________________
બ્રહ્મ' એવા સ્પષ્ટ પદ શબ્દને બદલે બ્રહ્મ માટે અહીં ફક્ત તત્ સર્વનામ યોજ્યું છે. તેમાં બ્રહ્મ નો સંદર્ભ રહે છે. પોતાના આવા વિધાનના સમર્થનમાં મિના બૃ.ઉપ.નો આધાર લીધો છે, જેમ કે, બુ.ઉપ.૩.૯.૯. (પા. પ૩૬)
स ब्रह्म त्यद् इत्याचक्षते ।। “તે બ્રહ્મ “ત્ય” એમ લોકો કહે છે.”
અહીં આવેલા ત્યત્ “સર્વનામે” બ્રહ્મ નાં જાતિ (નપું.) અને વચન (એકવચન) સ્વીકાર્યા છે. ઉપરાંત, છા.ઉપ.ના પ્રસ્તુત ખંડોમાં બ્રહ્મ નું વર્ણન આવતું નથી, અહીં તો મુખ્ય વિષય સત્ છે. અને તે સત્ નું વર્ણન તો તેના “સ” એવા નામ સાથે જ કરવામાં આવ્યું છે. ! સત્ અદ્રશ્ય/ગષ્ટ છે, પણ તે જ્ઞાનગમ્ય છે, અને તેનું કોઈ રહસ્યમય ગુહ્યતમ નામ આપવા જેવા પ્રસંગો આ છા.ઉપ.ના આગળના ખંડોમાં પણ જોવા મળતા નથી. ટૂંકમાં, મિનાની ઉપર્યુક્ત કલ્પના આધાર વગરની છે (જુઓ મિનાર્ડ, ૧૯૫૬ ૬૪૫૩, પા. ૧૮૨), વળી વૈદિક વાડુમયમાં તે- સર્વનામ આ ત્યની જેમ દ્રા માટે યોજાયું હોય એવો ઉપર્યુક્ત ઉલ્લેખ સિવાય બીજે ક્યાંય ઉલ્લેખ મળતો નથી.
(૫) અન્ય પ્રકારે સ્પષ્ટતા કરી તો જો તત્વમસિમાં તત્ સર્વનામનો સંદર્ભ મણિમા (પુ.) સાથે હોત તો તત્ સર્વનામે પોતાનાં જાતિ-વચન તેના વિધેય-પ્રથમાંવિભક્તિ ત્વમ્ - પદનાં જાતિ (પુ.) અને વચન (એકવચન) સ્વીકાર્યા હોત; એટલે કે અહીં “સ વમસિ” જેવું કોઈ નિધાન હોત. તો પછી અહીં તત્વમસિ માં તત્-સર્વનામ નપું.માં કેમ ?
તત્ત્વમસિ વિધાનમાં આમ વૈદિક વાક્યરચનાના જાતિવચન-સ્વીકારના નિયમનું ઉલ્લંઘન થયું છે, એ પ્રત્યે સ્પાયરનું (૧૮૮૬ પા. ૧૮, નોંધ ૧) ધ્યાન પણ દોરાયું છે. તેણે આ પ્રશ્નનો ઉકેલ શોધવા તત્ત્વનું યથાર્થ વિવરણ કરવા - તત્ત્વજ્ઞાનનો આશરો લીધો છે; અને કલ્પના કરી છે કે “તે (તત્ =માત્મા) પણ તારામાં (ત્વમ) છે.” ! પરંતુ સ્પાયરનું આ વિવરણ યોગ્ય નથી. વૈદિક કાળનાં વાક્ય-રચના અને વિધાનો માટે તત્ત્વજ્ઞાનનો આશરો ન લઈ શકાય, ઉપરાંત તત્વજ્ઞાન માટે પણ વ્યાકરણના, વાક્યરચનાના અને શબ્દ-યોજનાની ક્રમબદ્ધતાના – શબ્દવિન્યાસના – સામાન્ય નિયમોને અનુસરવું જ પડે. જો કે સ્પાયરે પાછળથી એનું પોતાનું ઉપર્યુક્ત પ્રકારનું કાલ્પનિક વિવરણ ત્યજી દીધું (સ્પાયર ૧૮૯૬, ૬૯૫૬. પા. ૩૦); અને નોંધ્યું કે, તત્ત્વમસિ માં તત્ સર્વનામ રહેવા છતાં તત્ત્વ-વિચારણા કિલષ્ટ નથી બની.
(૬) તત્ત્વમસિ માં તત (નપું.) સર્વનામની અગાઉ ધારો કે કોઈ શબ્દ નપું. (એકવચન)માં હોત તો પણ અહીં * તત્ સર્વનામનું વિવરણ કિલષ્ટ જ રહે છે. કારણ કે, તત સર્વનામ તેના પુરોવર્સી કોઈ નપું (એકવચન)-શબ્દના સંદર્ભમાં હોવા છતાં જાતિ-વચન-સ્વીકારના (વાક્યરચનાના) નિયમ પ્રમાણે તો અહીં ન ત્વમસિ જેવા વિધાનની જ અપેક્ષા રખાય. અહીં તે- સર્વનામે તેના વિધેય-પ્રથમાવિભક્તિ ત્વમ્ પદની જ જાતિ (પુ.) અને વચન (એકવચન) સ્વીકાર્યા હોત ! આમ, તત્ત્વમસિ ના વિવરણ માટે છા. ઉપ. ૬.૮-૧૦ માં તો કોઈ સંકેત મળતા નથી. 6૮: છા.ઉપ. ૬.૧૨ અને ધ્રુવપંક્તિ
. હાનેફેલ્ડ (પા. ૧૧૬....) અહીં જણાવે છે કે કાળક્રમે કોઈ એક કે એકથી વધારે “ગ્રંથ સંકલન કર્તાએ (? Redactors) છા. ઉપ.ના આ છઠ્ઠા અધ્યાયમાં અનેક સ્વતંત્ર ખંડો ઉમેર્યા/પ્રક્ષિપ્ત કર્યા છે. આ અધ્યાયનો ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ, બંને ભાગો રચનાની દૃષ્ટિએ અને તત્ત્વમસિ વિધાનની ઉપયુક્તતાની -સંગતિની-દષ્ટિએ એકબીજાથી જુદા તરી આવે છે. આ ઉત્તરાર્ધ (છા-ઉપ.૬.૮-૧૬) પાંચ ભિન્ન ભિન્ન પ્રકારના ખંડોમાં વિભક્ત થયો છે; પરંતુ તેમાં ખંડ ૧૧૧૩ જ નીવનનીય સિદ્ધાંતની વિચારધારા રજૂ કરતાં, તત્ત્વમસિ વિધાન સાથે યોગ્ય રીતે સંકળાયેલા રહ્યા છે. (સરખાવો હાનેફેલ્ડ પા. ૧૬૨.૧૬૩).
અહીં છા.ઉપ.ના પ્રસ્તુત પ્રકરણમાં સમગ્ર રીતે ચર્ચાયેલાં વિષયવસ્તુની એકબદ્ધતાનો નિર્ણય લેવામાં હોનેફેલ્વે વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્ત્વમસિ (છા.ઉ૫. ૬.૮-૧૬)નું વિવેચન [૫૫