________________
§૭ : ધ્રુવપંક્તિમાં તત્ ત્વમસિ :
છા. ઉપ. ૬.૮-૧૬ માં આવતી પ્રસ્તુત ધ્રુવપંક્તિ, અને ખાસ તો તેમાં વણાયેલું આ તત્ત્વમસિ વાક્ય અને તે ઉપરનાં વિવિધ ભાષ્યો કે અંગ્રેજી, હિંદી, ગુજરાતી, વગેરે ભાષાઓમાં થયેલાં તેનાં ભાષાંતરો સર્વત્ર એટલાં તો જાણીતાં થઈ ગયાં છે કે તેની વાક્યરચના કે વ્યાકરણની દૃષ્ટિએ ઉપસ્થિત થતી તેનાં વિવરણની આંટીઘૂંટી તરફ કોઈનું પણ ધ્યાન ખેંચાયું નથી. ઊલટું, આ ધ્રુવપંક્તિની પ્રચલિતતા અને તે પરનાં આવાં ભાષ્યો-ભાષાંતરોના પ્રવાહમાં તણાઈ જતા આજના ઘણા વિદ્વાનો પણ આ ધ્રુવપંક્તિ જેમ છે તેમ અને તે પરનાં ભાષ્યો-ભાષાંતરો જે કાંઈ જણાવે છે તે સ્વીકારી લે છે. આજે પણ આપણા ઘણા વિદ્વાનોને આ ધ્રુવપંક્તિના વિવરણમાં ઉપસ્થિત થતા વિકટ આંટીઘૂંટીવાળા પ્રશ્નો જ જ્યાં ઉદભવ્યા ન હોય - તેવા પ્રશ્નોની કલ્પના પણ ન ઉદ્ભવી હોય - ત્યાં તેમની પાસેથી તેવા પ્રશ્નોના યોગ્ય ઉકેલની આશા તો ક્યાંથી રખાય ?
(૧) શંકરે આ ધ્રુવપંક્તિના ભાષ્યની શબ્દરચનાના પ્રવાહમાં અન્ય સર્વનામોની સાથે સાથે યુક્તિપૂર્વક તત્ત્વમસિ વિધાનમાં આવતા તમ્ (નપું. એકવચન) સર્વનામને પણ સત્ (નપું. એકવચન)ના સંદર્ભમાં વણી લીધું (જુઓ ઉપર ૬૨).
એક રીતે આવું અર્થઘટન સંભવી શકે. છા-ઉપ.૬.૮-૧૦ ની આ ધ્રુવપંક્તિમાં પુરુષ/નાનાં વિવિધ પાસાંનું, તેમના કારણભૂત માં પર્યવસન થતું હોય એવું વર્ણન આવે છે. અહીં વિશેષ તો ૬.૯.૩ (પા. ૩૪૦-૩૪૧) અને ૧૦.૨ (પા. ૩૪૨-૩૪૩) માં પ્રસ્તુત ધ્રુવપંક્તિની રજૂઆત થયા પહેલાં જ યોજવામાં આવતું તત્ સર્વનામ સત્ ના સંદર્ભમાં હોઈ શકે. અહીં એમ જણાવવામાં આવે છે કે,
છા. ઉ૫. ૬.૯.૩ =૬.૧૦.૨ (પા. ૩૪૦-૩૪૩)
तइह व्याघ्रो वा सिंहो वा वृको वा वराहो वा कीटो वा पतङ्गो वा दंशो वा मशको वा यद् यद् भवन्ति तदाभवन्ति ।
‘‘તે [પશુઓ] અહીં : વાઘ કે સિંહ કે વરૂ કે વરાહ કે કીડો કે (ચારપાંખવાળું) પતંગિયું કે દંશ (બે પાંખવાળું, ડંખવાળું જંતુ) કે મચ્છર કે જે જે (તેઓ) થાય છે, (તેઓ) તેમાં (તત્ =સત્) લય પામે છે/ તે (તત્ =સત્) તરફ પ્રયાણ કરે છે.”
અહીં સર્વ ઠેકાણે તનું વર્ણન છે (જુઓ છા.ઉપ.૬ સા...સમ્પન્નઃ છા.ઉપ. ૮.૧ મભૂતા... પ્રજ્ઞા: ૮.૪.૬; સતિ સંપદ્ય ૯.૨, સત આગમ્ય/આાષ્ઠામહે ૧૦.૩ વેગેરે) અને તેના જ સંદર્ભમાં ઉ૫૨ (૬.૯.૩. =૬.૧૦.૨માં) તાન્તિમાં તત્ સર્વનામ નું સૂચન કરે છે.
(૨) આના અનુસંધાનમાં ઈક્લેરે (પા. ૧૭....) આ વાક્યની રચના વિષે વિવેચન કર્યું છે. હિલેબ્રાંટે (પા.૧૭૩, નોંધ ૯૩) આ પ્રસ્તુત વાક્યમાં તને બદલે ત્ પાઠની સંભાવના પણ સ્વીકારી છે. પરંતુ જે ધ્રુવપંક્તિની અંતર્ગત વાક્યરચનાની અને તેના અનુસંધાનમાં વ્યાકરણની ચર્ચા અહીં પ્રસ્તુત છે, તે ધ્રુવપંક્તિ તો છા.ઉપ.માં ઉપર નિર્દેશેલાં વિધાનો (છા.ઉપ.૬.૮-૧૦) પછી જ આવે છે. આ રીતે ધ્રુવપંક્તિના ક્ષેત્રની બહાર રહેલાં ઉપર્યુક્ત વિધાનોમાં આવતા ત્ સર્વનામના સંદર્ભમાં સત્ત્નું ગ્રહણ યોગ્ય કે તર્કસંગત ગણી શકાય. અહીં ધ્રુવપંક્તિના આંતરિક વિશ્લેષણ સાથે આ આખો મુદ્દો વણાયેલો છે; તેથી આ મુદ્દો આગળ ($૧૨) સ્પષ્ટ કરવામાં આવશે.
(૩) હ્યુમે (પા. ૨૪૬) તેના અંગ્રેજી ભાષાંતરમાં અહીં બધાં; ત- અને તે – સર્વનામો અભિમન્ના સંદર્ભમાં લીધાં છે. પરંતુ, આ ધ્રુવપંક્તિના છેલ્લા - તત્વમસિ - વિધાનમાં ત–સર્વનામ નપું. છે, જ્યારે અળિમા અને ત્વમ્ બંને નપું.માં નથી. જો આ છેલ્લું વિધાન (તત્વમસિ) એવો ભાવ સૂચવતું હોય કે “ તે (સૂક્ષ્મતમ તત્વ/અણિમા) તું છે” તો તત્ત્વમસિ વિધાનને બદલે અહીં “મૈં ત્વમસિ' વિધાન હોત—એટલે કે, અહીં ત- સર્વનામે ત્વમ્ વિષય વિભક્તિ (પુ.એકવચન)નાં જાતિ-વચન સ્વીકાર્યાં હોત અને ત- સર્વનામ નપું.માં ન હોત !
૫૪]
IF
(૪) મિનાર્ડના મતે તત્ત્વમસિ માં તત્ સર્વનામ ગુહ્યતમ વ્રજ્ઞ ના ગુહ્યતમ નામનું સૂચન કરે છે; એટલે કે,
[સામીપ્ટ : ઑકટોબર, ૨૦૦૦-માર્ચ, ૨૦૦૧