જગતનું અને શ્વેતકેતુનું પણ સત્યસ્વરૂપ છે, તેમનો આત્મા છે. અહીં પ્રસ્તુત ધ્રુવપંક્તિની મૌલિક્તા સ્પષ્ટ થાય છે. S૯ : ધ્રુવપંક્તિનો અન્ય ખંડોમાં પ્રક્ષેપ :
* છા.૧૫.૬.૧૨.માં ઉદ્ભવેલું અને ઓતપ્રોત થયેલું મૂળ તત્ત્વમસિ વિધાન ૬.૧૨માંથી પહેલાં છા. ઉપ. ના છઠ્ઠા અધ્યાયના ખંડ ૧૧ માં અને પછી ખંડ ૧૩ માં પ્રક્ષિપ્ત થયું. આમ છતાં પણ આ વિધાન ફક્ત ખંડ ૧૬ના એક સ્વાભાવિક ભાગ તરીકે જણાય છે. પરંતુ, હકીક્ત, પ્રસ્તુત વિધાન છા.ઉપ. ૬.૧૨ માં અસ્તિત્વમાં આવ્યું ત્યાર પછી જ ખંડ ૧૬ની રચના થઈ હતી.
ખંડ ૧૬માં તપાવેલી કુહાડીના (પરશુના) દષ્ટાંત દ્વારા સત્ય અને આત્મા નો સંબંધ સૂચવ્યો છે. જો કોઈએ સાચેસાચ ચોરી કરી હોય છતાં ‘તેણે ચોરી નથી કરી' એવું તે અસત્ય જાહેર કરે તો તપાવેલી કુહાડી પકડતાં તે દાઝે; પરંતુ જો કોઈએ સાચેસાચ ચોરી ન કરી હોય અને પોતે ચોરી નથી કરી એવું સત્ય જાહેર કરે તો આમ તે નિર્દોષ હોવાથી તે તપાવેલી કુહાડી પકડે તો પણ દાઝતો નથી. તેનું સત્યવચન તે દાઝે નહીં તે માટે તેને આવરી લે છે અને તેનું રક્ષણ કરે છે. આ ખંડમાં સત્ય અને માત્મા એક હોઈ શકે એવા ગૂઢ આશય સાથે તત્વમસિ વિધાન બંધ બેસે એવું લાગતાં તે વિધાનને પ્રસ્તુત ધ્રુવપંક્તિ ખંડ ૧૬ માં અંતે જોડી દીધું છે.; જેમ કે: છા. ઉપ.૬-૧૬.૩ (પા.૩૫૭-૩૫૮).
स यथा तत्र नादा तैतदात्म्यमिदं सर्वं तत् सत्यं स आत्मा तत्त्वमसि श्वेतकेतो....।
જેમ ત્યાં (એ દષ્ટાંતમાં) તે ન દઝાવે-દાઝવાને કોઈ સ્થાન ન આપે કે દાઝવા ન દે – (તેમ) આ સર્વ (જગત) એ સ્વરૂપનું છે, તે સત્ય છે, તે માત્મા છે, હે શ્વેતકેતુ, તે તું છે....”
આ કહાડીના દૃષ્ટાંતમાં સત્યે માત્માને આવરી લઈ તેની સુરક્ષા કરી તેવી સમગ્ર પરિસ્થિતિના સંદર્ભમાં અહીં હત સર્વનામ બંધ બેસે છે. આ કારણે, સામાન્ય ર૮ ક્રિયાપદને બદલે અહીં મા-દ્વાદિય- એટલે કે, માત્ર (બાળવાનું સ્થાન) ઉપરથી નામધાતુનું રૂપાંતર થયું છે. (સરખાવો. જેમિસન. પા. ૮૯..). છા.ઉપ.ના આ છઠ્ઠા અધ્યાયના મૂળભૂત વિષયવસ્તુનું યથાતથ્ય –સ્પષ્ટ- વિવરણ આ ધ્રુવપંક્તિ દ્વારા શક્ય
સિામીપ્ય : ઑકટોબર, ૨૦૦-માર્ચ, ૨૦૦૧